Loading...

દંપતી 4 વર્ષથી કરી રહ્યું'તું બાળક પેદા કરવાની ટ્રાય, ટેસ્ટમાં ખબર પડી કે પત્ની તો હજુ પણ કુંવારી

આવું એટલે થયું કે કારણકે બંને વચ્ચે પ્રાકૃતિક રીતે ક્યારેય સંબંધ બંધાયો જ ન હતો

Divya Bhaskar Aug 27, 2018, 05:48 PM

ઇન્ટરનેશનલ ડેસ્ક: જો કોઈ મહિલા લગ્નના ચાર વર્ષ પછી પણ વર્જિન રહે તો કોઈપણ વ્યક્તિ ચોંકી જાય તે સ્વાભાવિક છે, તે પણ જયારે બંને લગ્ન પછી બાળક પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. પણ આવું જ કંઈક થયું છે ચીનના એક કપલ સાથે. આ કિસ્સો ચીનનો છે જ્યાં એક યુવાન જોડાએ લગ્નના ચાર વર્ષ થયા બાદ પણ બાળક પેદા કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. આ પછી તેમણે હેરાન-પરેશાન થઈને ડોક્ટરની સલાહ લેવાનું વિચાર્યું. પણ ડોક્ટરે જયારે તેનું ચેકઅપ કર્યું ત્યારે જે રિઝલ્ટ આવ્યું તે જોઈને દંગ રહી ગયા. તેમણે જણાવ્યું કે મહિલા હજુ સુધી વર્જિન છે. આવું એટલે થયું કે કારણકે બંને વચ્ચે પ્રાકૃતિક રીતે ક્યારેય સંબંધ બંધાયો જ ન હતો.

- ચીનના અખબાર ગુયાન્ગ ઇવનિંગ પોસ્ટ મુજબ આ જોડી ચીનના દક્ષિણી પશ્ચિમી ગીજોઉં પ્રાંતના બીજે શહેરના રહેવાસી છે. પતિની ઉંમર 26 વર્ષ અને પત્નીની ઉંમર 24 વર્ષ છે. આ બંનેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા. આ દરમિયાન આ બંને વચ્ચે નિયમિત રૂપથી સંબંધ પણ બન્યા. પણ ચાર વર્ષમાં જયારે તેમને બાળક ન થયું તો આ ડોક્ટર લ્યૂ હોન્ગમેઇ પાસે પહોંચ્યા.

- તેમણે ટેસ્ટ માટે અન્ય મહિલાઓ પાસેથી જાણકારી મેળવી. આ પછી તેમણે ડોક્ટરને જણાવ્યું કે તેણે જયારે પણ પતિ સાથે સંબંધ બનાવવાનો પ્રયત્ન કર્યો તો તેને ખુબ જ પીડા અને દર્દ થયું. ડોક્ટરે બતાવ્યું કે કેટલીયેવાર મહિલાઓ સાથે આવું થાય છે. આ સામાન્ય છે. ડોક્ટરે જયારે મહિલા સાથે આગળ વાતચીત કરી તો ખબર પડી કે બંને સેક્સ વિશેની માહિતીથી અજાણ હતા.


- આ બંનેએ છેલ્લા ચાર વર્ષમાં એકપણ વાર પ્રાકૃતિક રીતે સેક્સ નથી કર્યું. તેમણે જયારે પણ સંબંધ બનાવ્યો ત્યારે અપ્રાકૃતિક રીતે જ બન્યો. માટે જ મહિલા અત્યાર સુધી વર્જિન છે અને મા નથી બની શકી. ડોક્ટરે કહ્યું આ કેસમાં બંને અજાણ હતા કે બાળક પેદા કરવા માટે કઈ રીતે સંબંધ બનાવવો.

આ પણ વાંચો:-
બોયફ્રેન્ડના મોતથી ઠીક પહેલા ગર્લફ્રેન્ડે લગાવ્યો તેને ગળે, પ્રેમિકાના હાથમાં જ નીકળ્યો યુવકનો જીવ


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Married couple trying to get pregnant for four years were actually having anal love making
(News in Gujarati from Divya Bhaskar)