પાયલટે ટીચરને ચાલુ ફ્લાઇટમાં જ કર્યા સન્માનિત, ઇમોશનલ સ્પીચ સાંભળીને રડી પડ્યા બધા જ પેસેન્જર્સ

વીડિયોમાં સાંભળો પાયલટ એવું શું બોલ્યો જેને સાંભળીને રડવા લાગ્યાં લોકો

Divyabhaskar.com Dec 02, 2018, 12:49 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સોશ્યિલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં એક ટીચર ફ્લાઇટમાં સફર કરી રહ્યા હતાં. તુર્કિશ એરલાઇન્સમાં જે પાયલટ તે ફ્લાઇટને લઇને જઇ રહ્યો હતો, તેણે પાયલટનો અભ્યાસ આ જ ટીચર પાસેથી મેળવ્યો હતો. પાયલટને જ્યારે જાણકારી મળી કે, તેના ટીચર આ જ ફ્લાઇટમાં સફર કરી રહ્યા છે. ત્યારે તેણે ચાલુ ફ્લાઇટમાં ટીચરને સન્માનિત કરવાનો નિર્ણય કર્યો.

 

પાયલટે પોતાની સ્પીચમાં શું કીધુંઃ-
- સોશ્યિલ મીડિયા પર શેર કરવામાં આવતાં આ વીડિયોમાં પાયલટ અનાઉન્સમેન્ટ કરી રહ્યો છે. જોકે, તે તુર્કિશમાં વાત કરી રહ્યો છે. પરંતુ અમે તમને જણાવીશું કે, પાયલટ આખરે એવું શું બોલ્યો જેનાથી પેસેન્જર્સ પણ ઇમોશનલ થઇ ગયાં. પાયલટે પોતાની સ્પીચમાં કહ્યું, 'આદરણીય યાત્રીઓ, હું કેપ્ટન બોલી રહ્યો છું. આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આપણી સાથે મારા ટીચર પણ સફર કરી રહ્યા છે. જેમના કારણે હું પાયલટ બની ગયો છું. પહેલાં તેઓ પણ કેપ્ટન હતાં, ત્યાર બાદ ટીચર બન્યાં હતાં. તેમણે જ મારામાં પાયલટ બનવાની પ્રબળ ઇચ્છા જગાડી હતી. આજે હું જે પણ કંઇ છું તેમના કારણે જ છું.'

 

ટીચર ભાવુક થઇ ગયાંઃ-
પાયલટે આગળ જણાવ્યું, 'મારા કેપ્ટન મારા ટીચર સાદિક ઓનર, હું તમારું સ્વાગત કરું છું. મને ખૂબ જ આનંદ થાય છે કે, મેં તમારી પાસેથી આ શિક્ષા પ્રાપ્ત કરી. તમે મારા પિતાની જેમ છો, મારા મિત્ર છો. હું તુર્કિશ એરલાઇન્સ તરફથી તમને સન્માનિત કરું છું. ત્યાર બાદ એરલાઇન્સ સ્ટાફે ટીચરને ફૂલ આપ્યાં હતાં. ટીચર ભાવુક થઇ ગયાં. સાથે જ, ફ્લાઇટમાં બેઠેલાં પેસેન્જર્સ પણ ભાવુક થઇ ગયાં હતાં.'

 

આ પણ વાંચોઃ- માંસ કાઢવા માટે મૃત્યુ પામેલી માછલીને કાપવા જઇ રહ્યો હતો કસાઈ, ફ્રીસરનું ટેમ્પરેચર હતું માઇનસ 2 ડિગ્રી

Next Story

World AIDS Day: આ શહેરમાં મહામારીની જેમ ફેલાયેલો છે HIV/AIDS, આવી હાલતમાં દેખાય છે પીડિત લોકો

Next
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: emotional video this pilot honoured his teacher in front of passengers
(News in Gujarati from Divya Bhaskar)