Loading...

US: 9/11ના આંતકી હુમલાના આજે 17 વર્ષ પૂર્ણ, નાશ થયેલું સબ-વે સ્ટેશન ફરી શરૂ

સબ-વેનું નામ કોર્ટલેન્ડેટ સ્ટોર રખાયું, 2001 બાદ પ્રથમ ટ્રેન પસાર

Divya Bhaskar Sep 11, 2018, 09:55 AM
અમેરિકામાં આતંકી હુમલાને 17 વર્ષ થયાં

ન્યૂયોર્ક: અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા દુનિયાના સૌથી મોટા આતંકી હુમલાને આજે મંગળવારે 17 વર્ષ પૂરાં થયાં. આ અવસરે ન્યુયોર્ક સિટીના એક સબ-વે રેલવે સ્ટેશનને ફરી ખુલ્લું મુકાયું હતું. 11 સપ્ટેમ્બર 2001ના રોજ જ્યારે ન્યુયોર્ક સ્થિત ટિ્વન ટાવર્સને નિશાન બનાવાયાં ત્યારે આ સ્ટેશન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. ફરીવાર સ્થાપિત થયેલા આ સ્ટેશનનું નામ કોર્ટલેન્ડેટ સ્ટોપ રખાયું છે. આ નામ એટલા માટે આપ્યું છે કે કેમ કે આ જ શેરીમાં ટિ્વન ટાવર્સ આવેલાં હતાં. 17 વર્ષ બાદ આ સ્ટેશન પર યાત્રી આવ્યા અને પ્રથમ ટ્રેન પસાર થઈ.

1200 ફૂટનો ટ્રેક નષ્ટ થયો હતો, કાટમાળ હટાવવામાં 14 વર્ષ લાગ્યાં


આ સ્ટેશનના નિર્માણમાં લાંબો સમય લાગ્યો કેમ કે કાટમાળ સાફ કરી શકાયો ન હતો. ટિ્વન ટાવર્સ પડતાં સ્ટેશનની છત નષ્ટ થઈ ગઈ હતી. 1200 ફૂટ ટ્રેક પણ બંને તરફથી નષ્ટ થઈ ગયો હતો.

સબ-વેને ફરીવાર બનાવવામાં 3 વર્ષ લાગ્યાં, 1300 કરોડ રૂપિયા ખર્ચાયા


આ સ્ટેશનને ફરીવાર બનાવવામાં 1300 કરોડ રૂ. ખર્ચાયા હતા. 3 વર્ષમાં તૈયાર થયું છે. અમેરિકા પર આતંકી હુમલો 2001માં અલ કાયદાના આતંકીઓએ કર્યો હતો. ત્યારે બે વિમાન હાઈજેક કરી ટિ્વન ટાવરથી અથડાવાયાં હતાં.

વધુ માહિતી માટે આગળ વાંચો... દીવાલો પર હુમલાની યાદો


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: World Trade Center Subway Station reopened in New York
(News in Gujarati from Divya Bhaskar)