Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 02:15 AM
ભુજ : માંડવીના ત્રગડી ગામે નોડે સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી. ગત મહિને શરૂ થયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટની પ્રથમ સેમી ફાઇનલ ત્રગડી 11 અને નાગોર બી 11 વચ્ચે રમાઇ હતી. જેમાં નાગોર બી 11 વિજય થઇ હતી. બીજી સેમીફાઇનલ મીરજાપર 11 અને નાગોર એ-11 વચ્ચે રમાતા નાગોર બી વિજય થઇ હતી. ફાઇનલમાં નાગોર એ અને નાગોર બી વચ્ચે રમાઇ હતી. જેમાં નાગોર બી 70 રન બનાવ્યા હતા જેની સામે નાગોર એ વિજય થઇ હતી. આ પ્રસંગે અનવર નોડે, અભુભખર નોડે, ઓસમાણભાઇ લંઘા, મુસ્તાક નોડે, દીનેશ ગોસ્વામી, કલુભા જાડેજા, સંગ્રામસિંહ જાડેજા, જામ ઇસ્માઇલ, જુસબશા બાવા, અલીમામદ રહેમતુલ્લા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.