એકબીજા સાથે લડવાના છે દુનિયાના બે સૌથી શક્તિશાળી માણસ, એકનું શરૂર Hulk જેવું, ફરવા માટે બનાવ્યો છે ટ્રક

કોની થશે જીત? સોશિયલ મીડિયા પર શરૂ થઈ ડિબેટ

Divyabhaskar.com Nov 24, 2018, 02:21 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ટૂંક સમયમાં દુનિયાના બે સૌથી ખતરનાક માણસ ગણવામાં આવતા લોકો વચ્ચે એક ફાઈટ થવા જઈ રહી છે. એક તરફ ઈરાનમાં રહેલો રિયલ લાઈફ હલ્ક સાજાદ ગારીબી છે, તો બીજી તરફ દુનિયામાં સૌથી ખોફનાક માણસના નામેથી ફેમસ બોડીબિલ્ડર માર્ટિન ફોર્ડ. બન્નેની આ ફાઈટ એમએમએની એક મેચમાં થવા જઈ રહી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે દુનિયાના આ બે સૌથી શક્તિશાળી કહેવાતા બોડીબિલ્ડર્સ વિશે.

 

આનાથી મોટું શરીર નહીં જોયું હોય

 

- તમે હાઈટ મામલે દુનિયામાં એકથી એક લોકો જોયા હશે પરંતુ સાજાદ ગારીબની હાઈટની સાથે-સાથે શરીરની એટલી પહોળાઈ છે કે, એક કાર તેની સામે નાની લાગે છે. 26 વર્ષના આઆ બોડી બિલ્ડરનું શરીર એટલું ભીમકાય છે કે, લોકો તેને કોમિક્સ કેરેક્ટર અને ધ હલ્ક મૂવીના પાત્ર સાથે જોડીને જોવે છે.

 

પોતાના માટે બનાવવો પડ્યો ટ્રક


- આ બોડીબિલ્ડર હવે સોશિયલ મીડિયા સેલેબ્રિટી બની ચૂક્યો છે. તેને ઈરાનિયન હલ્ક પણ કહેવાય છે. સાજાદ બાળપણથી જ હટ્ટોકટ્ટો હતો, તેણે પોતાની આ વાતનો ફાયદો લેતા વેટલિફ્ટિંગ શરૂ કર્યું. જોતજોતામાં તેનું શરૂર હલ્કની જેમ ભીમકાય થઈ ગયું. જોકે, પોતાની આ બોડીના વજનથી સાજાદ પર્સનલ લાઈફમાં ઘણા શોખ પૂરા કરી શકતો નથી. તેને કારમાં બેસવામાં ઘણી પરેશાની થાય છે. કોઈ પ્રકારે બેસી પણ જાય તો નીકળવામાં તકલીફ પડે છે. એટલા માટે તમણે ફરવા માટે એક ટ્રક બનાવ્યો, જેમાં તે સરળતાથી બેસી શકે.
- સાજાદ જણાવે છે કે, તેના માટે વેટલિફ્ટિંગ જ બધુ છે સાજાદ વિશે કહેવાય છે કે, બોડી જોઈને લોકો ડરી જાય છે, પરંતુ તે દિલનો બહુ સારો છે. સાજાદનું વજન 180 કિલો છે. મીડિયામાં એવા પણ સમાચાર છે કે સાજાદે થોડા સમય પહેલા ઈરાનની આર્મી જોઈન કરી છે.

 

માર્ટિન ફોર્ડ, જેથી ડરે છે લોકો


ઈરાનિયન હલ્ક બાદ દુનિયામાં જેને સૌથી ખતરનાક આદમી કહેવાય છે, તે છે માર્ટિન ફોર્ડ. માર્ટિનની હાઈટ 7 ફૂટ અને વજન 145 કિલો છે. સારા સારા પહેલવાન પણ તેને જોઈને ધ્રુજી જાય છે. એટલા માટે તેને મસલ માઉન્ટેન, નાઈટમેયર અને મોન્સ્ટર પણ કહેવાય છે. ઈંસ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર છે, પરંતુ માર્ટિન ફોર્ડની લોકપ્રિયતાનું કારણ માત્ર તેની બોડી નથી. લોકો તેના ટ્રાન્સફોર્મેશનના કારણે તેને પસંદ કરે છએ અને તેનાથી ઈંસ્પાયર થાય છે. માર્ટિન હાલ 35 વર્ષનો છે, પરંતુ 20 વર્ષની ઉંમર સુધી તે એકદમ દુબળો-પાતળો ફાઈટર હતો.

 

કોની થશે જીત?


- આ બન્ને સુપરબોડી બિલ્ડર્સની વચ્ચે હવે થનારી ફાઈટને લઈને સોશિયલ મીડિયામાં ડિબેટ છેડાઈ ચૂકી છે. બન્ને બહુ શક્તિશાળી છે અને જીત કોની થશે કહી ના શકાય. એમેએમએ ટૂંક સમયમાં આ ફાઈટની તારીખ જાહેર કરશે.

 

આ પણ વાંચો - પત્ની સાથે ઝઘડો કર્યા બાદ પતિએ સ્કૂલના બાળકો પર ચડાવી દીધી કાર, 5ના બાળકોના મોત

Share
Next Story

5 વર્ષના બાળકે 2 કલાકમાં 4100થી વધારે Push-Ups મારીને રચ્યો ઇતિહાસ, ઇનામમાં મળી મર્સિડીઝ બેન્ઝ

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: fight between the two most powerful people in the world body of one like the Hulk
(News in Gujarati from Divya Bhaskar)