Loading...

ગુજ્જુ અભિનેત્રી રીટા ભાદૂરીનું નિધન, કિડની ફેઈલ થતાં છેલ્લા 10 દિવસથી હતા આઈસીયુમાં

રીટાએ 100થી વધુ ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે. 40-50 હિંદી, 2 ભોજપુરી-બંગાળી, મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું હતું

Divya Bhaskar Jul 17, 2018, 08:59 AM

મુંબઈ: 100થી ગુજરાતી ફિલ્મોની કામ કરનારા રીટા ભાદૂરી આપણી વચ્ચે નથી રહ્યા. આજે મુંબઈની એક હોસ્પિટલમાં તેમણે આખરી શ્વાસ લીધો હતો. તેમની કીડની ફેઈલ થતાં છેલ્લા 10 દિવસથી આઈસીયુમાં હતાં.

જન્મે બંગાળી


લખનૌ ખાતે જન્મેલાં રીટા ભાદુરી બંગાળી પરિવારમાં જન્મ્યાં હતાં. તેમનાં પિતાની નોકરીના કારણે ઉત્તરપ્રદેશમાં તેમનો પરિવાર વસતો હતો. આથી હિન્દી માહોલમાં તેમનો ઉછેર થયો હતો. આરંભિક શિક્ષણ લખનૌ ખાતે લીધા પછી તેમણે પુણે સ્થિત ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી અભિનય અને ફિલ્મનિર્માણની વિધિવત્ત તાલીમ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે રીટા ભાદૂરીએ લગ્ન કર્યા ન હતા. તેઓ 62 વર્ષની ઉંમરે ફાની દુનિયાને અલવિદા કરી હતી.

કારકિર્દી

રીટા ભાદૂરીએ પોતાની કરિયરની શરૂઆત મલાયલમ ફિલ્મથી કરી હતી. ત્યારબાદ રીટાએ હિંદી ફિલ્મ્સમાં કામ કરવાની શરૂઆત કરી હતી. રીટાએ 100થી વધુ ગુજરાતી ફિલ્મ્સમાં કામ કર્યું છે. 40-50 હિંદી, 2 ભોજપુરી-બંગાળી, મરાઠી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. રીટા ભાદૂરીએ હિંદી ટીવી સીરિયલ્સમાં દાદીની ભૂમિકા ભજવી હતી.

ગુજરાતી- હિન્દી ફિલ્મો

પારકી જણી, ઘેર ઘેર માટીના ચૂલા, સમયની બલિહારી, ચુંદડીના રંગ, ચંદન ચાવાળી, અખંડ ચૂડલો જેવી ગુજરાતી ફિલ્મો ઉપરાંત મૈં માધુરી દિક્ષિત બનના ચાહતી હું, દિલ વિલ પ્યાર વ્યાર, ક્યા કહેના જેવી હિન્દી ફિલ્મોમાં પણ તેમની ભૂમિકા વખણાઈ હતી. એ સિવાય સંખ્યાબંધ ધારાવાહિકમાં પણ તેમની હાજરી નોંધપાત્ર છે. છેલ્લે તેમણે ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઈશમાં પણ યાદગાર ભૂમિકા ભજવી હતી.


રીટાએ ગુજરાતી શીખવા વેણી પૂરોહિતનું ટ્યુશન રાખ્યું હતું


ગુજરાતીનું પદ્ધતિસરનું શિક્ષણ મેળવવા માટે રીટા ભાદુરીએ ગુજરાતીના જાણીતા કવિ અને તારી આંખનો અફીણી ગીતના રચયિતા વેણીભાઈ પૂરોહિતનું ટ્યુશન રાખ્યું હતું.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati films & Veteran actress Rita Bhaduri dies due to kidney fail in mumbai rita died at 62 years age
(News in Gujarati from Divya Bhaskar)