ટ્રમ્પ-પુનિતની સમિટ; હ્યુમન રાઇટ્સ મુદ્દાને લઇ લાખો લોકોએ કર્યો વિરોધ

અમેરિકાએ રશિયાના 12 ઇન્ટેલિજન્સ ઓફિસર સામે 2016ના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન હેકિંગનો આરોપ લગાવ્યો છે

સમિટના એક દિવસ અગાઉ હેલસિંકીના લોકોએ સડકો પર પુતિન અને ટ્રમ્પ વિરોધી બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યા હતા.
Divyabhaskar.com Jul 16, 2018, 12:26 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં થઇ રહેલી અમેરિકા અને રશિયાના પ્રેસિડન્ટની સમિટનો લાખો લોકોએ વિરોધ કર્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન આજે હેલસિંકીમાં બેઠક કરશે. આ મીટિંગમાં અમેરિકામાં 2016ના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન હેકિંગ અને હસ્તક્ષેપ  પાછળ 12 રશિયન ઇન્ટેલિજન્સ ઓફિસર્સનો હાથ હોવા અંગે પણ ટ્રમ્પ અને પુતિન ચર્ચા કરવાના છે. રવિવારે ટ્રમ્પ હેલસિંકી પહોંચ્યા ત્યારે લોકોએ બેનર્સ સાથે તેઓનું સ્વાગત કર્યું હતું. જ્યારે આજે સોમવારે હેલસિંકીમાં આ સમિટનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. 


1 લાખ લોકોની સામે આવ્યા માત્ર 7 હજાર 


- ટ્રમ્પ અને પુતિનની હેલસિંકીમાં યોજાઇ રહેલી સમિટના વિરોધમાં સ્કોટલેન્ડ પોલીસે એડિનબર્ગ અને ગ્લાસગોમાં 1 લાખ લોકો સાથે માર્ચ કરવાનું પ્લાનિંગ કર્યુ હતું. જેમાં માત્ર 7 હજાર લોકોએ જ ભાગ લીધો હતો. 
- રવિવારે ફિનલેન્ડના હેલસિંકી સહિત અનેક સ્થળોએ થયેલા વિરોધ પ્રદર્શનના ઓર્ગેનાઇઝરે જણાવ્યું કે, આ વિરોધ પ્રદર્શન માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ માટે નહીં પરંતુ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર માટે પણ છે. 
- અમેરિકાએ રશિયાના 12 ઇન્ટેલિજન્સ ઓફિસર સામે 2016ના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન હેકિંગનો આરોપ લગાવ્યો છે. આજે સોમવારે થવા જઇ રહેલી બેઠક દરમિયાન બંને દેશોના લીડર વચ્ચે આ અંગે ચર્ચા થવાની સંભાવના છે. 
- પ્રેસિડન્ટ ટ્રમ્પે સમિટ અગાઉ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તેઓએ પુતિનને આ અંગે સવાલો કરવા કોઇ વિચાર કર્યા નથી. પરંતુ હેકિંગને લગતી કેટલીક બાબતો એવી છે જે અંગે તેઓ ચોક્કસથી ચર્ચા કરશે. 


રશિયાના ઓફિસર્સ પર ગંભીર આરોપ 


- ગત શુક્રવારે ફેડરલ ગ્રાન્ડ જ્યૂરીએ રશિયાની મિલિટરી ઇન્ટેલિજન્સ એજન્સી GRU સામે કોમ્પ્યુટર હેકિંગ અને પર્સનલ ડેટા ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ ડેટા ટ્રમ્પની સામે પ્રેસિડન્ટ ઇલેક્શન દરમિયાન ઉમેદવારી નોંધાવનાર ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ હિલેરી ક્લિન્ટનના કેમ્પેઇનનો હતો. 
- ડોનાલ્ડ ટ્રમ્પનું પુતિન પ્રત્યેનું વલણ સામે એક્સપર્ટ્સ વધુ શંકા કરી રહ્યા છે. કારણ કે, ટ્રમ્પની જીત બદલ પુતિન અને ટ્રમ્પ આ પ્રકારની કોઇ છેડછાડ થઇ હોવાના આરોપોનો લાંબા સમયથી નકારી રહ્યા છે. 
- વોશિંગ્ટનની સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના સેન્ટરના રશિયન એક્સપર્ટ જેફરી મેનકોફના જણાવ્યા અનુસાર, ટ્રમ્પની પાસે આ સમિટ દરમિયાન દાવપેચની ખૂબ જ ઓછી તકો છે. 
- વર્લ્ડ ક્રિટિક્સે ટ્રમ્પ આટલા ગંભીર આરોપો છતાં પુતિનને આ અંગે સવાલો કરશે કે નહીં તે અંગે શંકા વ્યક્ત કરી હતી. 

 


ડેમોક્રેટિક લૉ-મેકર્સે આ સમિટનો કર્યો હતો વિરોધ 


- અમેરિકાના ડેમોક્રેટિક લૉ-મેકર્સે ટ્રમ્પને પુતિન સાથેની સમિટ રદ કરવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત ગુરૂવારથી ટ્રમ્પ યુકેની મુલાકાતે હતા. અહીં શુક્રવારે ક્વીન એલિઝાબેથ દ્વિતિય સાથે મીટિંગ બાદ તેઓ સ્કોટલેન્ડ રવાના થયા હતા. 
- શુક્રવારે લંડનની સડકો પર 2 લાખથી વધુ લોકોએ ટ્રમ્પની યુકે વિઝિટનો વિરોધ કર્યો હતો. રવિવારે સાંજે ટ્રમ્પ તેમની પત્ની મલેનિયા સાથે હેલસિંકી જવા રવાના થયા હતા. 
- વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સ્પોક્સપર્સન ગેરેટ માર્ક્વિસે જણાવ્યું કે, શુક્રવારે રશિયા સામે હેકિંગના આરોપો છતાં ટ્રમ્પની સમિટ પર તેની કોઇ અસર નહીં થાય. 


ટ્રમ્પ અને રિપબ્લિકન લૉ-મેકર્સ વચ્ચે તણાવની શક્યતા 


- રશિયાના અમેરિકાના ઇલેક્શનમાં હસ્તક્ષેપના આરોપોને લઇને ટ્રમ્પ અને રિપબ્લિકન લૉ-મેકર્સ વચ્ચે તણાવની સ્થિતિ પેદા કરશે તેવી શક્યતાઓ છે. 
- અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી જિમ મેટ્ટીસ અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર જ્હોન બોલ્ટન મોસ્કોની ગતિવિધિઓનો શરૂઆતથી જ વિરોધ કરતાં આવ્યા છે. 
- રશિયાની બોર્ડર પોલીસી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની સરખામણીએ વધુ કડક છે. તેમ છતાં ટ્રમ્પે G-7 સમિટમાં રશિયાને પરત લાવવાનું નિવેદન કર્યુ હતું. જી-7 સમિટ શરૂઆતમાં જી-8 હતી જેમાંથી રશિયાને ન્યૂક્લિયર એક્ટિવિટીઝને કારણે બહાર કરી દેવામાં આવ્યું હતું.  

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ વિરોધ પ્રદર્શનની વધુ તસવીરો... 

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Thousands of Finns take to the streets ahead of Trumps Helsinki meeting with Putin
(News in Gujarati from Divya Bhaskar)