પુસ્તકમાં દાવો: ટ્રમ્પ સાથે કેમ્પ ડેવિડમાં ડિનર કરવા માંગતા હતા PM મોદી, પણ...

અમેરિકન પત્રકાર લેખક બોબ વુડવાર્ડે પોતાના નવા પુસ્તકમાં કર્યો છે કથિત દાવો

Divyabhaskar.com Sep 12, 2018, 05:40 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક: પ્રખ્યાત અમેરિકન પત્રકાર લેખક બોબ વુડવાર્ડે પોતાની નવી પુસ્તકમાં દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે કૈંપ ડેવિડમાં ડિનર કરવા માગતા હતાં અને તેના થકી યોગ્ય તાલમેલ બનાવવા માંગતા હતા. પરંતુ એવું ન થઇ શક્યું. કૈંપ ડેવિડ અમેરિકી રાષ્ટ્રપતિનો એક ખૂબસૂરત રિસોર્ટ છે.

 

* ટ્રમ્પે પુસ્તકને મજાક ગણાવી ફગાવી દીધી: 
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુસ્તક 'ફિયર: ટ્રમ્પ ઇન ધ વ્હાઇટ હાઉસ'ને મજાક ગણાવીને ફગાવી દીધી છે. આમાં કેટલીય એવી વાતોને ઉજાગર કરાઇ છે જેને લઇ વિવાદ ચાલુ છે. આ પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી અંગે જણાવાયું છે. પુસ્તકના મતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર તરીકે વર્ણવ્યા છે તો બીજીબાજુ અફઘાનિસ્તાનથી અમેરિકાને કંઇ મળ્યું નથી. આ સિવાય પણ મોદી-ટ્રમ્પ સાથે જોડાયેલી ઘણી બધી વાતોનો ઉલ્લેખ થયો છે.


* આ પુસ્તક સંપૂર્ણપણે કાલ્પનિક: વ્હાઇટ હાઉસ
- વુડવાર્ડે પોતાના પુસ્તક ‘Fear: Trump in the White House’માં ટ્રમ્પના હવાલે કહ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા એક મિત્ર છે, તેમણે કહ્યું, હું તેમને ખૂબ પસંદ કરું છું. જો કે આ પુસ્તકમાં ટ્રમ્પને અરાજક, અસ્થિર ગણાવ્યાં છે તેના કારણે ઘણાં વિવાદો પણ છે. વ્હાઇટ હાઉસ તરફથી આ પુસ્તકને સંપૂર્ણપણે કાલ્પનિક ગણાવી છે.


* પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ સાથે ડિનર પર જવા માંગતા હતા
- આ પુસ્તકમાં એક બીજા કિસ્સાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, ભારતના પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ સાથે ડિનર પર જવા માંગતા હતા. પરંતુ ટ્રમ્પે કહ્યું હકું રે માન્યું ન હતું. મોદી ઇચ્છતા હતા કે ટ્રમ્પ અને તેઓ કેમ્પ ડેવિડમાં જઇ ડિનર કરે અને બંને વચ્ચે તાલમેલ બનાવા માંગતા હતા. આપને જણાવી દઇએ કે કેમ્પ ડેવિડ એક સુંદર રિસોર્ટ છે જ્યાં અમેરિકન રાષ્ટ્રપતિ એકાંતવાસમાં રહે છે અને કેટલાંય ખાસ વિદેશી મહેમાનોની સાથે પણ મુલાકાત કરે છે.
- પુસ્તકમાં તત્કાલીન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એચ આર મેકમાસ્ટરને ભારતની સાથે મજબૂત સંબંધોની વકાલત કરતા દેખાય છે. મોદીના 26 જૂનની મુલાકાત પહેલા મેકમાસ્ટર વ્હાઇટ હાઉસના તત્કાલીન ચીફ ઓફ સ્ટાફ રીંસ પ્રિબસને મળ્યા હતાં. વૂડવાર્ડે પુસ્તક પ્રમાણે પ્રિબસે ત્યારે મેકમાસ્ટરને કહ્યું કે, "આ કાર્યક્રમનો ભાગ નથી, તેથી ત્યાં ન જઇ શકાય. જે સાંભળીને મેકમાસ્ટર ગુસ્સે ભરાયા હતાં."

Share
Next Story

લાદેનને 13ની ઉંમરમાં મળી'તી 19 અરબ રૂપિયાની વિરાસત, કર્યું હતું એન્જીનિયરિંગ, આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ બદલાઈ ગયા તેના વિચારો

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: PM Modi wanted to bond with Trump at US country retreat but could not
(News in Gujarati from Divya Bhaskar)