Loading...

મુંબઈમાં ભારે વરસાદ: રસ્તાઓ-ઘરોમાં પાણી ભરાયા, ગુજરાતમાં 46% ઘટ

મુંબઈમાં 2005 જેવો માહોલ, પાલઘરમાં 300 લોકો ફસાયા, શાળા- કોલેજ બંધ

Divya Bhaskar Jul 10, 2018, 11:23 AM
મુંબઈમાં 2005 જેવો માહોલ સર્જાયો

મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સપ્તાહની શરૂઆત પણ ધોધમાર વરસાદથી થઈ હતી. છેલ્લા 21 કલાકમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે. 2005 જેવો માહોલ સર્જાતા લોકોમાં ગભરાટ સર્જાયો હતો. વસઈના રહેણાક વિસ્તારમાં પાણી ભરાવાથી 300 લોકો ફસાઈ ગયા હતા. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ઉપનગરોમાં વરસાદનું જોર વધુ હતું. જોકે થાણે, ડોંબિવલી, કલ્યાણ, ભિવંડી, બદલાપુર, અંબરનાથમાં મુશળધાર વરસાદ ચાલુ છે. આટલું જ નહીં, કોંકણ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદનું જોર ચાલુ છે. આગામી 24 કલાકમાં પણ જોરદાર વરસાદ પડવાની આગાહી વેધશાળાએ કરી છે. નાલાસોપારામાં ઘૂંટણભેર પાણી ભરાઈ ગયાં હતાં.

પ્લેટફોર્મ નં. 4 પર પાટા પર પાણી આવી જતાં આ માર્ગ બંધ કરાયો હતો. નાલાસોપારા, વસઈ, વિરાર, કલ્યાણ ભિવંડીમાં તો અનેક દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાલઘર, દહાણુ, વિક્રમગઢ, તલાસરી વાડા વિસ્તારમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં બધી જ નદીઓ અને નાળાઓમાં પૂર આવ્યાં હતાં. છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદનું જોર ઓછું નહીં થતાં અને ઠેર ઠેર પાણી ભરાયાં હોવાથી સ્કૂલ- કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી.

મુંબઈ-થાણેમાં ભારે વરસાદ: 7 લોકોના મોત, સ્કૂલ-કોલેજોમાં રજા

હવામાન વિભાગ દ્વારા બે દિવસ ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા વધુ કે ઓછા વરસાદ માટે ગ્રીન,યલો, ઓરેન્જ અને રેડ કલરમાં એલર્ટ જારી કરાતી હોય છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Heavy rains in Mumbai- Roads and flood water flows, 46% less in Gujarat
(News in Gujarati from Divya Bhaskar)