5 વર્ષના બાળકે 2 કલાકમાં 4100થી વધારે Push-Ups મારીને રચ્યો ઇતિહાસ, ઇનામમાં મળી મર્સિડીઝ બેન્ઝ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના નજીકના લેફ્ટિનેન્ટે ગિફ્ટ કરી મર્સિડીઝ

Divyabhaskar.com Nov 23, 2018, 12:03 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ એક સામાન્ય વ્યક્તિ દિવસમાં અટક્યા વિના કેટલાં Push-Ups મારી શકે છે? 30, 50, 100, 200, 500 કે પછી 1,000. ભલે કોઇપણ વ્યક્તિ નોન સ્ટોપ હજાર Push-Ups મારી લેતો હોય. પરંતુ આ દુનિયામાં એક બાળક એવો છે, જે અટક્યા વિના 4 હજારથી વધારે Push-Ups મારી શકે છે. આ કોઇ ખોટાં ન્યૂઝ નથી. આ બાળક રશિયાનો છે. જેનું નામ Rakhim Kurayev છે. તેણે 2 કલાક 25 મિનિટમાં 4,105 Push-Ups માર્યા અને ઇનામ સ્વરૂપે એક બ્રાન્ડ ન્યૂ મર્સિડીશ કાર જીતી લીધી છે.

 

પુતિનના નજીકના લેફ્ટિનેન્ટે ગિફ્ટ કરી કારઃ-
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના લેફ્ટિનેન્ટે Ramzan Kadyrov એ બાળકના આ કારનામાંથી ખુશ થઇને તેને મર્સિડીઝ કાર ગિફ્ટમાં આપી દીધી. તેમણે કાર આપતી વખતે બાળકને કહ્યું, 'આ કાર તારા પિતાને જ ચલાવવા આપજે...તું બસ તેમાં બેસજે. કેમ કે, તું આ મોંઘી કારમાં ફરવું ડિઝર્વ કરે છે'.

 

આ ગિફ્ટ મેળવીને ખૂબ જ ખુશ છે રકીમઃ-
હજી સુધી તે સ્પષ્ટ થઇ શક્યું નથી કે, લગભગ 26 લાખની આ કાર બાળકને રમજાને સરકારી સંપત્તિથી આપી છે કે પોતાના ખિસ્સામાંથી રૂપિયા ખર્ચ્યા છે. જોકે, રકીમ આ ગિફ્ટને મેળવીને ખૂબ જ ખુશ છે. તેની આ તસવીર જોઇને તમે સમજી જ ગયા હશો.

 

રકીમ 5 હજારથી વધારે પુશ-અપ્સ મારી શકે છેઃ-
બાળકે પુતિનના નજીકના લેફ્ટિનેન્ટ રમજાનને કહ્યું કે, તે એકવારમાં 5 હજારથી વધારે પુશ-અપ્સ મારી શકે છે. તેના પર કદ્રિવે કહ્યું કે, બાળકે અશક્યને શક્ય કરી બતાવ્યું છે. નોંધનીય છે કે, આ 5 વર્ષીય બાળક પોતાના ફિટનેસ પર ખૂબ જ કામ કરે છે, જે તેની બોડીમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

 

આ પણ વાંચોઃ- દીકરીના જીવનમાં અચાનક પિતાનું આગમન થતાં બદલાઈ ગયું બાળકીનું જીવન, છતાંય માતાને છે એક વાતની બીક

Next Story

17 વર્ષના સમારકામ બાદ માત્ર 1.5 ઈંચ સીધો થઈ શક્યો પીસા ટાવર

Next

Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Five years old russian boy gets marcedes benz after done 4100 push ups
(News in Gujarati from Divya Bhaskar)