અમેરિકાના કડક વલણ છતાં ભારત અમારી સાથે વેપાર સમજૂતી કરવા તૈયારઃ ટ્રમ્પ

ટ્રમ્પ ઇચ્છે છે ભારત અને ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાઓને મળતી સબસિડી બંધ કરવામાં આવે

પ્રેસિડન્ટે કહ્યું કે, અન્ય દેશઓના ઘણાં નેતા મને મળવા માટે આવે છે. જાપાનના શિંજો આબે હોય કે પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, મેં બધા સાથે મિત્રતા કરી લીધી છે. (ફાઇલ)
Divyabhaskar.com Sep 11, 2018, 01:27 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, કડક વલણ છતાં ભારત વોશિંગ્ટનની સાથે વેપાર સમજૂતી કરવા માટે આતુર છે. તેઓએ કહ્યું કે, ભારત તરફથી બીજાં દિવસે કોલ આવ્યો, અધિકારીઓએ કહ્યું કે, પહેલીવાર વેપાર સમજૂતી કરવા ઇચ્છીએ છીએ. જો કે, ટ્રમ્પે આ ફોન કોનો આવ્યો હતો તે અંગે ખુલાસો કર્યો નથી. ન્યૂઝ એજન્સી અનુસાર, ટ્રમ્પ ભારત અને ચીન જેવી અર્થવ્યવસ્થાઓને મળતી સબસિડી બંધ કરવા ઇચ્છે છે. તેઓની નજરમાં અમેરિકા વિકાસશીલ છે. તેઓ ઇચ્છે છે કે, અન્ય દેશોની સરખામણીએ અમેરિકા ઝડપથી વિકાસ કરે. 


ટ્રમ્પે કહ્યું, મોદી મારાં મિત્ર 


- અમેરિકાના પ્રેસિડન્ટે કહ્યું કે, અન્ય દેશઓના ઘણાં નેતા મને મળવા માટે આવે છે. જાપાનના શિંજો આબે હોય કે પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, મેં બધા સાથે મિત્રતા કરી લીધી છે. 

 

ભારત સાથે મિસાઇલ સોદા અંગે વાતચીત યથાવત 


- એક અમેરિકન ઓફિસરે કહ્યું કે, ભારત દ્વારા રશિયાથી એસ 400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે સૈન્ય સોદાને લઇને અમેરિકા ભારત સાથે વાતચીત યથાવત રાખશે. 
- ભારત 4.5 અબજ ડોલર (અંદાજિત 32 હજાર કરોડ રૂપિયા)માં રશિયા પાસેથી 5 એસ-400 ટ્રિઉંફ મિસાઇલ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકાએ એક કાયદા હેઠળ રશિયા પાસેથી હથિયારોની ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે. 

Share
Next Story

ડોનાલ્ડ ટ્રમ્પ એક અંગ્રેજી શબ્દના ઉચ્ચારણમાં અટવાયા, ચાલુ પ્રોગ્રામમાં કર્યા ગોટાળા

Next

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: US President said that he has become friends with foreign leaders, including PM Modi
(News in Gujarati from Divya Bhaskar)