Loading...

શો-રૂમના માલિકે બાથ ભીડીને મહિલાને ચૂંબન કર્યું અને કહ્યું,- ‘મારી બર્થ-ડે ગિફ્ટ આપ’

પરીવારજનોએ આપેલી હિંમત બાદ ગભરાયેલી મહિલાએ શો-રૂમના માલિક વિરૂદ્ધ ફરિયાગ નોંધાવી

પ્રતિકાત્મક તસવીર
Divyabhaskar.com | Updated -Sep 10, 2018, 03:43 PM

ગાંધીધામ: ગાંધીધામમાં આવેલા પરંપરાગત કચ્છી વસ્ત્રોના શો-રૂમ કચ્છ કલાના માલિકે મહિલાની છેડતી કરી હોવાની ઘટના બહાર આવતાં ચકચાર મચી હતી. પીડીત મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર શો-રૂમમાં જ તે પોતાના કાર્યોમાં જોતરાયેલી હતી ત્યારે અન્ય કર્મી થકી માલિકે તેને બોલાવીને આલીંગન કરી લઇ ચૂંબન કરીને જન્મ દિવસની ભેટની માગણી કરી લીધી હતી. ઘટનાથી હતપ્રત થયેલી મહિલાએ પોતાની જાતને છોડાવીને ભાગી છૂટી હતી. ત્યાર બાદ પરીવારજનોને વાત કરતા તેમને હિંમત આપીને પોલીસ ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું. જે અંગે એ ડીવીઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ થતાં બાબત પ્રકાશમાં આવી હતી. 


શેઠે બાથ ભીડી ચુંબન કર્યું અને કહ્યું : 'મારી બર્થ ડે ગિફ્ટ આપ' 
ગાંધીધામ ખાતે જ રહેતી 32 વર્ષીય મહિલાએ એ-ડિવિઝન પોલીસ મથકમાં નો઼ધાવેલી ફરીયાદને ટાંકી પીએસઓ શમીમ શાહે જણાવ્યું હતું કે, આદિપરુમાં રહેતા 55 વર્ષીય અબ્દુલ રહેમાન ખત્રી ગાંધીધામના મધ્યમાં કચ્છ કલા 786 નામનો શો-રુમ ધરાવે છે અને તેનો ત્રીજી તારીએ બર્થડે હતો જેના અનુસંધાને શો-રૂમમાં કામ કરતા કર્મચારીઓએ કેક કાપી આ બર્થ ડેની ઉજવણી કરી હતી ત્યાર બાદ બપોરે એક થી દોઢ વાગ્યાના આરસામાં ભોગ બનનાર મહીલાને તેની સહકર્મી મહીલાએ શેઠ બોલાવે છે તેમ કહેતાં તે શેઠ અબ્દુલ ખત્રીની ઓફિસમાં ગઇ હતી જ્યાં શેઠે તેને આલિંગનમાં લઇ ચુંબન કર્યું હતું અને બર્થડેની ગીફ્ટ માગી હતી પરંતુ મહિલા પોતાની જાત બચાવી છટકી ગઇ હતી. ઓફિસમાંથી બહાર નીકળી તેને શેઠ પાસે મોકલનાર સહકર્મીને તે મને આટલા માટે જ મોકલી હતી તેવું જણાવી પોતાના ઘરે ચાલી ગઇ હતી. 


ગાંધીધામના શો-રૂમના માલિક વિરૂધ્ધ છેડતીની ફરિયાદ
બીજા દિવસે તે નોકરી પર ન જતાં શેઠે તેને ફોન કરી આગલા દિવસે જે બનાવ બન્યો. તેના માટે માફી માંગી નોકરી પર આવવા જણાવ્યું હતું પરંતુ તે ગઇ ન હતી. આ ફોન પર થયેલી વાતનું ભોગ બનનાર મહિલાએ મોબાઇલમાં રેકોર્ડિંગ પણ કર્યું છે. પહેલાં આ બનાવથી ગભરાઇ ગયેલી મહિલાએ પોલીસમાં ફરીયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ તણે પોતાના પતિને વાત કરતાં તેના પતિએ ફરિયાદ નોંધાવવાની હિંમત આપતાં આજે આ ભોગ બનનાર પરિણીતાએ કચ્છ કલા 786ના શેઠ અબ્દુલભાઇ વિરૂદ્ધ છેડતીની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે દાખલ કરાવી હતી. આ બનાવમાં તપાસ વુમન પીએસઆઇ એચ.વી.ધેડા ચલાવી રહ્યા છે. શો-રૂમના માલીકે જ પોતાને ત્યાં કામ કરતી મહિલા સાથે આ પ્રકારનું વર્તન કર્યું હોવાની ઘટનાથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે. 

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Showroom Honour Hug And Kissed A Women & Said- Give me My Birthday Gift
(News in Gujarati from Divya Bhaskar)