ઇન્કમટેક્સની તપાસમાં 100 કરોડની ગેરરીતિ બહાર આવ્યાનો ઘટસ્ફોટ

News - ગાંધીધામ ખાતે શીપીંગ પેઢીમાં ઈંકમટૅક્સની વીંગ દ્વારા કરાયો હતો દરોડૉ સંલગ્ન કંપની સાથે મળીને ઓપરેન્ડીથી...

Divyabhaskar.com Sep 12, 2018, 02:26 AM IST
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગત મહિને ગાંધીધામમાં આવેલી શીપીંગ પેઢીમાં દરોડૉ પાડવામાં આવ્યો હતો. સતત ચાર દિવસ સુધી ચાલેલી આ કાર્યવાહિમાં અંદાજીત 100 કરોડના વ્યવહારોની ગેરરીતી બહાર આવી હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ. હજી આ પ્રકરણમાં તપાસ ચાલુ છે અને સબંધીત ડાયરેક્ટરોના નિવેદનો લઈ સબંધીત પેઢીના દસ્તાવેજોની તપાસ પણ કરવામાં આવી રહિ હોવાનું જાણવા મળે છે.

ગત મહિને ગાંધીધામના ઓસ્લો વિસ્તારમાં આવેલી સ્વિસ સિંગાપોર ઈન્ડીયા પ્રાઈવેટ લિમિટૅડ પર રાજકોટ આયુક્ત દ્વારા દરોડૉ પાડીને તપાસ આદરાઈ હતી. જે લગાતાર ચાર દિવસ સુધી દિવસ, રાત ચાલી હતી. જેના અંતે દસ્તાવેજો જપ્ત કરીને પેઢી સાથે સંકળાયેલી અન્ય કંપનીની તપાસ પણ હાલમાં ચાલી રહ્યાનું જાણવા મળ્યુ હતુ.

દરમ્યાન રાજકોટના સુત્રોએ જણાવ્યુ હતુ કે આ તપાસમાં અંદાજે 100 કરોડના વ્યવહારોની ગેરરીતી વિભાગે પકડી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર દસ્તાવેજોમાં સંલગ્ન કંપની સાથે કરેલા વ્યવહારોમાં ઈનવોઈસ વધારે કિંમતના બનાવીને આંતરીક રીતેજ રુપીયાને મની લોન્ડરીંગ અનુસાર, બેંક ચેનલ સીવાયના પ્રવાહિત કરાતો હતો. આ અંગે રાજકોટના સુત્રોએ તપાસ ચાલુ હોવાથી વધુ કાંઈ કહેવાથી ઈન્કાર કર્યો હતો.

ગાંધીધામની આ પેઢી પર આવક વેરા વિભાગની કાર્યવાહીની અસર શહેરની અન્ય અનેક પેઢીઓ પર પણ પડી હતી. આવકવેરાના અધિકારીઓએ આ કંપની સાથે સંકળાયેલા અન્યોના વ્યવહારો ચકાસવા ત્યાં પણ ધામા નાખ્યા હતા. જેને લીધે આવકવેરાની કોઇ સીધી રેડ ન હોવા છતાં સ્વિસ સિંગાપોર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે મોટી રકમનો લેણદેણનો વ્યવહાર હોવાને કારણે આવી અનેક કંપનીઓ ઇન્કમટેક્સની નજરમાં પણ આવી ગઇ હતી. જેને લીધે ભવિષ્યમાં આવી કંપનીઓ પર પણ આવકવેરા ખાતાની રેડ પડશે તો નવાઇ નહીં લાગે.

Share
Next Story

મેઘપરમાં શ્રાવણ માસની પૂર્ણાહૂતિએ વૃક્ષારોપણ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gandhidham - ઇન્કમટેક્સની તપાસમાં 100 કરોડની ગેરરીતિ બહાર આવ્યાનો ઘટસ્ફોટ
(News in Gujarati from Divya Bhaskar)