કુંદરોડીમાં પવનચક્કીની પરવાનગીથી લોકો ખફા

News - મુન્દ્રા તાલુકાના કુંદરોડી ખાતે વિન્ડફાર્મ બનાવવાના ઉદ્દેશથી પવનચક્કીઓ ઊભી કરવાની ગતિવિધિ કરવામાં આવતાં રોષે...

Divyabhaskar.com Sep 12, 2018, 03:11 AM IST
મુન્દ્રા તાલુકાના કુંદરોડી ખાતે વિન્ડફાર્મ બનાવવાના ઉદ્દેશથી પવનચક્કીઓ ઊભી કરવાની ગતિવિધિ કરવામાં આવતાં રોષે ભરાયેલા ગ્રામજનોએ કાર્યવાહી અટકાવવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું.

આવેદનમાં હાલમાં પવનચક્કી માટે સૂચિત સીમમાં ખાનગી કંપનીને સરકારી જમીન ફાળવવામાં આવતાં તેના સંચાલકો દ્વારા ગામની નદીમાંથી રસ્તો બનાવવાની તજવીજ જારી હોવા બાબતનો ઉલ્લેખ કરી તેના કારણે નદી પરિસરમાં વિહાર કરતાં પક્ષીઓને પડતી તકલીફો પર પ્રકાશ પાડ્યો છે. વિશેષમાં ગામમાં ગૌચર જમીન પણ જરૂરીયાત કરતા ઓછી હોવાની લાગણી પણ દર્શાવી ગામમાં મોટી વસાહત ધરાવતા રાષ્ટ્રીય પક્ષી મોરનું અસ્તિત્વ જોખમમાં હોવાની ભીતિ વ્યક્ત કરાઇ હતી. પવનચક્કીઓ નિર્જન રણ વિસ્તારમાં ઊભી થઇ શકે તે માટે ત્યાં વ્યવસ્થા ગોઠવવા પણ માંગ કરી છે. આ રજૂઆત વેળાએ સામાજીક કાર્યકર સંજય બાપટ, ગામના માજી સરપંચ મોહન દનીચા, ઉપસરપંચ મોહનસિંહ જાડેજા, નરેન્દ્ર સોની, સવાભાઈ કોલી સહિતના અગ્રણીઓ ઉપરાંત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પક્ષીઓને પણ નુકસાનની ભીતિ સાથે ગ્રામજનોનું પ્રાંત અધિકારીને આવેદન

Share
Next Story

પ્લાસ્ટિક-તમાકુ મુક્ત ભારત માટે મુન્દ્રાથી દિલ્હી જાગૃતિયાત્રા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Mundra - કુંદરોડીમાં પવનચક્કીની પરવાનગીથી લોકો ખફા
(News in Gujarati from Divya Bhaskar)