આ દેશની સરકાર વિવાહિત કપલને કરી રહી છે અનોખી અપીલ, કહ્યું- 'બાળકો પેદા કરવામાં મોડું કરશો નહીં'

'ચાલો બાળકોની કિલકારી સાંભળીએ', બાળકો પેદા કરવા માટે સરકારનું નવું શ્લોગન

Divyabhaskar.com Dec 18, 2018, 11:14 AM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ આપણાં દેશમાં ભલે વધતી જનસંખ્યાને રોકવા માટે સરકાર અપીલ કરતી હોય, પરંતુ દુનિયામાં એક દેશ એવો પણ છે જ્યાં સરકાર પોતાના નાગરિકોને બને તેટલું જલ્દી બાળક પેદા કરવાની અપીલ કરી રહી છે. જેના લીધે દેશની વસ્તી વધી શકે. આ અનોખી અપીલ સર્બિયાએ પોતાના નાગરિકોને કરી છે. સર્બિયાએ પોતાના નાગરિકોને કહ્યું કે, તેઓ બાળકો પેદા કરવામાં કોઇપણ પ્રકારનું મોડું કરે નહીં. 

 

સતત ઘટી રહી છે સર્બિયાની આબાદીઃ-
સર્બિયાની સરકાર અહીંની આબાદીને લઇને ખૂબ જ ચિંતિત છે. અહીંના તમામ લોકો પહેલાં જ પલાયન(નાસી જવું એ) કરી ચૂક્યા છે અને આ સિલસિલો હજી શરૂ જ છે. એવામાં સરકારનું કહેવું છે કે, દેશના કપલ જલ્દીમાં જલ્દી બાળકો પેદા કરી લે જેથી દેશની ઘટતી આબાદીને રોકી શકાય. સરકારે દંપતીઓને અપીલ કરી છે કે, 'બાળક પેદા કરો, મોડું ના કરો'. જેની માટે સર્બિયાએ પોતાના દેશેના યુવા દંપતિઓને અપીલ કરી છે. નોંધનીય છે કે, બાળકોની ઓછી આબાદીની સમસ્યાને દૂર કરવા માટે સર્બિયામાં આ વિષયે એક અન્ય સુત્રચાર પણ કરવામાં આવી રહ્યાં છે.

 

બાળકો પેદા કરવા માટે સરકારનું નવું સુત્રોચારઃ-
બાળક પેદા કરવા માટે સરકારનું સુત્રોચાર છે કે, 'ચાલો બાળકોની કિલકારી સાંભળીએ'. બીજી બાજુ, દેશની મહિલાઓનું કહવું છે કે, તેમને દેશની આબાદી વધારવા માટે સારો સહયોગ જોઇએ છીએ. માત્ર પ્રેરણાદાયક શબ્દ નહીં. નોંધનીય છે કે, સર્બિયામાં ઘણાં લોકો દેશ છોડીને જઇ રહ્યા છે અને તેની સાથે જન્મ દર પણ ઝડપથી ઘટી રહ્યો છે. દેશમાં સરેરાશે બે પરિવારમાં ત્રણ બાળકો છે જે યૂરોપમાં સૌથી ઓછો આંકડો છે. જેથી સર્બિયાની આબાદી ઘટીને 70 લાખ પહોંચી ગઇ છે. સંયુક્ત રાષ્ટ્રનું અનુમાન છે કે, 2050 સુધી સર્બિયાની આબાદી હજી 15 ટકા સુધી ઘટી શકે છે.

 

વધારે બાળકો પેદા કરવા માટે નવા કાનૂન પાસ કરવામાં આવ્યાંઃ-
નોંધનીય છે કે, ઓછા બાળકો પેદા કરવાની પ્રવૃતિને દૂર કરવા માટે સર્બિયા અધિકારીઓએ અનેક પ્રસ્તાવ આપ્યાં છે. તેમાં જૂનમાં ઘોષિત એક યોજના પણ સામેલ છે. યોજના પ્રમાણે તે વિસ્તારમાં ઓછા ફ્લોરવાળા મકાન બનશે. જ્યાં બાળકોની સંખ્યા ઓછી છે. ત્યાં જ રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર વુકિકે કહ્યું કે, આ એક અભ્યાસ પર આધારિત છે. જેમાં જાણવા મળ્યું કે, બે થી ચાર ફ્લોરવાળા ઘરમાં રહેનાર દંપતીઓમાં બાળકો પેદ કરવાનો દર બેગણો વધારે છે. આ સિવાય મહિલાઓને વધારે બાળકો પેદા કરવા માટે પ્રેરિત કરવા નવા માતૃત્વ દેખરેખ કાનૂન પાસ કરવામાં આવ્યાં છે.

 

આ પણ વાંચોઃ- નાક સાફ કરવા મહિલાએ નળના પાણીનો કર્યો ઉપયોગ, થોડાં દિવસોમાં જ થયું મૃત્યુ, 

Share
Next Story

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઑફ ધ યર કોમ્પિટિશન માટે નોમિનેટ થયેલી અદભુત તસવીરો, 95 દેશમાંથી આવી 45,000 એન્ટ્રી

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Serbia Appeal To Couples Do Not Delay For Child Birth
(News in Gujarati from Divya Bhaskar)