રશિયામાં પુતિનના કાર્યકાળની શરૂઆત પહેલાં વિરોધ, 1600થી વધુ અરેસ્ટ

પોલીસે પુતિનના વિરોધી એલેક્સી નવાલ્ની સહિત 1600થી વધુ દેખાવકારોની ધરપકડ કરી

પુતિન વર્ષ 2000થી સત્તામાં છે, હવે તેઓ 6 વર્ષ વધુ એટલે કે 2014 સુધી પ્રેસિડન્ટ પદે રહેશે.
Divyabhaskar.com May 06, 2018, 11:11 AM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ રશિયામાં સોમવારે વ્લાદિમીર પુતિન ચોથીવાર પ્રેસિડન્ટ પદની જવાબદારી સંભાળશે. પરંતુ એ પહેલાં જ તેઓનો વિરોધ પણ શરૂ થઇ ગયો છે. હજારો લોકોએ પુતિન વિરૂદ્ધ મોસ્કોના પુશ્કિન સ્ક્વેર પર પ્રદર્શન કર્યુ. લોકો પુતિન ફરીથી રાષ્ટ્રપતિ પદ સંભાળશે તેના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓની આગેવાની એન્ટી-કરપ્શન કેમ્પેનર અને પુતિનના વિરોધી એલેક્સી નવાલ્નીએ કરી હતી. પોલીસે નવાલ્ની સહિત 1600થી વધુ દેખાવકારોની ધરપકડ કરી છે. 


નવાલ્નીને ઢસડીને લઇ ગયા સુરક્ષાકર્મીઓ 


- આખા રશિયામાં શનિવારે યાકુત્સથી લઇને પૂર્વોત્તર સ્થિત સેન્ટ પીટર્સબર્ગ અને કેલિનિનગ્રાદ સુધી પ્રદર્શન થયા. દેખાવકારોમાં મોટાંભાગે નવાલ્ની સમર્થક હતા. 
- પુશ્કિલ સ્ક્વેર પર પ્રદર્શન દરમિયાન નવાલ્નીને સુરક્ષાકર્મીઓ ઢસડીને લઇ ગયા હતા. સરકાર દ્વારા નિયંત્રિત ટીવી પર પ્રદર્શન અંગે કોઇ કવરેજ થયું નહીં. 
- લોકોએ પુતિન ચોર છે અને રશિયા આઝાદ થશે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો. 


પુતિન દેશ ચલાવવાના લાયક નથી 


- દિમિત્રી નિવેતેંકો નામના એક પ્રદર્શનકારીએ કહ્યું કે, મને લાગે છે કે, પુતિન દેશ સંભાળવા માટે લાયક નથી. તેઓ 18 વર્ષથી સત્તામાં છે અને તેઓએ અમારાં માટે કંઇ પણ સારું નથી કર્યુ. 
- ઓવીડી-ઇન્ફો નામના પોલિટિકલ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે, જો તેઓ ભલાઇ ઇચ્છે છે તો તેઓએ પદેથી હટી જવું જોઇએ. 
- ઇરૈદા નિકોલેવા નામની મહિલાએ પોલીસ સામે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે, મારાં દીકરાને જવા દો, તેણે કશું જ નથી કર્યુ. તમે માણસ છો કે નહીં? શું તમે રશિયામાં રહો છો કે બહારના દેશમાંથી આવ્યા છો? 


નવાલ્ની પર પોલીસનો આદેશ નહીં માનવાનો આરોપ 


- નવાલ્ની પર આરોપ છે કે, તેઓએ પોલીસનો આદેશ માન્યો નથી. જો આ વાત સાબિત થઇ તો તેઓને 15 દિવસ જેલની સજા થશે. આ પહેલાં પણ નવાલ્ની આ પ્રકારના આરોપોમાં અનેક અઠવાડિયા સુધી જેલમાં રહી ચૂક્યા છે. 
- નવાલ્ની પહેલાં પણ દેશભરમાં પ્રદર્શનનું આયોજન કરી ચૂક્યા છે. 
- રશિયાના 20 શહેરોમાં થયેલા પ્રદર્શનમાં 1600થી વધુ લોકોની ધરપકડ થઇ છે. એકલા મોસ્કોમાં જ 704 અને સેન્ટ પીટર્સબર્ગમાં 229 દેખાવકારોને પોલીસે અરેસ્ટ કર્યા છે. 
- જ્યારે મોસ્કો પોલીસે કહ્યું કે, રાજધાનીમાં પોલીસે 300 લોકોની ધરપકડ કરી છે. 


77 ટકા વોટ મેળવ્યા હતા પુતિને 


- માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં પુતિનને 77 ટકા વોટ મળ્યા હતા. રશિયામાં જોસેફ સ્ટાલિન બાદ તેઓ સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેતા નેતા બની ગયા છે. 
- નવાલ્નીએ તેઓની વિરોધમાં ઉભા રહ્યા હતા, પરંતુ તેઓા વોટ નાખવા પર જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. નવાલ્નીએ સમર્થકો પર તેઓને ચૂંટણીથી બહાર કરવાનો આરોપ લગાવ્યો. 
- વ્લાદિમીર પુતિન 2000, 2008 અને 2012માં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા હતા. 2008-12 સુધી પુતિન વડાપ્રધાન હતા. 
- પુતિન રશિયા (તે સમયે સોવિયેત સંઘ)ના સરમુખત્યાર રહી ચૂકેલા જોસેફ સ્ટાલિન બાદ સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા લીડર બની ગયા છે. સ્ટાલિન 1922થી 1952 સુધી 30 વર્ષ સુધી સત્તામાં રહ્યા. 
- પુતિન 2000થી સત્તામાં છે, હવે તેઓ 6 વર્ષ વધુ એટલે કે 2014 સુધી પ્રેસિડન્ટ પદે રહેશે. તેઓ કુલ 24 વર્ષ સુધી સત્તા પર રહેશે. 

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: હજારો લોકોએ પુતિન વિરૂદ્ધ મોસ્કોના પુશ્કિન સ્ક્વેર પર પ્રદર્શન કર્યુ | More than 16,000 protesters including top opposition leader Alexei
(News in Gujarati from Divya Bhaskar)