Loading...

World AIDS Day: આ શહેરમાં મહામારીની જેમ ફેલાયેલો છે HIV/AIDS, આવી હાલતમાં દેખાય છે પીડિત લોકો

World AIDS Day: એઈડ્સના ખરાબ રીતે અસરગ્રસ્ત ટિજુઆના શહેરના ફોટા

Divyabhaskar.com Dec 01, 2018, 02:56 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ આખી દુનિયામાં 1 ડિસેમ્બરને વર્લ્ડ એઈડ્સ-ડે(World AIDS Day) મનાવાય છે. આ પ્રસંગે દુનિયાભરમાં HIV વાયરસથી બચવાની રીતો અને બીમારી વિશે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કરાય છે. એક તરફ જ્યાં આ બીમારી મેડિકલ સાયન્સ માટે પડકાર બનેલી છે. ત્યારે બીજી તરફ દુનિયાના ઘણા ભાગમાં મોટી સંખ્યામાં લોકો તેનાથી પીડિત થઈ રહ્યા છે.

 

તસવીરો વ્યક્ત કરે છે એઈડ્સની ભયાનકતા


- થોડા સમય પહેલા મેક્સિકોના તિજુઆના શહેરની અમુક તસવીરો સામે આવી હતી, જે અહીંયા રહેલા એચઆઈવી પીડિત દર્દીઓની ભયાનક હાલત બતાવી રહી હતી. મેક્સિકોનું આ શહેર ઈન્ડસ્ટ્રિયલ અને ફાયનાન્શિયલ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. ફોટોગ્રાફર મૈકોમ લિંટન અને પત્રકાર જોન કોહેને ઘણા સમય સુધી તિજુઆનામાં રહીને ત્યાં એચઆઈવી પીડિત અને પ્રભાવિત લોકોની તસવીરો કેદ કરી હતી.

 

અમેરિકાથી તિજુઆના મોકલાય છે લોકો


- આ તસવીર 'Tomorrow Is a Long Time' નામના પુસ્તકમાં પબ્લિશ કરાઈ છે. અહેવાલો પ્રમાણે, તિજુઆનાના એચઆઈવી પીડિતોમાં એ લોકોની સંખ્યા ઘણી છે, જેને અમેરિકામાં રહેવા માટે યોગ્ય દસ્તાવેજો ના હોવા કાં તો પછી અપરાધ કર્યા બાદ અમેરિકાથી ડાયરેક્ટ મેક્સિકો ડિપોર્ટ કરી દેવાયા છે.
- આ લોકો પોતાને બહુ ખરાબ હાલતમાં સ્વીકારે છે. આવા લોકો પાસે ઘર નથી હોતું, આ ડ્રગ લેવા લાગે છે અને સેક્સ વર્કમાં પણ ધકેલી દેવાય છે. અહીંયા ઘણા લોકો એવા પણ છે જેનો પહેલા તિજુઆના સાથે કોઈ સંબંધ નહોતો રહ્યો અને તેમણે ઘણો સમય અમેરિકામાં પસાર કર્યો છે.

 

ત્રણ ગણા વધારે છે એચઆઈવી પીડિત


- તિજુઆનાની આઝાદી અંદાજે 16 લાખ છે. આખા મેક્સિકોના એચઆઈવી પીડિતોની સરેરાશ સંખ્યા પ્રમાણે તિજુઆનામાં એચઆઈવી પીડિતોની સંખ્યા ત્રણ ગણી છે. અમુક સર્વે પ્રમાણે, કુલ એચઆઈવી પીડિતોમાં માત્ર 11 ટકા લોકો જ એચઆઈવીની સારવાર માટે ખર્ચો ઉપાડી શકે એવા છે. ઘણા અહેવાલોમાં તિજુઆનામાં એચઆઈવીને મહામારી જણાવાઈ છે.

 

આ પણ વાંચો - 4G નેટવર્ક હોવા છતાં પણ નથી મળી રહી સ્પીડ તો ફટાફટ તમારા સ્માર્ટફોનમાં કરી લો આ સેટિંગ

Share
Next Story

સામાન્ય સર્જરી માટે હોસ્પિટલ પહોંચી મહિલા, ઓપરેશન થિયેટરમાં 8 કલાક ચાલતી રહી સર્જરી, પછી તે દિવસે ડિસ્ચાર્જ પણ કરી દીધી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: World AIDS Day in this city hiv aids spread like a pandemic
(News in Gujarati from Divya Bhaskar)