Loading...

બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ

યુવકના મોત પછી યુવતીએ તેના માટે એક ઈમોશનલ મેસેજ લખ્યો

Divya Bhaskar Aug 08, 2018, 05:51 PM

(આ કહાની 'સોશિયલ વાયરલ' સિરીઝ પર આધારિત છે. આ સિરીઝમાં અમે તમારા માટે દુનિયાભરમાં મોસ્ટ વાયરલ, શોકિંગ, ઈમોશનલ સ્ટોરી કરીએ છીએ. ત્યાં જ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા ખોટા અને સાચા દાવાઓ બાબતે પણ બતાવીએ છીએ)


ઇન્ટરનેશનલ ડેસ્ક: હાલના દિવસોમાં એક ટીનેજર યુવતીનો ફોટો આખી દુનિયામાં સમાચાર બની રહ્યા છે. જેમાં તે હોસ્પિટલમાં દાખલ કરાયેલા બોયફ્રેન્ડને ગળે લગાડતી દેખાય છે, તે પણ તેના મોતથી ઠીક થોડીવાર પહેલા. કેટલાયે દિવસો સુધી હોસ્પિટલમાં ભરતી રહ્યા બાદ તેના બોયફ્રેન્ડનું મોત શનિવારે લાઈફ સપોર્ટ સિસ્ટમ બંધ કરી દેતા થયું હતું. તે યુવકે પોતાના અંતિમ શ્વાસ પોતાની ગર્લફ્રેન્ડના હાથોમાં લીધા.


* એરલિફ્ટ કરીને બચાવાયા હતા:
- આ કિસ્સો યુકેના ડૂડલી શહેરનો છે. જ્યાં રહેતી 15 વર્ષની સ્ટેફની રે અને 16 વર્ષના બ્લેક વાર્ડ બાળપણથી એકબીજાને પસંદ કરતા હતા
- બ્લેક ગયા મંગળવારે પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા માટે વેલ્સના પ્રખ્યાત સી-બિચ પર ગયો હતો. જ્યાં દરિયામાં ન્હાતી વખતે તે અચાનક ડૂબવા લાગ્યો હતો, જેના પછી તેને એરલિફ્ટ કરીને બચાવાયો હતો
- લિવરપૂલના એલ્ડર હે બાળકોની હોસ્પિટલમાં કેટલાયે દિવસો સુધી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખ્યા બાદ ડોક્ટર્સે તેને બચાવવાનો ખુબ પ્રયત્ન કર્યો, પણ તેના મગજે સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દેતા તેની સપોર્ટ સિસ્ટમ હટાવી લીધી હતી. જેનાથી તેનું મોત થઇ ગયું.
- બોયફ્રેન્ડ બ્લેક વોર્ડના મોત બાદ તેની ગર્લફ્રેન્ડ સ્ટેફનીએ પોતાની ફીલિંગ્સ સોશિયલ મીડિયા પર એક્સપ્રેસ કરી. આ માટે તેણીએ એક ઓપન લેટર લખ્યો, જેમાં બ્લેક માટે પોતાનો પ્રેમ બતાવ્યો.

* સ્ટેફનીએ લખ્યો ઈમોશનલ મેસેજ:
- 'આજે મારા માટે સૌથી કઠિન દિવસ છે અને આ એક એવો દિવસ છે જેને હું ભૂલી નહીં શકું. તમારામાંથી કેટલાક લોકોને ખબર હશે કે મંગળવારે તેનો ખતરનાક અકસ્માત થયો હતો. આ દરમિયાન દરેક પળે હું તેની સાથે રહી અને તેને એકલો છોડ્યો ન હતો. ઊંચી ઉડાન ભર મારા પ્રેમાળ બેબી બોય અને હું તને બેહદ ચાહું છું, અને હંમેશા ચાહીશ.'

આ પણ વાંચો:-
ઊડતી 'વ્હેલ': એરબસ બેલુગા XLએ પહેલીવાર ભરી ઉડાન, 1.40 લાખ કિલો વજન ઉપાડવાની કેપેસિટી

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ | Heartbreaking moment teenage girl hugs her boyfriend before his life support is turned off
(News in Gujarati from Divya Bhaskar)