Loading...

જોક્સ: તાળું ખોલવામાં વાંક ન હોવા છતા પતિની વાટ લાગી ગઈ

એક ભાઇને ત્યાં વરસાદમાં રાત્રે ઉપરના રૂમ નું તાળું નહોતું ખુલતું.

Divyabhaskar.com | Updated -Jul 20, 2018, 12:36 PM

એક ભાઇને ત્યાં વરસાદમાં રાત્રે ઉપરના રૂમનું તાળું નહોતું ખુલતું.


એમના પત્ની એ કહ્યું : ચાલો ને જરા સાથે, તાળું નથી ખુલતું.


પતિ સાથે બેટરી લઇને ગયો.

 

પત્ની એ કહ્યું : લો, બેટરી પકડો.

 
પતિ બેટરી પકડીને ઉભો રહ્યો.

 
પત્ની એ દસેક મિનિટ સુધી ટ્રાય કરી, પણ લોક ન ખુલ્યું.


પછી પતિએ જોયું તો પત્ની ઊંધી ચાવી લગાવતી હતી.

 
છતાં એ કાંઈ બોલ્યો નહીં. 
ફક્ત એટલું કીધું કે લાવ, હું ટ્રાય કરૂં.


એણે પત્નીને ટોર્ચ આપી અને એક જ ઝટકે તાળું ખોલી નાખ્યું અને પછી પત્ની સામે જોયું.


એટલે પત્ની એ ગુસ્સાથી એની સામે જોયું અને કહ્યું  : 'જોયું ? આમ બેટરી પકડાય .'

 

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: husband wife joke
(News in Gujarati from Divya Bhaskar)