Loading...

પુતિન ચોથીવાર બન્યા રશિયાના પ્રમુખ, 6 વર્ષના શાસન માટે લીધા શપથ

ગ્રાન્ડ ક્રેમલિન પેલેસના સુસજ્જિત હોલમાં ઉભા રહીને, પુતિને પોતાના પ્રેસિડન્ટ પદના શપથ લીધા

Divya Bhaskar May 07, 2018, 06:58 PM
70 ટકાથી વધુ મતદારોએ પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં સમર્થન આપ્યું હતું

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વ્લાદિમિર પુતિને આજે સોમવારે ચોથી વખત છ વર્ષના કાર્યકાળ માટે રશિયાના પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા. સોનાના કવરવાળા સંવિધાનની પ્રતિલિપિની સાથે ગ્રાન્ડ ક્રેમલિન પેલેસના સુસજ્જિત હોલમાં ઉભા રહીને, પુતિને પોતાના પ્રેસિડન્ટ પદના શપથ લીધા. આ દરમિયાન તેઓએ રશિયાના નાગરિકોની સેવા કરવા, પોતાના અધિકારો અને સ્વતંત્રતાઓની રક્ષા કરવા અને રશિયન સંપ્રભૂતાની રક્ષા કરવાના સોંગદ લીધા.


70 ટકા વોટ સાથે મેળવી જીત


- પુતિનને વધુ એક વખત રશિયાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા, જ્યાં તેમની સામે કોઇ મોટા પડકારો પણ નહતા. આથી જ 70 ટકાથી વધુ મતદાતાઓએ તેઓને પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં સમર્થન આપ્યું હતું.
- તેઓના ખતરનાક પ્રતિદ્વંદ્વી એલેક્સી નેવાલ્વીને ચૂંટણી પ્રક્રિયાથી બહાર કરી દેવામાં આવ્યા હતા. શનિવારે નેવાલ્વીના સમર્થકોએ પુતિન વિરૂદ્ધ નારેબાજી કરી સડકો પર દેખાવો કર્યો હતો.
- વિરોધીઓએ 'પુતિન અમારા નેતા નથી' તેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ માટે પોલીસે 1600 જેટલાં સમર્થકોની ધરપકડ કરી હતી.


પશ્ચિમના દેશો સાથે રશિયાની ટક્કર રહેશે પડકાર


- 65 વર્ષીય પુતિન લોકોના સમર્થનથી ઉત્સાહિત પોતાના ચોથા કાર્યકાળની શરૂઆત કરવા જઇ રહ્યા છે. પરંતુ આ દરમિયાન પશ્ચિમની સાથે રશિયાની ટક્કરના કારણે દેશની નાજુક અર્થવ્યવસ્થા પર શું પ્રભાવ પડે છે તેના ઉપર વધુ ધ્યાન આપવું પડશે.
- ઉલ્લેખનીય છે કે, રશિયન સંવિધાન અનુસાર, તેઓ આ કાર્યકાળને સમાપ્ત કર્યા બાદ 2024માં ફરીથી પ્રેસિડન્ટની ચૂંટણીની રેસમાં સામેલ નથી થઇ શકતા.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: પુતિનને વધુ એક વખત રશિયાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટવામાં આવ્યા | Russias strongman ruler has taken the oath of office for his fourth term
(News in Gujarati from Divya Bhaskar)