Loading...

ટ્રમ્પે જર્મનીને ગણાવ્યું રશિયાનું ગુલામ, એક મહિનામાં બીજીવાર આમને-સામને

ટ્રમ્પે નાટોના સેક્રેટરી જનરલની સાથે મુલાકાતમાં રશિયા-જર્મનીની ઘનિષ્ઠતા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી

ટ્રમ્પે આ નિવેદન આપ્યું, તે સમયે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ હાજર નહતા
Divyabhaskar.com | Updated -Jul 12, 2018, 01:30 PM

- અમેરિકા-જર્મનીની વચ્ચે વિવાદમાં યૂ-ટર્ન 
- જી-7 સમિટમાં ટ્રમ્પ રશિયાના પક્ષમાં જોવા મળ્યા, હવે જર્મનીને તેનું બંધક ગણાવી રહ્યા છે. 

 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ જર્મની અને અમેરિકા એક મહિનામાં બીજી વાર આમને-સામને આવ્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સાંજે બ્રસેલ્સમાં નાટો નેતાઓની બેઠકમાં જર્મની વિરૂદ્ધ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે, એક તરફ અમે તમારું રશિયા અને અન્ય દેશોથી રક્ષણ કરીએ છીએ, બીજી તરફ તમે રશિયા પાસેથી અબજો ડોલરની ડીલ કરી રહ્યા છો. તમે તો રશિયાને ધનવાન બનાવી રહ્યા છો. જર્મની સંપુર્ણ રીતે રશિયાના નિયંત્રણમાં છે. રશિયાએ જર્મનીને બંધક બનાવીને રાખ્યું છે, જે યોગ્ય નથી. ટ્રમ્પે આ નિવેદન આપ્યું, તે સમયે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ હાજર નહતા. 

 

- ટ્રમ્પે 29 દેશોના મિલિટરી ઓર્ગેનાઇઝેશન 'નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન' (NATO)ના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલટેનબર્ગની સાથે બ્રેકફાસ્ટ મીટિંગ દરમિયાન કહ્યું કે, જર્મનીએ રશિયાની સાથે તેલ અને ગેસની મોડી ડીલ કરી છે, આ દુઃખદ બાબત છે. જર્મનીના 70 ટકા નેચરલ ગેસ સેક્ટર પર રશિયાનું નિયંત્રણ થઇ જશે. આ ના થવું જોઇએ. 


ટ્રમ્પ અને પુતિન વચ્ચે પહેલી દ્વિપક્ષિય સમિટ 16 જુલાઇના રોજ યોજાશે

 

રશિયા સાથેના સંબંધો પર અફસોસ નહીં: મર્કલ 


- ટ્રમ્પના નિવેદન બાદ જર્મનીની ચાન્સેલર એન્જેલા મર્કલે કહ્યું કે, મેં ઇસ્ટ જર્મનીના એવા વિસ્તારમાંથી અભ્યાસ કર્યો છે, જે એક સમયે સોવિયત સંઘનો હિસ્સો હતું. 
- મેં સોવિયત સંઘના નિયંત્રણવાળા જર્મનીનો અનુભવ કરી લીધો છે. મને ખુશી છે કે, આજે બંને દેશો અલગ છે અને આઝાદ છે. અમે અમારી નીતિ જાતે જ નક્કી કરીએ છીએ અને આ સારી બાબત છે. 


G-7 સમિટમાં એકલાં પડ્યા ટ્રમ્પ, યુરોપિયન દેશોએ USને આપી ચેતવણી


10 જૂનના રોજ પણ આમને-સામને હતા યુએસ-જર્મની


- એક મહિના પહેલાં જર્મનીના ફ્રેંકફર્ટમાં G-7 દેશોની સમિટ થઇ હતી. જેમાં જર્મની, ફ્રાન્સ અને કેનેડા જેવા દેશો અમેરિકાના વિરોધમાં જોવા મળ્યા, તો ટ્રમ્પ જી-7 સમિટ છોડીને એક દિવસ વહેલા નિકળી ગયા હતા. 
- મર્કલે કહ્યું હતું કે, ટ્રમ્પનું જોઇન્ટ સ્ટેટમેન્ટમાં સામેલ ના થવું અત્યંત નિરાશાજનક છે. યુક્રેન પાસેથી ક્રિમિયા છીનવવાની બાબતને લઇને 2014થી રશિયાને બહાર રાખવામાં આવ્યું છે. આ જ કારણે જી-8 ચાર વર્ષથી જી-7 બની ગયું છે. 
- એક મહિના પહેલાં થયેલી જી-7 બેઠકમાં ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયાને વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થાવાળા ગ્રુપમાં ફરીથી સામેલ કરવું જોઇએ. 
- જેના પર મર્કલે કહ્યું હતું કે, પહેલાં રશિયા સાથે નિઃશસ્ત્રીકરણ, યુક્રેન અને સીરિયા મુદ્દે વાત કરવાની જરૂર છે. ત્યારબાદ જ તેને આ ગ્રુપમાં ફરીથી સામેલ કરી શકાય તેમ છે. 

 

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Germany is a captive of Russia, the U.S. president declared in a breakfast meeting
(News in Gujarati from Divya Bhaskar)