એક સમયે ચીન પાસે નહતું એરક્રાફ્ટ, નહેરુએ પ્લેન મોકલ્યું ત્યારે દિલ્હી આવ્યા તેમના PM

વાત 1954ની છે જ્યારે ચીનના પ્રીમિયર (વડાપ્રધાન) ઝાઉ ઉન લાઇ પહેલીવાર એક સમિટમાં હાજરી આપવા ભારતની મુલાકાતે આવ્યા હતા

એરપોર્ટ પર ચીનના પ્રીમિયર ઝાઉનું વેલકમ કરતા નેહરુ
Divyabhaskar.com Apr 28, 2018, 12:05 AM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં બે દિવસની ઇન્ફોર્મલ સમિટ પર છે. આ સમિટને લઇને સંબંધો મજબૂત થવા ઉપરાંત અન્ય મુદ્દાઓનો ઉકેલ નિકળવાની આશા છે. બંને દેશોના સુધરતા સંબંધોની વચ્ચે ઇતિહાસનો એક કિસ્સો પણ યાદ કરવા લાયક છે. આ એ પ્રસંગ હતો, જ્યારે દેશના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હીમાં એક સમિટનું આયોજન કર્યુ હતું. તે સમયે ચીનની પાસે તેમના પીએમ માટે એરક્રાફ્ટ નહતું અને નહેરુએ ફ્લાઇટ મોકલાવીને તેઓને બોલાવ્યા હતા. 

 

કડવાશ-મિઠાશભર્યા હતા સંબંધો 


- આ વાત 1954ની છે જ્યારે ચીનના પ્રીમિયર (વડાપ્રધાન) ઝાઉ એન લાઇ પહેલીવાર ભારતની મુલાકાતે એક સમિટમાં સામેલ થવા માટે આવ્યા હતા. 
- હિસ્ટોરિયન ડેવિડ રેનોલ્ડ્સના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હીમાં પહેલીવાર નહેરુ-ઝાઉ એન લાઇ સમિટનું આયોજન કર્યુ હતું. 
- આ સમયે ચીનની પાસે પોતાના પ્રીમિયર માટે પ્લેન સુદ્ધાં નહતું. તેથી તેઓને દિલ્હી લાવવા માટે નહેરુએ એર ઇન્ડિયાની ફ્લાઇટ મોકલાવી હતી. 
- ઝાઉ ભારત આવ્યા અને સમિટમાં ભાગ લીધો. તેઓએ નહેરુની સાથે પંચશીલ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર પણ કર્યા, જેમાં બંને દેશોના શાંતિપૂર્ણ અસ્તિત્વને લઇને સિદ્ધાંત આપવામાં આવ્યા હતા. 


આગામી દોરમાં જ બગડ્યા સંબંધો 


- ત્યારબાદ 1960માં પણ એક સમિટનું આયોજન થયું, તે સમયે ચીનના દુશ્મ દલાઇ લામા ભારતમાં શરણ લઇ ચૂક્યા હતા. ત્યારબાદ જ આ બંને દેશોમાં અંતર વધવા લાગ્યું હતું. 
- આ સમિટમાં બાઉન્ડ્રી મુદ્દે બંને દેશોની વચ્ચે વાતચીત તો થઇ, પરંતુ કોઇ પરિણામ મળ્યું નહીં. મામલાને ઉકેલવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ. 
- જો કે, કોન્ફરન્સ બાદ મામલો એટલો બગડી ગયો કે, ઝાઉ નારાજ થઇ ગયા અને પોતાના ડેલિગેશનની સાથે ઇલ્યુશિન એરક્રાફ્ટથી ચીન પરત ગયા. આ એરક્રાફ્ટને ચીને નવું નવું જ ખરીદ્યું હતું. 
- આ ઘટના બાદ બંને દેશોની વચ્ચે સંબંધ એવા બગડ્યા કે બે વર્ષ બાદ જ ચીન અને ભારત વચ્ચે યુદ્ધ સુદ્ધાં થયું. 
- જો કે, છેલ્લાં દોરની મુલાકાતોના પરિણામો ગમે તેવા રહ્યા હોય, પરંતુ મોદીની આ ચીનની મુલાકાતથી જ બંને દેશોની વચ્ચે તણાવ ઘટવાની આશા બંધાઇ રહી છે. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ સમિટના સમયના ફોટોગ્રાફ્સ... 

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: તે સમયે ચીનની પાસે તેમના પીએમ માટે એરક્રાફ્ટ નહતું | Nehru Send Flight For Chinese PM To Bring Him To Delhi For Summit
(News in Gujarati from Divya Bhaskar)