પાકિસ્તાને અપનાવી 'મોદી સરકાર'ની Trick, બચાવ્યા 4300 કરોડ રૂપિયા

બરાબર એક વર્ષ પહેલા ભારતે આવો જ સોદો કર્યો હોવાનો દાવો

Divyabhaskar.com Sep 11, 2018, 12:18 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્ક: તાજેતરમાં જ પાકિસ્તાનમાં થયેલ સામાન્ય ચૂંટણીમાં ત્યાંની તમામ રાજનૈતિક પાર્ટીઓએ ભારતના પીએમ નરેન્દ્ર મોદીને કોસ્યા, પણ આ વખતે તેમની જ ફોર્મ્યુલાનો ભરપૂર લાભ પણ ઉઠાવ્યો. પાકિસ્તાને વર્ષ 2016માં દુનિયાભરની તેલ કંપનીઓ પાસે ભાવતાલ કરીને નેચરલ ગેસ ખરીદવાની ડીલ કરી હતી. આ ડીલ અંતર્ગત પાકિસ્તાન વર્તમાન રેટના અપેક્ષિત સસ્તા દર પર આગળના 10 વર્ષ સુધી નેચરલ ગેસની ખરીદી કરશે. આ સોદામાં પાકિસ્તાનને 4300 કરોડ રૂપિયાનો લાભ થયો છે. રસપ્રદ વાત એ છે કે આ ફોર્મ્યુલા પહેલા ભારતની મોદી સરકાર પણ અપનાવી ચુકી છે. પાકિસ્તાનની સરકારી તેલ કંપની પાકિસ્તાન સ્ટેટ ઓઈલ (પીએસઓ)ના વાર્ષિક રિપોર્ટમાં કહેવાયું છે કે નેચરલ ગેસ ખરીદવાના સોદામાં પાકિસ્તાનને 4300 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

 

* ઠીક એક વર્ષ પહેલા ભારતે કર્યો હતો આવો સોદો:
પાકિસ્તાનથી ઠીક એક વર્ષ પહેલા એટલે કે વર્ષ 2015માં ભારત સરકારે આવો જ એક સોદો કર્યો હતો. ભારતની સરકારી કંપની અને સૌથી મોટી એલએનજીની ઈમ્પોર્ટર પેટ્રોનેટ એલએનજીએ 2015માં કતારની સરકારી ગેસ પ્રોડ્યુસર કંપની રાસગેસ સાથે મળીને એક સોદો કર્યો હતો. આ સોદામાં ભારતને પહેલાની અપેક્ષિત અડધી કિંમત પર નેચરલ ગેસની આપૂર્તિ થઇ રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું હતું કે આ સોદાથી ભારતને 8000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આ સોદા અંતર્ગત ભારતને વર્ષ 2028 સુધી આ કિંમત પર ગેસ મળતી રહેશે.

 

* નેચરલ ગેસ શું છે ?
નેચરલ ગેસ એક ગેસ આધારિત ઇંધણ છે જે 87-92% મિથેન અને એક ઉચ્ચ હાઈડ્રોકાર્બન્સને ઓછા પ્રમાણમાં મેળવીને બને છે. પીએનજી, સીએનજી અને એલએનજી કુદરતી ગેસોના વિવિધ તાપમાન અને દબાણ અંતર્ગત વિભિન્ન રૂપ છે. 
- નેચરલ ગેસને 160 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ કરીને લિકવીડ અવસ્થામાં લાવી શકાય છે, જેનાથી તે ગેસિય માત્રની સરખામણીએ 1/600માં ભાગમાં રાખી શકાય અને તેના માટે તેને કુદરતી ગેસ કહેવામાં આવે છે, જે ગેસના પરિવહનમાં ઓછી જગ્યાનો ઉપયોગ કરે છે. એલએનજીને મોટા વિદ્યુત રોહક ટેન્કોમાં સંગ્રહિત કરવામાં આવે છે.

Share
Next Story

અમેરિકામાં આતંકી હુમલાને 17 વર્ષ: વર્લ્ડ ટ્રેડ સેન્ટર સબ-વે સ્ટેશન ફરી ખૂલ્યું

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Pakistan adopted same formula used by Modi government for natural gas
(News in Gujarati from Divya Bhaskar)