Loading...

ઉપાય | જમીનને લગતા પડતર પ્રશ્નો ઉકેલવા ચેમ્બરનું આયોજન

ગાંધીધામ | ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સાનિધ્યમાં કંડલા- ગાંધીધામ સંકુલની જમીનના વણઉકેલ્યા...

Divya Bhaskar Sep 12, 2018, 02:26 AM
ગાંધીધામ | ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સાનિધ્યમાં કંડલા- ગાંધીધામ સંકુલની જમીનના વણઉકેલ્યા પડતર પ્રશ્નોને તેના નિરાકરણ તરફ લઇ જવા વિચાર વિમર્સ કરવા માટે ગત બેઠકના અનુસંધાનમાં પુન: બેઠકનું આયોજન કરાયું છે. સંકુલની તમામ સામાજિક સંસ્થાઓ અને વેપારી એસોસિએશનોના પ્રતિનિધિઓ, પ્રતિષ્ઠીત નાગરીકોએ તા.12ના સાંજે ચેમ્બર ભવનના હોલમાં હાજરી આપવી. આ બેઠકમાં સંસદ સભ્ય વિનોદભાઇ ચાવડા અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી હાજરી આપી વણ ઉકેલ્યા આ પડતર પ્રશ્નો સંદર્ભે માર્ગદર્શન પુરૂં પાડશે. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં ફ્રી હોલ્ડના મુદ્દે ઘણા સમયથી રજૂઆતો સ્થાનીકથી કેન્દ્ર કક્ષાએ કરવામાં આવી છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gandhidham - ઉપાય | જમીનને લગતા પડતર પ્રશ્નો ઉકેલવા ચેમ્બરનું આયોજન
(News in Gujarati from Divya Bhaskar)