ચીન: મોદી માટે વાગ્યું હિંદી ગીત 'તૂ તૂ હૈ વહી, દિલને જિસે અપના કહા'

ચીન યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શી જિનપિંગે વુહાનમાં પ્રોટોકોલ તોડી પારંપરિક રીતે સ્વાગત કર્યું

Divyabhaskar.com Apr 28, 2018, 11:46 AM IST

ઈન્ટરનેશનલ ડેસ્કઃ ચીન યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શી જિનપિંગે વુહાનમાં પ્રોટોકોલ તોડી પારંપરિક રીતે સ્વાગત કર્યું. અનૌપચારિક શિખર સંમેલનમાં ભાગ લીધા બાદ જિનપિંગે મોદીને ચીનની પરંપરા સાથે અવગત કરાવ્યા. પહેલા તેમને ઢોલ અને ઘંટડીઓ બતાવી અને પછી ચીનના કલાકારો દ્વારા એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી. આ ખાસ પ્રસ્તુતિમાં ચીનના કલાકારોએ 1982ના બોલિવૂડના પ્રચલિગ ગીત, 'તૂ, તૂ હૈ વીહ દિલ ને જિસે અપના કહા' વગાડ્યું.  

 

પીએમ મોદીના ચહેરા પર દેખાઈ ખુશી

 

ચીની કલાકારોની આ પ્રસ્તુતિ દરમિયાન પીએમ મોદીના ચહેરા પર એક અલગ પ્રકારની ખુશી જોવા મળી હતી. ન્યૂઝ એજન્સીએ જાહેર કરેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યારે ચીનના કલાકાર શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી સામે પ્રસ્તુતિ રજૂ કરી રહ્યા હતા, તે સમયે બંને નેતા પ્રફુલ્લિત લાગી રહ્યા છે.

 

જિનપિંગે મુલાકાતને જણાવી પવિત્ર

 

પીએમ મોદીના ચીન પ્રવાસના પહેલા દિવસે શિખર સંમેલનને સંબોધન કરતા ચીન રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેને ખાસ ગણાવી. તેમણે કહ્યું, "આ વસંતનઋતુ છે અને આ ઋતુમાં જે પણ સંબંધો બને છે તે પવિત્ર માનવામાં આવે છે."

 

મોદીએ આપી વિશિષ્ટ ભેટ

 

ચીન પ્રવાસ પર ગયેલા પીએમ મોદીએ શી જિનપિંગને એક ખાસ ભેટ આપી છે. મળતી માહિતી પ્રમાણે, પીએમ મોદીએ જિનપિંગને એક પ્રસિદ્ધ ચીની ચિત્રકારની બે કલાકૃતિઓની પ્રતિલિપિઓ ભેટ આપી જેને તે ચિત્રકારે પશ્ચિમ બંગાળમાં વિશ્વભારતી વિશ્વવિદ્યાલયમાં 1939-40માં રોકાયો હતો તે દરમિયાન બનાવી હતી. મોદીએ અહીંયા અનૌપચારિક વાતચીત દરમિયાન શી કો શૂ બિહોંગની કલાકૃતિઓની પ્રતિલિપિઓ આપી. 

 

ઋષિ કપૂરે કરી ટ્વિટ

 

- અભિનેતા ઋષિ કપૂરે કહ્યું, "બંને દેશ એકબીજાની નજીક આવે તેનાથી વધુ ખુશીની વાત શું હોઇ શકે. જો ગીત પસંદ આવ્યું છે, પીએમ મોદી સામે વગાડવામાં આવ્યું છે તો આ સારી વાત છે. આ ખુશીની વાત છે."

- ઋષિ કપૂરે ટ્વિટ પણ કરી છે કે, "ચાઇનીઝ લોકોએ વુહાનમાં પીએમ મોદીના સ્વાગતમાં તૂ તૂ હૈ વહી વગાડ્યું છે, તે સન્માનની વાત છે. થેંક્યુ પંચમ!"

 

આગળની સ્લાઇડમાં જુઓ ઋષિ કપૂરની ટ્વિટ

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hindi song tu tu hai wahi played for PM Modi in Vuhan China
(News in Gujarati from Divya Bhaskar)