Loading...

બોટિંગથી લઈ લેક સાઈડ ડિનરઃ 24 કલાકમાં 6 વાર મળશે મોદી - જિનપિંગ

આ બેઠકનો ઉદ્દેશ બંને દેશોના અમુક અતિ વિવાદાસ્પદ મુદ્દા પર સહમતીનો રસ્તો શોધવાનો છે.

Divya Bhaskar Apr 27, 2018, 11:45 AM
મોદી આજથી બે દિવસની મુલાકાતે (ફાઈલ ફોટો)

બેઈજિંગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસની મુલાકાત માટે ચીન પહોંચી ગયા છે. અહીં પીએમ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બે દિવસની અનઔપચારિક શિખર વાર્તા કરશે. આ સિવાય તેઓ અન્ય પણ ઘણાં કાર્યક્રમોમાં ભાગ લેશે. પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની આ અનઔપચારિક શીખર યાત્રાને 'હાર્ટ ટુ હાર્ટ' સમ્મેલન પણ નામ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ મુલાકાત દરમિયાન 24 કલાકમાં મોદી અને જિનપિંગ છ વખત મળવાના છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પીએમ મોદી પહેલી અનઔપચારિક શિખર વાર્તા કરવા માટે વુહાન પહોંચ્યા છે. ત્યાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. બંને નેતા દ્વીપક્ષીય સંબંધો વધારવાની રણનીતિ અને દીર્ધકાલીન પરિપ્રેક્ષ્યની સમીક્ષા કરશે.

મોદીનો ચીનમાં છે આ કાર્યક્રમ


- બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે સીમા વિવાદ સહીત અન્ય ઘણાં મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે કોમન વિચાર બનાવવાની દિશામાં કામ કરવામાં આવે તેવી અપેક્ષા છે. અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે આ અનઔપચારિક બેઠક દરમિયાન કોઈ પણ સમજૂતી કરાર કરવામાં આવશે નહીં.
- આ મુલાકાત દરમિયાન બંને મુખ્ય નેતાઓની અનઔપચારિક સીધી વાત, ચીનના સૌથી સારા મ્યુઝિયમની યાત્રા અને એક સુંદર લેકના કિનારે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દિલ સાથે જોડાશે દિલ


- આ મુલાકાતને દિલને દિલ સાથે જોડવાની બેઠક પણ માનવામાં આવે છે. આ બેઠકનો ઉદ્દેશ બંને દેશોના અમુક અતિ વિવાદાસ્પદ મુદ્દા પર સહમતીનો રસ્તો શોધવાનો છે. મોદી અને શી જિનપિંગ આજે લંચ કર્યા પછી એકલામાં એક બેઠક કરશે.
- બંને નેતા પહેલાં હુબઈ પ્રાંતીય મ્યુઝિયમ જશે જ્યાં મોટી સંખ્યામાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક ચીજ-વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોદી-જિનપિંગ લેશે લેક સાઇડ ડિનર


- આજની બેઠક પછી શનિવારે ફરી બંને નેતા મુલાકાત કરશે તેમાં બંને તરફથી 6-6 અગ્રણી અધિકારાઓ પણ સામેલ થસે. બંને નેતા અને આ અગ્રણી અધિકારીઓ ખૂબ લોકપ્રિય અને સુંદર ઈસ્ટ લેકના કિનારે ડિનર કરશે.
- શનિવારે બંને નેતા નદી કિનારે ફરશે, બોટિંગ કરશે અને અગ્રણી અધિકારીઓ સાથે ડિનર કરશે.

જાણો કેમ વારંંવાર ચીન જાય છે મોદી? કદ વધારવા, વિવાદનો ઉકેલ લાવવા અને રુતબો મેળવવા

શંઘાઈ સહયોગ સંગઠન


જૂનમાં શંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક થવાની છે. ભારત ઘણાં સમયથી આ સંગઠનમાં તેમનું કદ વધારવા માગે છે. તેથી મોદી અને જિનપિંગની વચ્ચે થનારી મુલાકાતના વિવિધ અર્થ કાઢવામાં આવી રહ્યા છે. તેમાં પીએમ મોદી શી જિનપિંગ સાથે ભારતના સંગઠનમાં ભાગીદારી વધારવાની ભલામણ પણ કરી શકે છે.

ડોકલામ વિવાદ


મોદી-જિનપિંગ આ અનઔપચારિક શિખર વાર્તામાં ડોકલામ વિવાદ પછી બંને દેશોના સંબંધોમાં આવેલી કડવાશ દૂર કરવાનો પ્રયત્ન પણ માનવામાં આવે છે. તેમાં 2 વર્ષમાં સંબંધોમાં આવેલી કડવાશને દૂર કરવાનો પ્રયત્ન પણ માનવામાં આવે છે. આ બેઠકમાં આર્થિક ગતીવિધિ વધારવા વિશે વાત થવાની પણ શક્યતા છે.

એનએસજી સભ્યતા


આ બેઠક માટે કોઈ એજન્ડાની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ તેમાં ડોકલામ સિવાય વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ, ચીનના બેલ્જ એન્ડ રોડ ઈનિશિએટિવ, એનએસજી સભ્યતા, વેપાર અને ભારતમાં ચીનના રોકાણ વિશે તાત-ચીત થવાની શક્યતા છે. ચીન 2013માં બોર્ડર ડિફેન્સ કો-ઓપરેશન એગ્રીમેન્ટ પર અલગ ફ્રેમવર્કનો પ્રસ્તાવ મુકી શકે છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: બોટિંગથી લઈ નદી કિનારે ડિનર સુધીની રહેશે મોદીની ચીન યાત્રા| PM China visit is From boat trip to lakeside dinners
(News in Gujarati from Divya Bhaskar)