Loading...

સંકુલમાં ગણપતિ મહોત્સવના આયોજન માટે 24 અરજી આવી

News - સોસાયટી, જાહેર રોડ પર મંડપ નાખવાની શરૂ થયેલી કવાયત મામલતદાર કચેરીમાં મંજુરી મેળવવા ઘસારો : પાલિકા જમીનનું...

Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 02:26 AM
ગાંધીધામ- આદિપુર સંકુલમાં ગણપતિ મહોત્સવ ઉજવવા માટે ઠેર ઠેર આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે કેટલાક વિસ્તારોમાં સોસાયટી, શેરીઓ અને જાહેર સ્થળ પર મંડપ નાખીને શ્રીજીની આરાધના કરવા માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. મંડળ કે વ્યક્તિગત રીતે આ અંગે અરજી કરીને મામલતદાર કચેરીમાંથી મંજુરી મેળવવા માટે હાલ ઘસારો શરૂ થઇ ગયો છે. અત્યાર સુધી 24 જેટલી અરજી આવી છે. નગરપાલિકા દ્વારા મામલતદારમાંથી આવેલી મંજુરીના આધારે 3, 5 કે 7 દિવસ સુધી જમીનનું ભાડું વસૂલીને મંજુરી આપવા માટે કટીબદ્ધ બની રહી છે.

સંકુલમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. માટીના ગણપતિનો ક્રેઝ પણ ધીરે ધીરે શરૂ થઇ ગયો છે. પીઓપીથી મૂર્તિથી પર્યાવરણને નુકશાન થતું હોવાના કારણે માટીના ગણપતિ તરફ લોકો વળી રહ્યા છે. વ્યક્તિગત રીતે અથવા તો સોસાયટી કે મંડળો દ્વારા દર વર્ષે શ્રીજી મહોત્સવનું આયોજન કરાય છે તે રીતે આ વર્ષે પણ દુંદાળા દેવની આરાધના માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. મામલતદાર કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં જે જે વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ માટે મંજુરી માંગવામાં આવી છે તેમાં મંગળવાર સુધી 24 જેટલી અરજીઓ આવી છે. આ અરજીઓ જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી આપીને ત્યાંથી એનઓસી આપ્યા પછી લીલીઝંડી આપવામાં આવશે. દરમિયાન બીજી બાજુ પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ મામલતદાર કચેરીમાંથી મંજુર થઇને આવેલી અરજી પર ધ્યાન આપીને જે તે વિસ્તારમાં જરૂરીયાત મુજબ જગ્યા ભાડે આપવા માટેની તજવીજ પણ શરૂ થઇ છે. પાલિકા દ્વારા ઝંડાચોક સહિતના વિસ્તારમાં અંદાજે 150 રૂપિયાથી લઇને 300 રૂપિયા જેટલું ભાડું ઉઘરાવવામાં આવે છે.

મહોત્સવ અંતર્ગત તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી

ભાસ્કર ન્યૂઝ.ગાંધીધામ

મંજુરી મેળવવાનું ટળાતું હોય છે

જાણકાર વર્તુળોના દાવા મુજબ કેટલાક અપવાદરૂપ કિસ્સાને બાદ કરતાં મંડળો દ્વારા મંજુરી મેળવવાની કામગીરી કરવામાં આવતી નથી. મંજુરી લીધા વગર જ તંબુ તાણીને વિઘ્નહર્તાની આરાધના માટે પંડાલ નાખવામાં આવતો હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આવા મંજુરી વગરના સ્થળે વિવાદ થાય ત્યારે પ્રશ્ન ઉભા થતા હોય છે.

ભાસ્કર ન્યૂઝ.ગાંધીધામ

ગાંધીધામ- આદિપુર સંકુલમાં ગણપતિ મહોત્સવ ઉજવવા માટે ઠેર ઠેર આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પરંપરાગત રીતે કેટલાક વિસ્તારોમાં સોસાયટી, શેરીઓ અને જાહેર સ્થળ પર મંડપ નાખીને શ્રીજીની આરાધના કરવા માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. મંડળ કે વ્યક્તિગત રીતે આ અંગે અરજી કરીને મામલતદાર કચેરીમાંથી મંજુરી મેળવવા માટે હાલ ઘસારો શરૂ થઇ ગયો છે. અત્યાર સુધી 24 જેટલી અરજી આવી છે. નગરપાલિકા દ્વારા મામલતદારમાંથી આવેલી મંજુરીના આધારે 3, 5 કે 7 દિવસ સુધી જમીનનું ભાડું વસૂલીને મંજુરી આપવા માટે કટીબદ્ધ બની રહી છે.

સંકુલમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. માટીના ગણપતિનો ક્રેઝ પણ ધીરે ધીરે શરૂ થઇ ગયો છે. પીઓપીથી મૂર્તિથી પર્યાવરણને નુકશાન થતું હોવાના કારણે માટીના ગણપતિ તરફ લોકો વળી રહ્યા છે. વ્યક્તિગત રીતે અથવા તો સોસાયટી કે મંડળો દ્વારા દર વર્ષે શ્રીજી મહોત્સવનું આયોજન કરાય છે તે રીતે આ વર્ષે પણ દુંદાળા દેવની આરાધના માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. મામલતદાર કચેરીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં જે જે વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ માટે મંજુરી માંગવામાં આવી છે તેમાં મંગળવાર સુધી 24 જેટલી અરજીઓ આવી છે. આ અરજીઓ જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી આપીને ત્યાંથી એનઓસી આપ્યા પછી લીલીઝંડી આપવામાં આવશે. દરમિયાન બીજી બાજુ પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ મામલતદાર કચેરીમાંથી મંજુર થઇને આવેલી અરજી પર ધ્યાન આપીને જે તે વિસ્તારમાં જરૂરીયાત મુજબ જગ્યા ભાડે આપવા માટેની તજવીજ પણ શરૂ થઇ છે. પાલિકા દ્વારા ઝંડાચોક સહિતના વિસ્તારમાં અંદાજે 150 રૂપિયાથી લઇને 300 રૂપિયા જેટલું ભાડું ઉઘરાવવામાં આવે છે.

સંકુલમાં ઠેર ઠેર શ્રીજીના આતિથ્ય માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મંડળ કે સોસાયટી દ્વારા કરવામાં આવતા આ આયોજનને અનુસંધાને આખરી ઓપ આપવાની દિશામાં પણ હાલ કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. શહેરના લીલાશાહ વિસ્તારના સર્કલમાં વર્ષોથી થતા આયોજન અંતર્ગત થઇ રહેલી તૈયારી દ્રશ્યમાન થાય છે.

Recommended

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gandhidham - સંકુલમાં ગણપતિ મહોત્સવના આયોજન માટે 24 અરજી આવી
(News in Gujarati from Divya Bhaskar)