અખંડ સૌભાગ્ય અને મનપસંદ વર પ્રાપ્તિ માટે કેવડા ત્રીજે કરો ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા

શિવ-પાર્વતીનો અભિષેક દૂધમાં કેસર મેળવીનો કરો, પૂરી થઈ શકે છે તમારી દરેક ઈચ્છા

Divyabhaskar.com Sep 11, 2018, 04:23 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ હરતાલિકા(કે્વડા ત્રીજ)નું વ્રત કરવામાં આવે છે.. આ વખતે આ વ્રત 12 સપ્ટેમ્બર, બુધવારના રોજ છે. વિધિ-વિધાનથી હરતાલિકાનું વ્રત કરવાથી કુંવારી કન્યાઓને મનપસંદ વર પ્રાપ્તિ થાય છે તો વિવાહિત સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રતની વિધિ આ પ્રકારે છે-

 

હરતાલિકા ત્રીજ વ્રતની વિધિ-

 

-આ દિવસે મહિલાઓ નિર્જળ(ખાધા-પીધા વગર) રહીને વ્રત કરે છે. આ વ્રતમાં બાલૂરેતથી ભગવાન શંકર અને માતા પાર્વતીની મૂર્તિ બનાવીને પૂજા થાય છે. 

 

-ઘરને સ્વચ્છ કરો. એક પવિત્ર ચોકી પર શુદ્ધ માટીમાં ગંગાજળ મેળવીને શિવલિંગ રિદ્ધિ-સિદ્ધિ સહિત ગણેશ પાર્વતી તથા તેમની સખીની આકૃતિ(મૂર્તિ) બનાવો.

 

-મૂર્તિઓ બનાવતી વખતે ભગવાનનું સ્મરણ કરો. દેવતાઓનું આહ્વાન કરી ષોડશોપચાર પૂજન કરો. વ્રતનું પૂજન આખી રાત ચાલતું રહે છે.

 

-મહિલાઓ જાગરણ કરે છે અને કથા-પૂજનની સાથે કીર્તન કરે છે. દરેક પહોરમાં ભગવાન શિવને બધા પ્રકારની વનસ્પતિઓ જેવા કે બીલીપત્ર, આંબાના પાન, ચંપકના પાન તથા કેવડો અર્પિત કરવામાં આવે છે. આરતી અને સ્ત્રોત દ્વારા આરાધના કરવામાં આવે છે.

 

- દેવી પાર્વતીની પૂજા માટે આ મંત્ર બોલો -ऊं उमायै नम:,ऊं पार्वत्यै नम:,ऊं जगद्धात्र्यै नम:,ऊं जगत्प्रतिष्ठयै नम:,ऊं शांतिरूपिण्यै नम:,ऊं शिवायै नम:

 

-ભગવાન શિવની આરાધના આ મંત્રોથી કરો- ऊ हराय नम:,ऊं महेश्वराय नम:,ऊं शम्भवे नम:,ऊं शूलपाणये नम:,ऊं पिनाकवृषे नम:,ऊं शिवाय नम:,ऊं पशुपतये नम:,ऊं महादेवाय नम:

 

-પૂજા બીજા દિવસે સવારે સમાપ્ત થાય છે, ત્યારે મહિલાઓ પોતાનું વ્રત તોડે છે અને અન્ન ગ્રહણ કરે છે.

આ ઉપાય કરો-

 

હરિતાલિકા ત્રીજના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો અભિષેક દૂધમાં કેસર મેળવીને કરો. તેનાથી પણ પતિ-પત્નીમાં પ્રેમ જળવાઈ રહે છે. જો કુંવારી કન્યાઓ આ ઉપાય કરે તો તેમને મનપસંદ વર પ્રાપ્ત થાય છે.

 

આ છે કેવડા ત્રીજની કથા.

 

-પાર્વતી પોતાના પૂર્વ જન્મમાં રાજા દક્ષની પુત્રી સતી હતી. સતીના રૂપમાં પણ તેઓ ભગવાન શંકરની પ્રિય પત્ની હતી. એકવાર સતીના પિતા દક્ષે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું, પરંતુ તેમાં દ્વેષતાવશ ભગવાન શિવનો આમંત્રિત ન કર્યા.

 

- જ્યારે આ વાત સતીએ જાણી તો તેઓ ભગવાન શંકરને યજ્ઞમાં  આવવાનું કહ્યું, પરંતુ આમંત્રણ વગર ભગવાન શિવે જવાની ના પાડી દીધી. ત્યારે સતી પોતે યજ્ઞમાં ભાગ લેવા ચાલ્યા ગયા.

 

- ત્યાં તેમને પોતાના પતિ શિવનું અપમાન થવાને કારણે તેમને યજ્ઞની અગ્નિમાં પોતાના દેહનો ત્યાગ કરી દીધો. બીજા જન્મમાં સતીનો જન્મ હિમાલય રાજા અને તેમની પત્ની મૈનાના ઘરે થયો. બાલ્યાવસ્થામાં જ પાર્વતી ભગવાન શિવની આરાધના કરવા લાગી અને તેમને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે ઘોર તપ કરવા લાગી.

 

- આ જોઈને તેમના પિતા હિમાલયે ખૂબ જ દુઃખ થયું. હિમાલય પાર્વતીના લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવા માગતા હતા. પરંતુ પાર્વતી ભગવાન શંકર સાથે લગ્ન કરવા માગતી હતી.

 

- પાર્વતીએ આ વાત પોતાની સખીને જણાવી. તે સખી પાર્વતીને એક ગાઢ વનમાં લઈને ગઈ. પાર્વતીએ જંગલમાં માટીનું શિવલિંગ બનાવીને કઠોર તપ કર્યું જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા.

 

- તેમને પ્રગટ થઈને પાર્વતીને વરદાન માંગવાનું કહ્યું. પાર્વતીએ ભગવાન શંકરને પોતાની ધર્મપત્ની બનાવવાનું વરદાન માગ્યું. જેનો ભગવાન શિવે સ્વીકાર કર્યો. આ પ્રકારે માતા પાર્વતીને ભગવાન શંકર પતિના રૂપમાં પ્રાપ્ત થયા.

Share
Next Story

વિઘ્નહર્તા શ્રીગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ શા માટે વર્જિત છે?

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Importance and worship method of Kevda Trij Vrat Hartalika vrat 2018
(News in Gujarati from Divya Bhaskar)