મુંબઈ: Selfie લેતી વખતે 500 ફૂટ ઊંડી ખીણમાં પડતાં મહિલાનું મોત 

નવી દિલ્હીની રહેવાસી સરિતા પતિ અને સંતાનો સાથે માથેરાનમાં ફરવા માટે આવી હતી

35 વર્ષની એક મહિલા ખીણમાં પડતાં મોતને ભેટી છે- ફાઈલ
Divyabhaskar.com Jun 21, 2018, 12:26 AM IST

મુંબઈ: માથેરાનમાં સેલ્ફી લેવાના ચક્કરમાં 35 વર્ષની એક મહિલા ખીણમાં  પડતાં મોતને ભેટી છે. ઘટના મંગળવારે સાંજે બની. મૃતક સરિતા ચૌહાણ તરીકે ઓળખાઇ છે. નવી દિલ્હીની રહેવાસી સરિતા પતિ અને સંતાનો સાથે માથેરાનમાં ફરવા માટે આવી હતી. તેઓ લુઈસ પોઈન્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાં સંરક્ષક દીવાલ પાર કરીને સરિતા અને તેનો પતિ સેલ્ફી લેવા ગયા હતા. ભારે પવન ફૂંકાતાં સરિતાએ સંતુલન ગુમાવ્યું અને તે 500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી સરિતાની શોધખોળ આદરી હતી. આખરે બુધવારે સવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. 

 

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: સેલ્ફી લેતી વખતે 500 ફૂટ ઊંડી ખીણમાં પડતાં મહિલાનું મોત | A Women Felled Into 500 Fit ditch During Taking A Selfie
(News in Gujarati from Divya Bhaskar)