Loading...

US: ટ્રમ્પે ગૂગલ પર લગાવ્યો છબી ખરાબ કરવાનો આરોપ, કરી શકે છે કાર્યવાહી

ગૂગલ પર ઇડિયટ શોધો છો તો સૌથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સામે આવે છે

Divya Bhaskar Aug 29, 2018, 12:38 PM
ગૂગલ ઉપર નિશાન સાધતા ટ્રમ્પે કહ્યું કે, ઇડિયટ લખતાં જ તેઓની તસવીર સૌથી પહેલાં કેમ આવે છે?

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગૂગલ પર તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. હવે તેઓ વિશ્વના સૌથી મોટાં સર્ચ એન્જિન વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ટ્રમ્પનું કહેવું છે કે જ્યારથી તેઓ પ્રેસિડન્ટ બન્યા છે, મીડિયા તેમની વિરૂદ્ધ સમાચારો ચલાવી રહ્યું છે. વળી, તેમની વિરૂદ્ધ નકારાત્મક સમાચારો સર્ચ કરવામાં ગૂગલ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.


- અમેરિકન મીડિયા હાઉસમાં સીએનએન સતત ટ્રમ્પના નિશાના પર રહ્યું છે. હવે તેઓએ ગૂગલ વિરૂદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. વળી, થોડાં દિવસ પહેલાં અમેરિકાની વેબસાઇટ યુએસએ ટૂડેએ એક સમાચાર પ્રકાશિત કર્યા હતા.
- જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગૂગલ પર ઇડિયટ શોધો છો તો સૌથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સામે આવે છે, જેને લઇને વિવાદ પણ થયો હતો.


ટ્રમ્પે કરી અનેક ટ્વીટ


- પોતાની ટ્વીટર પોસ્ટમાં મંગળવારે ટ્રમ્પે લખ્યું, 'ટ્રમ્પ લખો તો ગૂગલ સર્ચ રિઝલ્ટમાં વિરૂદ્ધ નકારાત્મક સમાચારો જોવા મળે છે. આ ફેક મીડિયા છે. અન્ય શબ્દોમાં કંપની મારાં અને અન્ય લોકોની વિરૂદ્ધ હેરાફેરી કરી રહી છે. જેમાં મોટાંભાગના સમાચારો નકાત્મક છે. જેમાં નકલી સીએનએન સૌથી મુખ્ય છે. રિપબ્લિકન/ કન્ઝર્વેટિવ અને નિષ્પક્ષ મીડિયા હવે ખતમ થઇ ગયું છે. શું આ બધું યોગ્ય છે?'


સમાચારો છૂપાવવાનો આરોપ


- બીજી ટ્વીટમાં ટ્રમ્પે કહ્યું કે, 96 ટકાથી પણ વધુ ટ્રમ્પ ન્યૂઝના સર્ચ રિઝલ્ટમાં રાષ્ટ્રીય ડાબેરી મીડિયાનો હાથ છે, જે ખૂબ જ ખતરનાક છે.
- ગૂગલ અને અન્ય કંપનીઓ કન્ઝર્વેટિવના અવાજને દબાવી રહ્યા છે અને સમાચારોને છૂપાવી રહ્યા છે. આ સારી વાત છે.
- આ લોકો એવી ચીજોને નિયંત્રિત કરી રહ્યા છે, જેને આપણે જોઇ શકીએ છીએ અને નથી પણ જોઇ શકતા. આ ખૂબ જ ગંભીર બાબત છે, જેના પર ધ્યાન આપવામાં આવશે.

ગૂગલને મહાન કંપની પણ ગણાવી ચૂક્યા છે ટ્રમ્પ


- જુલાઇ 2018માં મોબાઇલ ફોન ઓપરેટિંગ સિસ્ટમને લઇને ગૂગલ વિરૂદ્ધ 5 અબજ ડોલરનો દંડ લગાવવા પર ટ્રમ્પે ઝાટકણી કરી હતી.
- તેઓએ કહ્યું હતું કે, ગૂગલ અમેરિકાની મહાન કંપની છે. જો કે, હવે ગૂગલ ઉપર જ નિશાન સાધતા ટ્રમ્પે કહ્યું કે, ઇડિયટ લખતાં જ તેઓની તસવીર સૌથી પહેલાં કેમ આવે છે? તેનો અર્થ એ છે કે, હજારો લોકોએ તેમની તસવીરો ઇડિયટ શબ્દની સાથે ટેગ કરીને અપલોડ કરી છે. ગૂગલે તેના પર નજર રાખવી જોઇએ.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: US President Donald Trump says it only shows fake news stories about him
(News in Gujarati from Divya Bhaskar)