Loading...

USમાં ભયાનક વાવાઝોડાનાં એંધાણ, 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

ટ્રમ્પે ટિ્વટ કરી - અમેરિકા પર સૌથી ખતરનાક વાવાઝોડું ત્રાટકી શકે છે

Divya Bhaskar Sep 12, 2018, 09:49 AM
ફાઈલ તસવીર

ચાર્લેસ્ટોન: અમેરિકાના પૂર્વીય કિનારે અાજે મોડેથી શક્તિશાળી ‘ફ્લોરેન્સ’ વાવાઝોડું ફૂંકાવાની ચેતવણી અપાઇ છે. સત્તાધીશોએ 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સ્થિતિની ગંભરતા જોતાં ખુદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટિ્વટ કરી કે છેલ્લાં ઘણાં વર્ષોનું સૌથી ખતરનાક વાવાઝોડું પૂર્વ કાંઠે ત્રાટકી શકે છે. તેમણે કહ્યું કે સંભવિત અસરવાળાં રાજ્યોના ગવર્નરો સાથે તેમણે ચર્ચા કરી છે. કલાકના 140 કિમીની ઝડપે કેટેગરી 4નું વાવાઝોડું આગળ વધતા લોકો તેનાથી બચવાના ઉપાયો કરી રહ્યા છે. શાળા-કોલેજોમાં રજા અપાઈ છે.

1954માં ઉત્તર-દક્ષિણ કેરોલીનામાં વાવાઝોડાએ 400નો ભોગ લીધો હતો

અગાઉ આેક્ટોબર 1954માં ઉત્તર-દક્ષિણ કેરોલીના વચ્ચે આવેલા વાવાઝોડાએ 400 લોકોનો ભોગ લીધો હતો. હેઝલ નામના વાવાઝોડાની અસર કેનેડા સુધી થઈ હતી અને ટોરેન્ટામાં પણ 81 લોકોનાં મોત થયાં હતાં. હેઝલને કારણે 40 ટકા કોફી વૃક્ષો નાશ પામ્યાં હતાં અને કોકોનો 50 ટકા પાક ધોવાઇ ગયો હતો. જેની વર્ષો સુધી અર્થતંત્ર પર અસર દેખાઇ હતી.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Trump Twit - The Most Dangerous Thunderstorms on America Can Strike
(News in Gujarati from Divya Bhaskar)