કેન્યાના આંગણે કચ્છ જિલ્લાના ખેલાડીઓને ક્રિકેટ રમવા માટે તક

News - ગાંધીધામમાં પસંદગી અર્થે આવેલા અગ્રણીઓએ માહિતી આપી ડીસેમ્બરની 13 થી 19 સુધી યોજાનારી સ્પર્ધામાં 50 ટીમો ભાગ...

Divyabhaskar.com Sep 12, 2018, 02:25 AM IST

કેન્યામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવનાર છે. ડીસેમ્બરમાં તા. 13 થી 19 સુધી યોજાનારી આ સ્પર્ધામાં 50 આમંત્રીત ટીમો ભાગ લઇ શકશે. તેની પસંદગી માટે નક્કી કરવામાં આવેલી ટીમને ગાંધીધામમાં આવીને મીડીયા સાથે વાતચીત કરી હતી. કચ્છના ખેલાડીઓને કેન્યામાં રમવા મળશે તેવી લાગણી વ્યકત કરી વિવિધ પ્રકારની માહીતી રજુ કરી હતી.

પાંચ વિશ્વકપ રમી ચુકેલા અને મોમ્બાસા ક્રિકેટ એસોસીએશનના વરીષ્ઠ સભ્ય થોમસ ઓડીયો એ માહીતી આપી હતી. કચ્છ ડીસ્ટ્રીકટ રૂરલ ક્રિકેટ એસોસીએશન સાથે બેઠક યોજ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે ભારતમાં ક્રિકેટનું માળખું વિકસ્યું છે. તમામ સ્તરે કોચ મળી રહે છે. અહીં ખેલાડીઓને વિકાસની ભરપુર તક મળે છે. મોમ્બાસા ક્રિકેટ એસોસીએશનના ડાયરેક્ટર મનોજભાઇ પટેલએ અહીં આવવાનો હેતુ જણાવી ઇન્ટરનેશનલ કક્ષાની ટુર્નામેન્ટમાં 50 ટીમો ભાગ લઇ શકશે તેવી માહીતી આપી હતી. ટુર્નામેન્ટમાં ખેલાડીનું સારૂ પ્રદર્શન રહેશે તો તેને કેન્યામાં ક્રિકેટ રમવાનો કોન્ટ્રાક્ટ પણ મળશે, ત્યાં આવવા જવાનો કુલ ખર્ચ વ્યક્તિગત રીતે 75 હજારનો થશે જે સ્પોન્સરએ ભોગવવાનો રહેશે તેવી માહીતી આપવામાં આવી હતી.મોમ્બાસા ક્રિકેટ એસોસીએશનના સભ્યોને બાળ ખેલાડીઓએ મળીને ઓટોગ્રાફ લીધા હતા. ડીસ્ટ્રીકલ રૂરલ ક્રિકેટ એસોસીએશનના અધ્યક્ષ ચંદ્રશેખર અયાચીએ આ સમિતિને આવકારી જણાવ્યું હતું કે ભારતીય અને ખાસ તો કચ્છના ખેલાડીઓને કેન્યામાં રમવા મળશે. પસંદગીકારો સત્યપાલ યાદવ, રમણભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, કેન્યાના અન્ડર 19 ટીમના કોચ જીમ્મી કભાન્ડે વગેરે સાથે રહ્યા હતા. રવિન્દ્ર આચાર્ય, શરદ શેટ્ટી, સંજય ગાંધી, રામકરણ તિવારી વગેરે હાજર રહ્યા હતા.

ઉગતા ખેલાડીઓને પ્લેટફોર્મ અપાય છે

ગાંધીધામ રૂરલ ક્રિકેટ એસોસીએશન દ્વારા ઉગતા ખેલાડીઓને પ્લેટફોર્મ પુરુ પાડવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. રમતવીરો માટે ક્રિકેટનું સારુ મેદાન અને અન્ય સુવીધાઓ આપવા માટે પણ પગલા ભરવામાં આવી રહ્યા છે. વખતો વખત તાલીમ શીબીરોનું પણ આયોજન કરીને તજજ્ઞ કોચ દ્વારા માર્ગદર્શન પુરુ પાડવાનો અભિગમ દાખવવામાં આવે છે.

Share
Next Story

ABVPની જિલ્લાકક્ષાની બેઠકમાં સંગઠનની ચર્ચા થઇ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gandhidham - કેન્યાના આંગણે કચ્છ જિલ્લાના ખેલાડીઓને ક્રિકેટ રમવા માટે તક
(News in Gujarati from Divya Bhaskar)