મુંબઈ: 10 દિવસમાં 30 ઈંચ વરસાદ, આજની 11 અને કાલની 2 ટ્રેન રદ

રેલવે ટ્રેક પર બોટ- નાલાસોપારા સ્ટેશને ફસાયેલી વડોદરા એક્સપ્રેસ ટ્રેનમાંથી 400 મુસાફરોને બચાવાયા

મુંબઈમાં સાર્વત્રિક ભારે વરસાદથી જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ
Divyabhaskar.com Jul 11, 2018, 08:16 AM IST

મુંબઈ- સુરત:  મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદને પગલે આજે પણ પશ્ચિમ રેલવે દ્વારા 11 ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે આવતીકાલની પણ 2 ટ્રેન રદ કરાઇ હતી અને પરમ દિવસની એક ટ્રેન રદ કરી દેવાઈ છે. મંગળવારની કુલ 26 ટ્રેન રદ કરાઇ હતી. જેને પગલે સુરત અને ઉધના સ્ટેશન મુસાફરો અટવાયા હતા. 

વિરાર,નાલાસોપારા નજીક પાણી ભરાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો

પશ્ચિમ રેલવેની અપ અને ડાઉનલાઈન પર વિરાર અને નાલાસોપારા નજીક પાણી ભરાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. 21 ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરાઇ હતી જ્યારે 17 ટ્રેનોને અન્ય રૂટ પર ડાઇવર્ટ કરી હતી અને 2 ટ્રેનોને રી શિડ્યુઅલ કરી હતી. પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાતા સુરત અને ઉધના રેલવે સ્ટેશનો પર પણ મુસાફરો અટવાયા હતા. ઉપરાંત સુરત અને ઉધના  સ્ટેશનથી 757 મુસાફરોએ 3.90 લાખની ટિકિટ કેન્સલ કરાવી હતી. જેને પગલે રેલવે તંત્ર દ્વારા રિફંડ કાઉન્ટર શરુ કરાયું છે. સુરતમાં ફસાયેલા મુસાફરોને મુંબઈ પહોંચાડવા એસટી વિભાગે સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરી હતી. તો સચિન રેલવે સ્ટેશન પર ટ્રેનમાં મુસાફરો માટે પાણી-નાસ્તા વિતરણ કરાયું હતું.

 

આગળની સ્લાઈડ્સમાં વાંચો: મુંબઈના મુસાફરોને એસટીએ સ્પેશિયલ બસોમાં રવાના કર્યા

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mumbai-30 Inch Rain In 10 Days, Todays 11 Train Canceled
(News in Gujarati from Divya Bhaskar)