Loading...

લાદેનને 13ની ઉંમરમાં મળી'તી 19 અરબ રૂપિયાની વિરાસત, કર્યું હતું એન્જીનિયરિંગ, આ વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ બદલાઈ ગયા તેના વિચારો

અરબપતિ બિઝનેસમેનનો દીકરો હતો લાદેન, કેવી રીતે બન્યો દુનિયાનો સૌથી મોસ્ટ વોન્ટેડ આતંકી?

Divya Bhaskar Sep 12, 2018, 05:07 PM

ઇન્ટરનેશનલ ડેસ્ક: અમેરિકામાં થયેલા 9/11 હુમલાના માસ્ટર માઈન્ડ ઓસામા બિન લાદેન એક બિઝનેસમેન પરિવારથી હતો. પણ પછી દુનિયાનો મોસ્ટ વોન્ટેડ આતંકી બની ગયો. સાઉદી આરબના અમીર કન્સ્ટ્રક્શન કારોબારીના ઘરે જન્મેલા લાદેન ભણતર દરમિયાન ધાર્મિક કટ્ટરપંથીઓના સંપર્કમાં આવ્યો હતો. અહીં તેનો ઝુકાવ આતંકવાદી તરફ થયો અને તેણે 1988માં અલ-કાયદાની સ્થાપના કરી. 13ની ઉંમરમાં મળી 19 અરબ રૂપિયાની વિરાસત....

* કન્સ્ટ્રક્શન કારોબારીના ઘરે જન્મ થયો:
યમનથી સ્થળાંતર કરીને સાઉદી અરેબિયા આવેલા બાંધકામ ક્ષેત્રના અગ્રણી મહમ્મદ અવાદ બિન લાદેનનાં ઘરમાં ઓસામાનો જન્મ થયો. ઓસામા 52 બાળકો પૈકી 17મો હતો.
- ઓસામા તેના બાપની દસમી પત્ની હમીદા અલ-અટાસનો દીકરો હતો. જન્મના થોડા સમય પછી જ તેનાં મા-બાપ વચ્ચે તલાક થઈ ગયાં.
- લાદેનના પિતા અને તે સમયના રાજા કિંગ ફૈઝલ ખાસ મિત્રો હતો. તેઓ લાદેનની જ કંપનીને મક્કા-મદીનાની મસ્જિદોનું રિનોવેશન કરવાનો કોન્ટ્રાક્ટ આપતા હતા.
- 1968માં લાદેનના પિતા હેલિકોપ્ટર અકસ્માતમાં માર્યા ગયા. ઓસામાના ફાળે 300 મિલિયન ડોલર (અંદાજે 19 અરબ રૂપિયાની) સંપત્તિ આવી ત્યારે તેની ઉંમર 11 વર્ષ હતી. આ પછી તે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા જેદ્દાહ ગયો.


* નાઇટક્લબ જતો હતો લાદેન:
લાદેનના પૂર્વ ક્લાસમેટ અનુસાર, લાદેન નાઇટક્લબ પણ જતો હતો અને સાઉદીના ધનિક મિત્રો સાથે દારુ પણ પીતો હતો. એન્જિનિયરિંગ ભણીને ફેમિલી બિઝનેસ સંભાળવાની તૈયારીમાં લાદેન હતો, પરંતુ લાંબા ટાઇમ સુધી તે અભ્યાસ ચાલુ રાખી શક્યો નહીં.


* કોના પ્રભાવમાં આવ્યો હતો લાદેન?
- આ દરમિયાન લાદેન રીલિજિયસ પોલિટિક્સ ભણાવનારા મુસ્લિમ કટ્ટરપંથી શેખ અબ્દુલ્લાહ આઝમના સંપર્કમાં આવ્યો અને તેના વિચારોથી ખૂબ પ્રભાવતિ થયો.
- આઝમ હંમેશા પોતાની સ્પીચમાં ઇસ્લામિક દેશોને વિદેશી દખલમાંથી આઝાદ કરાવવાની વાતો કરતો હતો અને સ્ટુડન્ટ્સ ધાર્મિક કટ્ટરપંથ સ્વીકારે તેના પર ભાર મૂકતો હતો.
- આઝમનું માનવું હતું કે, ઇસ્લામે તેના મૂળ તરફ જવાની જરૂર છે અને તેને ન માનનારા વિરુદ્ધ જેહાદ છેડવી જોઇએ.


