Loading...

પાણીચોરોના પાપે કચ્છ તરસ્યું: દર 20 મિટરના અંતરે 1 પમ્પ લગાવી થઇ રહી છે બિન્દાસ્ત પાણી ચોરી

ખુલ્લેઆમ ચોરી કરવાનો પરવાનો મળ્યો હોય તેમ તંત્રને આ પાણીચોરો ગાંઠતા પણ નથી

Divyabhaskar.com | Updated -Sep 12, 2018, 09:57 AM

ભુજ: ચાલુ સાલે મેઘરાજાએ રૂસણા લેતાં અછતની કચ્છમાં સ્થિતી સર્જાઇ છે. કચછ ઉપરાંત રાજયના અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. દુકાળમાં અધિક માસની જેમ નર્મદા ના ઢાંકી પમ્પીંગ સ્ટેશનમાં મેઇન્ટેનન્સના કામના કચ્છને મળતા નર્મદા નીર પર કાપ મુકાયો છે. તેવામાં કચ્છને જયાંથી નર્મદા નીર મળે છે એ કેનાલ પર બેફામપણે પાણીચોરી થઇ રહી છે. પાણીચોરોના પાપે જ કચ્છને તરસ્યા રહેવાનો વારો આવ્યો હોય તેમ 135 કિ.મીની કેનાલમાં 5000થી વધુ પમ્પ લગાવી પાણીચોરો તંત્રના નાક નીચે પાણીચોરીનો આ ખેલ ખેલી રહ્યાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. 


સુત્રોએ આપેલી માહિતી અનુસાર દાદાગીરીપૂર્વક પાણીચોરી કરતા તત્વો એટલા તો બેફામ બની ગયા છે કે માળિયાની મુખ્ય કેનાલ સુધી પુરતું પાણી પહોંચવા જ દેતા જ નથી. ઢાંકીથી લઇ માળિયાની કેનાલ સુધીની 135 કિ.મીની પથરાયેલી લાઇનમાં દર 20 મિટરના અંતરે સબમર્શીબલ પમ્પ, મોટર સહિતની મશીનરીઓ લગાવી પાણીચોરી કરતા તત્વોએ તો નાની તલાવડીઓ પણ ભરી દીધી છે. 


પાણીચોરી કરવા માટેનો પરવાનો જ મેળવી લીધો હોય તેમ અધધધ ગણી શકાય તેટલા 5000થી વધુ પમ્પ લગાવી પાણીચોરી કરી રહેલા અા તત્વો સરદાર સરોવર નિગમ અને અહી પેટ્રોલીંગ માટે તૈનાત એસઆરપીના જવાનોને પણ ગાંઠા નથી. જો આવા પમ્પ દુર કરવા જાય તો ધાકધમકી અને દાદાગીરીનોજ તંત્રને સામનો કરવો પડતો હોવાથી તેઓ કામગીરી કરવાનું શીફતપૂર્વક કે ઇરાદાપૂર્વક ટાળી રહ્યા છે. 


માયકાંગલી નેતાગીરીના પાપની સજા કચ્છની જનતા ભોગવી રહી છે 
પાણીચોરીના કારણે જ કચ્છને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. આ વર્ષે નહિ છેલ્લા કેટલાય સમયથી પાણીચોરીનું આ દુષણ બેરોકટોક ચાલુ છે. સ્થિતી આટલી હદે વકરી ગઇ હોવા છતાં કચ્છના ચુંટાયેલા તમામ જનપ્રતિનીધી એ પછી સતાધારી ભાજપના હોય કે પછી કોંગ્રેસના. પાણીચોરીના આ તમાશાને મુંગામોઢે નિહાળી રહ્યા છે. સ્વપ્રસિધ્ધી માટે રચ્યા પચ્યા રહેતા લોક પ્રતિનિધીઓએ આ મુદે સરકારનું ધ્યાન દોરવાની તસ્દી આજ દિવસ સુધી લીધી નથી. 


2500 એમએલડી પાણી છોડાયું પણ 400 એમએલડી માંડ મળશે 
પાણીની તંગી જોતાં માળિયા કેનાલમાં ઉપરથી 2500 એમએલડી પાણી છોડવામાં આવ્યું છે. પણ પાણીચોરીના કારણે માળિયાની મુખ્ય કેનાલમાં 400 એમઅેલડી પાણી માંડ પ્રાપ્ત થઇ શકસે. આ પાણી જળસંકટની સ્થિતીને હળવી બનાવવા માટે અપુરતું છે.
 

મંગળવારથી જ સ્થિતી વણસવાની શરૂ 
મંગળવારથી કચ્છને મળતા પાણીના જથ્થા પર કાપ મુકી દેવાયો છે. તો માળિયા અને કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાણી ન હોતાં કચ્છને ટપ્પર ડેમ ઉપરાંત લોકલ સોર્સ પર અાધારીત રહેવું પડતાં પાણીકાપના પ્રથમ દિવસથીજ સ્થિતી વણસવાની શરૂઆત થઇ ગઇ હતી.

 

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો 

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Thief Of Water In Kutch, Every 20 Minutes WIth One Pump & Without Scary
(News in Gujarati from Divya Bhaskar)