17 વર્ષના સમારકામ બાદ માત્ર 1.5 ઈંચ સીધો થઈ શક્યો પીસા ટાવર

7 અજાયબીમાંથી એક આ ટાવર આખી દુનિયામાં પોતાના ઝુકાવના કારણે છે ફેમસ

Divyabhaskar.com Nov 23, 2018, 05:32 PM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ સાત અજાયબીમાંથી એક ઈટાલી સ્થિટ લીનિંગ ટાવર ઓફ પીસા આખી દુનિયામાં પોતાના ઝુકાવના કારણે ફેમસ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પર્યટકો તને જોવા માટે પહોંચે છે. તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષોથી પીસાનો નમેલો ટાવર હવે થોડો સીધો થઈ ગયો છે. અહેવાલો પ્રમાણે, 186 ફૂટના ટાવરને 4 સેન્ટીમીટર એટલે કે 1.5 ઈંચ સુધી સીધો કરી દેવામાં આવ્યો છે.

 

એક ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યું 


આ ટાવરની દેખરેખ અને રેસ્ટોરેશન માટે એક ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યું છે. મીનારના ઝુકાવમાં થોડો ફેરફાર વર્ષોથી ચાલી રહેલા આ કામનું જ પરિણામ છે. ઉલ્લેખનીય છે કે, 11 વર્ષ પહેલા એટલે કે 1990માં ટાવરની દેખરેખ માટે ગ્રુપ બનાવાયું હતું. તે સમય સુધી મીનારની સ્થિતિ પડવા જેવી થઈ ગઈ હતી. ત્યારબાદ તેના પર ચાલી રહેલા કામને રોકી દેવામાં આવ્યા હતા અને કોઈ પણ પ્રકારે છેડછાડ ડરના કારણે બંધ કરી દેવી પડી હતી. 

 

છેલ્લા 17 વર્ષમાં 1.5 ઈંચ સીધો થયો છે


ઉલ્લેખનીય છે કે, આ નમેલો ટાવર છેલ્લા 17 વર્ષમાં 1.5 ઈંચ સીધો થયો છે. ટાવરના ઝુકાવમાં આ સુધાર માટે 17 વર્ષથી એક ગ્રુપ કામ કરી રહ્યું છે. 12મી સદીથી જ લીનિંગ ટાવર ઓફ પીસામાં ઝુકાવ શરૂ થઈ ગયો હતો. ટાવરના આ ઝુકાવનું કારણ જમીનનો એક તરફ નરમ થવાનું જણાવ્યું. સતત ઝુકાવથી આ ધરોહકને બચાવવી પડકારજનક કામ હતું. ઉલ્લેખનીય છે કે, પીસાનો આ ટાવર વર્ષ 1173માં બનવાનો શરૂ થયો હતો.

 

આ પણ વાંચો - આ શું, જુડવાં બાળકોના પિતા અલગ-અલગ છે, ચોંકાવી દેશે તેની સાથે જોડાયેલું સત્ય

Share
Next Story

મોતનો દર્દનાક વીડિયોઃ ઊંચા પહાડથી બેસ જંપરે માર્યો કૂદકો, પેરાશૂટ ન ખુલતાં નીચે પડ્યો અને શરીરના થઇ ગયા ટુકડે-ટુકડાં

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: After 17 years of repair just some inch straight Pisa tower can be found
(News in Gujarati from Divya Bhaskar)