* ઓસામા કેવી રીતે બની ગયો મોસ્ટ વોન્ટેડ આતંકી?
સુદાનમાં લાદેને પોતાના સંગઠનને મજબૂત કરવા માટે ફોરેન ફંડ લીધું અને આતંકીઓ માટે ટ્રેનિંગ કેમ્પ શરૂ કર્યું. તેની પહેલી પ્રાથમિકતા મુસ્લિમ દેશોમાંથી અમેરિકન્સને ભગાડવાની હતી.
- તેના આ જુથે સૌપ્રથમ ત્રાસવાદી હુમલો 29 ડિસેમ્બર, 1992માં અડેનની ગોલ્ડ મિહોર હોટેલમાં વિસ્ફોટ સાથે કર્યો હતો, જેમાં બે ઓસ્ટ્રેલિયન ટૂરિસ્ટ મૃત્યુ પામ્યા હતા.
- બાદમાં 1993માં અમેરિકાના વર્લ્ડ ટ્રેન્ડ પર મોટો હુમલો કર્યો, સેન્ટરની આસપાસ કરેલા ટ્રક બોમ્બ વિસ્ફોટમાં છ લોકો મૃત્યુ પામ્યા જ્યારે ઘણા ઘાયલ થયા હતા.
- અમેરિકન્સને નિશાનો બનાવતા ફરીથી 1995માં અલકાયદાએ નૈરોબી અને તાન્ઝાનિયાના દાર-એ-સલામમાં અમેરિકન એમ્બેસીની બહાર બોમ્બ બ્લાસ્ટ કર્યો, જેમાં 224 લોકોના મોત થયા.
- 1996માં અમેરિકન દબાણને કારણે સુદાને લાદેનને દેશમાંથી બહાર કાઢ્યો. તે પોતાના 10 બાળકો અને ત્રણ પત્નીઓ સાથે અફઘાનિસ્તાન પહોંચ્યો.
- અફઘાનિસ્તાનમાં તેણે અમેરિકન ફોર્સ વિરુદ્ધ જેહાદનું એલાન કર્યું.
- 1988માં અમેરિકાની એક કોર્ટે એમ્બેસી પર હુમલાના આરોપમાં લાદેનને દોષિત ઠેરવ્યો અને તેના માથે 50 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું.
- બાદમાં 1999માં એફબીઆઇએ લાદેનને વિશ્વના 10 મોસ્ટ વોન્ટેડ આતંકીઓના લિસ્ટમાં શામેલ કર્યો.
- 2001માં અલ-કાયદાએ 11 સપ્ટેમ્બરે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ અને પેન્ટાગોન પર હુમલો કર્યો, જેમાં 3000થી વધુ લોકોનાં મોત થયા.
- આ હુમલા પછી અમેરિકન સરકારે મુખ્ય આતંકી તરીકે લાદેનના નામની જાહેરાચ કરી અને તેની તપાસમાં અફઘાનિસ્તાનમાં મોટા પાયે ઓપરેશન શરૂ કર્યા.
- છેવટે, 2011માં અમેરિકાનું કોવર્ટ ઓપરેશન સફળ રહ્યું અને પાકિસ્તાનના એબોટ્ટાબાદમાં ઓસામા બિન લાદેનને ઢાળી દેવામાં આવ્યો.

આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Osama bin laden became rich at the age of 13 with more than crores of rupees
(News in Gujarati from Divya Bhaskar)