સામાન્ય સર્જરી માટે હોસ્પિટલ પહોંચી મહિલા, ઓપરેશન થિયેટરમાં 8 કલાક ચાલતી રહી સર્જરી, પછી તે દિવસે ડિસ્ચાર્જ પણ કરી દીધી

જ્યારે ઘરે પહોંચી હોશમાં આવી મહિલા ત્યારે થયો અહેસાસ, સર્જરી દરમિયાન થઇ રેપનો શિકાર

Divyabhaskar.com Nov 27, 2018, 02:43 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં એક મહિલાએ સર્જરી દરમિયાન રેપનો શિકાર બની હોવાનો આરોપ લગાવ્યો છે. 35 વર્ષની મહિલા પાઇલ્સના સામાન્ય ઓપરેશન માટે લાહોરના સર્વિસ હોસ્પિટલમાં શુક્રવારે એડમિટ થઇ હતી અને 8 કલાક ચાલેલાં ઓપરેશન બાદ તેને સાંજે ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવી હતી. પરંતુ સર્જરી બાદ જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે ભયાનક દુખાવામાં હતી અને યૂરિનરીમાંથી બ્લીડિંગ પણ થઇ રહ્યું હતું. ત્યારે તેને પોતાની સાથે થયેલાં દુષ્કર્મ વિશે જાણ થઇ. ટેસ્ટમાં પણ આ બાબત કંફર્મ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેણે આ મામલે પોલીસમાં રિપોર્ટ નોંધાવ્યો હતો.

 

સર્જરી દરમિયાન મહિલા સાથે દુષ્કર્મઃ-
- મહિલાએ જણાવ્યું કે, તેને 24 નવેમ્બરના રોજ હોસ્પિટલમાં સર્જરી માટે એડમિટ કરવામાં આવી હતી. એનેસ્થેસિયા આપીને સર્જરી માટે લગભગ 8 કલાક તે ઓપરેશન થિયેટરમાં બંધ રહી.
- ત્યાર બાદ તે દિવસે સાંજે તેને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવી હતી. ઘરે પહોંચ્યા બાદ જ્યારે એનેસ્થેસિયાની અસર ઓછી થઇ અને થોડો હોશ આવ્યો ત્યારે તેને સંપૂર્ણ મામલો સમજાઇ ગયો.
- તેણે જણાવ્યું કે, એનેસ્થેસિયાની અસર ઓછી થતાં જ ભયાનક દુખાવો થવા લાગ્યો અને યૂરિનમાંથી ભયાનક બ્લીડિંગ થવા લાગ્યું હતું. ત્યારે તેને અહેસાસ થયો કે, ઓપરેશન દરમિયાન તેનો રેપ કરવામાં આવ્યો છે.
- મહિલા પ્રમાણે, રાતે દુખાવો જ્યારે વધી ગયો ત્યારે તેની બહેન તેને લઇને શેખ જાએદ હોસ્પિટલ પહોંચી, જ્યાં મેડિકલ ટેસ્ટમાં રેપની વાત કંફર્મ થઇ ગઇ હતી.
- ત્યાર બાદ મહિલાએ લાહોરના એક પોલીસ સ્ટેશનમાં સાક્ષીએ સ્ટેટમેન્ટની સાથે હોસ્પિટલ વિરૂદ્ધ રિપોર્ટ નોંધાવી અને સંપૂર્ણ મામલો જણાવ્યો હતો.

 

ઇન્ક્વાયરી કમિટી તપાસ કરશેઃ-
- પંજાબની હેલ્થ મિનિસ્ટર ડો. યાસ્મિન રાશિદે કહ્યું કે, સર્જરી દરમિયાન દુષ્કર્મનો મામલો ખૂબ જ ગંભીર છે. તેની તપાસ માટે ત્રણ લોકોની ઇન્ક્વાયરી કમિટી બનાવવામાં આવી છે. મહિલાનો ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચોઃ- 23 વર્ષના યુવકે 91 વર્ષની મહિલા સાથે કર્યાં લગ્ન, હનીમૂન દરમિયાન બેડ પર બની એક વિચિત્ર ઘટના

Share
Next Story

એકબીજા સાથે લડવાના છે દુનિયાના બે સૌથી શક્તિશાળી માણસ, એકનું શરૂર Hulk જેવું, ફરવા માટે બનાવ્યો છે ટ્રક

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Woman assault while undergoing surgery at Lahore Hospital
(News in Gujarati from Divya Bhaskar)