Loading...

યુવાને બિલ્ડીંગ પરથી છલાંગ લગાવતાં ઇજા

ગાંધીધામના ગણૅશનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઇ કારણોસર બિલ્ડીંગ ઉપરથી છલાંગ લગાવતા તે પીઠ, પગ સહિતના ભાગે ઈજા...

Divya Bhaskar Sep 12, 2018, 02:25 AM
ગાંધીધામના ગણૅશનગર વિસ્તારમાં રહેતા યુવાને કોઇ કારણોસર બિલ્ડીંગ ઉપરથી છલાંગ લગાવતા તે પીઠ, પગ સહિતના ભાગે ઈજા પહોંચી હતી.

ભુજ જી.કે. હોસ્પીટલના સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામના ગણૅશનગર વિસ્તારમાં આવેલા વાવાઝોડા કેમ્પમાં રહેતા મનોજ દામજીભાઈ કન્નડ (ઉ.વ.24)એ કોઇ સેક્ટર 7 વિસ્તારમાં આવેલી સરગમ બિલ્ડીંગ પરથી પોતે છલાંગ લગાવતા તેને પગ, પીઠ અને હાથના ભાગે ઈજા પહોંચી હતિ. જેને પ્રથમ રામબાગ હોસ્પીટલ અને ત્યારબાદ ભુજ્ની જી.કે. જનરલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં છેલ્લા કેટલાક સમયથી માનવી દ્વારા આ‌વી રીતે પગલા ભરાય છે તે ચિંતાજનક છે.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gandhidham - યુવાને બિલ્ડીંગ પરથી છલાંગ લગાવતાં ઇજા
(News in Gujarati from Divya Bhaskar)