કિમ-જિનપિંગ મુલાકાતઃ વિશ્વ શાંતિ માટે બીજિંગ મિલિટરીને સહયોગ આપશે નોર્થ કોરિયા

ટ્રમ્પે સાઉથ કોરિયા અને અમેરિકા વચ્ચે થતી જોઇન્ટ મિલિટરી એક્સરસાઇઝ નહીં કરવાનું નિવેદન આપ્યું હતું

મીટિંગ દરમિયાન કિમ અને જિનપિંગે વૈશ્વિક શાંતિ અને પરમાણુ પરીક્ષણ અંગે ચર્ચા કરી હતી.
Divyabhaskar.com Jun 20, 2018, 12:53 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ વચ્ચે મંગળવારે મુલાકાત થઇ હતી. ટ્રમ્પ સાથે ગત 12 જૂનના રોજ સિંગાપોરમાં સમિટ બાદ કિમ અચાનક જ ચીન પહોંચ્યા હતા. બે દિવસની આ મુલાકાતમાં નોર્થ કોરિયા અને ચીનના લીડર વચ્ચે આજે વિશ્વ શાંતિ અને કોરિયન પેન્નિનસુલામાં પરમાણુ નિઃશસ્ત્રીકરણ (ન્યૂક્લિયર ડિસઆર્મમેન્ટ) અંગે ચર્ચા થઇ હતી. આ સિવાય કિમે આજે મળેલી મીટિંગ દરમિયાન શી જિનપિંગને બીજિંગમાં ગોઠવાયેલા ચીનના અધિકારીઓને સહકાર આપવા ઉપરાંત કોરિયન પેન્નિનસુલામાં 'નવા ભવિષ્ય' વિશે ચર્ચા કરી હતી. 


આજે નોર્થ કોરિયા પરત ફરશે કિમ જોંગ 


- કિમ જોંગે ચીનના પ્રેસિડન્ટ સાથે યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગત અઠવાડિયે મળેલી બેઠક અંગે પણ ચર્ચા કરી હતી. 
- કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)ના જણાવ્યા અનુસાર, કિમે આ મીટિંગની વિગતો અને ન્યૂક્લિયર ડિસઆર્મમેન્ટના વિવાદને કેવી રીતે ઉકેલી શકાય તે અંગે શી જિનપિંગના વિચારો જાણ્યા હતા. 
- નોર્થ કોરિયા અને ચીનના સ્ટેટ મીડિયા અનુસાર, કિમની આ બે દિવસની બીજિંગ મુલાકાત આજે સાંજે પૂર્ણ થશે. 


કિમ પરમાણુ હથિયાર ખતમ કરવા તૈયાર; સમસ્યાનો ઉકેલ મળ્યો- ટ્રમ્પ


સાઉથ કોરિયા-અમેરિકા નહીં કરે મિલિટરી એક્સરસાઇઝ 


- સિંગાપોરમાં મળેલી બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રેસિડન્ટ ટ્રમ્પે સાઉથ કોરિયા અને અમેરિકા વચ્ચે થતી જોઇન્ટ મિલિટરી એક્સરસાઇઝ નહીં કરવાનું નિવેદન આપ્યું હતું. 
- આ નિવેદન અનુસાર, મંગળવારે સાઉથ કોરિયા અને અમેરિકાએ સંયુક્ત નિવેદન આપ્યું હતું કે, બંને દેશોએ ઓગસ્ટ મહિનાની જોઇન્ટ મિલિટરી એક્સરસાઇઝ સ્થગિત કરી દીધી છે. જો કે, આ ડ્રીલ સ્થગિત કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. 
- સાઉથ કોરિયાના ફોરેન મિનિસ્ટર કેંગ ક્યુંગ-હ્વાએ આજે જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાની ડ્રીલને સ્થગિત કરવાનો નિર્ણય ત્યારે જ અમલમાં મુકવામાં આવશે જ્યારે નોર્થ કોરિયા ડિસઆર્મમેન્ટના કરાર પર કામગીરી કરવાનું શરૂ કરી દેશે. 
- કેંગે જણાવ્યું કે, અમેરિકા અને સાઉથ કોરિયાની આર્મીનો આ નિર્ણય શાંતિવાર્તાને આગળ વધારવા માટે લેવામાં આવ્યો છે. જો નોર્થ કોરિયા ડિસઆર્મમેન્ટ કરાર અનુસાર કોઇ કામગીરી નહીં કરે તો બંને બોર્ડર પર આર્મી પરત પણ લાવી શકાય છે. 


ટ્રમ્પ સાથે મુલાકાત બાદ ચીનની મુલાકાત 


- 2011માં સત્તામાં આવ્યા બાદ કિમ ત્રીજી વાર ચીન પહોંચ્યા છે. 12 જૂનના રોજ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા બાદ કિમની અન્ય દેશના લીડર સાથે આ પહેલી મુલાકાત છે. 
- મીટિંગ દરમિયાન કિમ, ટ્રમ્પ સાથેની હકારાત્મક મીટિંગ અંગે જિનપિંગ સાથે ચર્ચા કરી હતી. 
- કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી અનુસાર, જિનપિંગે કહ્યું કે ચીન અને નોર્થ કોરિયાના સંબંધો તેઓની માર્ચ મહિનાની મુલાકાત બાદ નવા જ વિકસિત સ્તર પર પહોંચી ગયા છે. 
- નોર્થ કોરિયા અને ચીન વચ્ચે કિમની માર્ચ મહિનાની મુલાકાત દરમિયાન જે કરાર થયા હતા તેના ઉપર હવે કામ શરૂ કરવામાં આવશે. 
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ સાથે મુલાકાતા બાદ કિમ ચીનની મુલાકાત લેશે તે ખૂબ જ સ્વાભાવિક હતું. કારણ કે, ટ્રમ્પ સાથેની મીટિંગ દરમિયાન પ્યોંગયાંગ 1950-53ના ગૃહયુદ્ધ દરમિયાન ગૂમ થયેલા સૈનિકોના અવશેષો પરત મોકલવાના પણ કરાર કર્યા છે. 
- મંગળવારે યુએસ ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, નોર્થ કોરિયા આગામી દિવસોમાં કરાર સંબંધિત કામગીરી શરૂ કરે તેવી શક્યતાઓ છે. 

 

કિમ જોંગની ચીનની મુલાકાતની વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ટ્રમ્પ સાથે મીટિંગ બાદ ચીનની મુલાકાત | they meet in Beijing to discuss peace and denuclearization
(News in Gujarati from Divya Bhaskar)