Loading...

મરાઠા અનામતનો ઉકેલ નહીં આવે તો 1 ઓગસ્ટથી ફરી આંદોલન

મરાઠા અનામત સંદર્ભે લડાઈની આગામી દિશા નક્કી કરવા શનિવારે મુંબઈના શિવાજી મંદિરમાં બેઠક બોલાવવામાં આવી હતી

Divya Bhaskar Jul 29, 2018, 11:20 AM

મુંબઈ: મરાઠા અનામત પરથી સકળ મરાઠા ક્રાંતિ મોરચા અને સરકાર વચ્ચેની ગૂંચ ઉકેલાવાના ચિહ્ન દેખાતા નથી. મરાઠા અનામત માટે સરકાર નક્કર નિર્ણય નહીં લે તો આગામી 1 ઓગસ્ટથી સકળ મરાઠા સમાજ અને મરાઠા ક્રાંતિ મોરચાએ જેલ ભરો આંદોલનની હાકલ કરી હતી. મરાઠા અનામત સંદર્ભે લડાઈની આગામી દિશા નક્કી કરવા શનિવારે મુંબઈના શિવાજી મંદિરમાં બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક પછી મરાઠા ક્રાંતિ મોરચાના નેતાઓએ સરકારને આ ઈશારો આપ્યો હતો.


- 25 જુલાઈના મરાઠા ક્રાંતી મોરચાએ મુંબઈ બંધની હાકલ કરી હતી. આ બંધમાં થાણે, કલ્યાણ અને મુંબઈના કેટલાક ભાગોમાં હિંસાચારની ઘટનાઓ બની હતી. આંદોલનકારીઓએ કરેલી પથ્થરબાજીમાં કેટલાક પોલીસ કર્મચારીઓ જખમી થયા હતા. એ પછી પોલીસે કેટલાક આંદોલનકારીઓ પર સરકારી માલમત્તાનું નુકસાન અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યા પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો.


- આ બંધ દરમિયાન પોતાના સંગઠનના કાર્યકર્તાઓ પર ખોટા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોવાનું જણાવતા આ ગુનાઓ તરત પાછા ખેંચવાની માગણી કરવામાં આવી હતી. એ સાથે જ કળંબોલી ખાતે પોલીસ તરફથી કરવામાં આવેલા લાઠીચાર્જ અને ગોળીબારની તપાસ કરીને સંબંધિતોને તત્કાળ સસપેન્ડ કરવા એવી માગણી મરાઠા ક્રાંતી મોરચાના નેતૃત્ત્વએ કરી હતી.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: If there is no solution for the Maratha Reservation then the Protest from 1 st
(News in Gujarati from Divya Bhaskar)