મોદી પહોંચ્યા રશિયા, બંને દેશો વચ્ચે અનૌપચારિક પણ મહત્વની વાતચીત

ભારત રશિયાની આ મુલાકાત બાદ એકસાથે અમેરિકા, ચીન અને પાકિસ્તાનને સાધવાની કોશિશ કરશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડન્ટ વચ્ચે અનૌપચારિક મીટિંગની શરૂઆત
Divyabhaskar.com May 21, 2018, 12:14 PM IST

સોચી (રશિયા): રશિયાના પ્રમુખ પુટિનના આમંત્રણથી વડાપ્રધાન મોદી  રશિયા પહોંચી ગયા. તેમની સોચી શહેરમાં પુટિન સાથે પહેલી અનૌપચારિક શિખર વાટાઘાટો થઈ. મોદીએ સૌથી પહેલાં પુટિનને ચોથી વખત રશિયાના પ્રમુખ બનવા માટે અભિનંદન આપ્યા. મોદીએ પુટિનને તેમના પહેલા ભારત પ્રવાસ અને તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયી સાથેની મુલાકાતની પણ યાદ અપાવી. મોદીએ કહ્યું વર્ષ 2001માં પદભાર સંભાળ્યા બાદથી તમારો ભારત સાથે અતૂટ સંબંધ રહ્યો છે.

 

પીએમ મોદી અને પ્રમુખ પુટિન વચ્ચે પહેલી અનૌપચારિક બેઠક

 

પહેલી વખત રશિયાના પ્રમુખ બન્યા બાદ તમે ભારત આવ્યા હતા. તે સમયે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. તે દરમિયાન તમે ભારતને જીવંત લોકતંત્ર ગણાવ્યું હતું. આ અંગે ભારતના લોકો આજે પણ તમને યાદ કરે છે. મોદીએ કહ્યું કે ભારત અને રશિયા ખૂબ જ જૂના મિત્ર છે. આપણો સંબંધ અતૂટ છે. ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી હવે વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર પહોંચી ગઈ છે. મોદીએ રશિયા આવવા આમંત્રિત કરવા માટે પુટિનનો આભાર પણ માન્યો. પીએમ મોદી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવતા પ્રમુખ પુટિને કહ્યું કે તમારો પ્રવાસ દ્વિપક્ષીય સંબંધોમાં નવો પ્રાણ ફૂંકશે. 

 

ભારત-રશિયા આઈએનએસટીસી અને બ્રિક્સમાં સાથે મળીને કામ કરી રહ્યા છે

 

મોદીએ કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ ટ્રાન્સપોર્ટ કોરિડોર (આઈએનએસટીસી) અને બ્રિક્સ પર એક સાથે મળીને કામ કરી રહ્યા છે. મોદીએ શાંઘાઈ સહયોગ સંગઠનમાં સ્થાયી સભ્યપદ અપાવવામાં ભારતની મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ રશિયાનો આભાર વ્યક્ત કર્યો. 8 રાષ્ટ્રોના આ સંગઠનનો આશય સભ્ય દેશોમાં સૈન્ય અને આર્થિક સહયોગ વધારવાનો છે. ભારત અને પાકિસ્તાનનો તેમાં ગત વર્ષે સમાવેશ કરાયો હતો. 

 

આગળ વાંચો: 24 દિવસમાં બીજા રાષ્ટ્રાધ્યક્ષ સાથે અનૌપચારિક વાટાઘાટો

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: સોચી શહેરમાં પુતિનની સાથે મોદી અનૌપચારિક મુલાકાતમાં ભાગ લેશે | Narendra Modi to meet Vladimir Putin today
(News in Gujarati from Divya Bhaskar)