Loading...

ભરૂડીયામાં થતું નદીનું પુરાણ અટકાવા માંગ

મુન્દ્રા તાલુકાના ભરૂડીયામા પવનચક્કીના સંચાલકો દ્વારા નદીમાં પુરાણ કરવામાં આવતું હોવાની રાવ સાથે મામલતદાર...

Divya Bhaskar Sep 12, 2018, 03:11 AM
મુન્દ્રા તાલુકાના ભરૂડીયામા પવનચક્કીના સંચાલકો દ્વારા નદીમાં પુરાણ કરવામાં આવતું હોવાની રાવ સાથે મામલતદાર સમક્ષ તેને અટકાવાની લેખિત માંગ કરાઈ છે.

વવારના હરિભાઈ ગઢવીએ કરેલી રજૂઆતમાં ગામની નદીમાં માટીના પારા બનાવી પુરાણ કરવાની ગતિવીધી પુરજોશમાં ચાલુ હોવાનો આક્ષેપ કર્યો છે. આમ થવાથી કારણે ભારે વરસાદ વેળાએ જાન માલની નુકસાની થવાની ભીતિ વ્યક્ત કરતાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાની માંગ કરી છે. જો 10 દિવસ દસમાં ઉચિત કામગીરી ન કરાય તો ગ્રામજનોને સાથે રાખી કામ અટકાવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mundra - ભરૂડીયામાં થતું નદીનું પુરાણ અટકાવા માંગ
(News in Gujarati from Divya Bhaskar)