Loading...

જ્યારે મોદી-જિનપિંગ મળે છે તો દુનિયા જોતી રહી જાય છેઃ ચીન મીડિયા

જાણો, ચીનનું મીડિયા મોદીની મુલાકાત વિશે કેવો મત ધરાવે છે

Divya Bhaskar Apr 27, 2018, 06:05 PM
ચીનના વુહાનમાં મોદી અને જિનપિંગની બે દિવસીય મુલાકાતને પાડોશી દેશનું મીડિયા 1988માં રાજીવ ગાંધી અને ડેંગ શિઓપિંગની મુલાકાત માફક જોઇ રહ્યું છે.

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પીએમ મોદીની ચીનની મુલાકાતને લઇને ચીનના મીડિયામાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. આ વલણ આશ્ચર્યજનક એટલા માટે છે કારણ કે, અવાર-નવાર ભારતને લઇને મીડિયામાં ખરાબ પાસાઓ વિશે વધુ માહિતી આપવામાં આવી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ભારતે ચીનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હોય. ચીનના વુહાનમાં મોદી અને જિનપિંગની બે દિવસીય મુલાકાતને પાડોશી દેશનું મીડિયા 1988માં રાજીવ ગાંધી અને ડેંગ શિઓપિંગની મુલાકાત માફક જોઇ રહ્યું છે. આ દરમિયાન પણ ભારત-ચીનના સંબંધોમાં ઉષ્મા જોવા મળી રહી છે.


ચાઇના ડેઇલી


- ચીન સરકારના પ્રમુખ અખબાર ચાઇના ડેલીનું કહેવું છે કે, બંને દેશોના પ્રમુખોની પાસે સંબંધોને સારાં બનાવવાનો અવસર છે. અખબારે આ મીટિંગને 21મી સદી માટે સૌથી મહત્વની ગણાવી છે.


ગ્લોબલ ટાઇમ્સ


- ગ્લોબલ ટાઇમ્સ ન્યૂઝપેપરે બંને દેશોના સંબંધો પર એડિટોરિયલ આર્ટિકલ લખ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જિનપિંગ-મોદીની મીટિંગમાં બીજિંગ અને નવી દિલ્હીનું પોલિટિકલ જ્ઞાન જોવા મળશે.
- ન્યૂઝપેપર અનુસાર, આવી જ એક મીટિંગ 1988માં ચીનના લીડર શિઓપિંગ અને તત્કાલિન પીએમ રાજીવ ગાંધીની વચ્ચે થઇ હતી. તે સમયે બંને દેશો દ્વિપક્ષીય સમિટને લઇને રાજી થયા હતા.


વધુમાં શું કહ્યું, ચીનના મીડિયાએ


- ચીનનું મીડિયા પીએમ મોદીની મુલાકાતથી ઘણી આશા લગાવી રહ્યું છે. તેઓનું કહેવું છે કે, જ્યારે મોદી-જિનપિંગ મળે છે તો આખી દુનિયા જોવે છે.
- બંને દેશોની મજબૂત ઇકોનોમી, બિઝનેસ પ્રોટેક્શન, પશ્ચિમ દેશોમાં ઝડપથી વધતો રાષ્ટ્રવાદ, આ એવા મુદ્દા છે, જેની ઉપર આ બંને એશિયન દેશો અન્ય દુનિયા તેને હેન્ડલ કરવાની રીત બતાવી શકે છે.
- ઝડપથી વૃદ્ધિ કરી રહેલા ભારત-ચીનની વચ્ચે ઇન્ટરનેશનલ મામલાઓને લઇને કોમન ઇન્ટરેસ્ટ છે. બંનેને ડેવલપમેન્ટ જોઇએ.


ચીન સરકારના કંટ્રોલમાં મીડિયા


- જો કે, મોદી-જિનપિંગની મુલાકાતને લઇને ચીનનું મીડિયા ભલે સકારાત્મક વલણ રાખે, પરંતુ આપણે એ ના ભૂલવું જોઇએ કે, આ ચીનનું સરકારી મીડિયા છે.
- સરકારી મીડિયા સંપુર્ણ રીતે ચીન સરકારના સ્પોક્સપર્સનના રોલમાં હોય છે.
- ચીન તેને પ્રોપગેન્ડાની માફક ઉપયોગ કરે છે. જો બંને દેશો પોતાના કોમન ઇશ્યુ પર સહમત નથી થતા તો ચીની મીડિયાનું વલણ તાત્કાલિક બદલાઇ જશે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: સરકારી મીડિયા સંપુર્ણ રીતે ચીન સરકારના સ્પોક્સપર્સનના રોલમાં હોય છે | India should never use Tibet as a bargaining chip, state media
(News in Gujarati from Divya Bhaskar)