Loading...

ચીનમાં સર્ચ એન્જિન એપ લોન્ચ કરવાની હાલ કોઈ યોજના નથી, ગૂગલના CEO સુંદર પિચાઇએ કર્મચારીઓને જણાવ્યું

ગૂગલને ચીનમાં ઘણો જ રસ છે, તેથી ત્યાં અનેક વિકલ્પ તપાસવામાં આવી રહ્યાં છે- સુંદર પિચાઇ

Divya Bhaskar Aug 17, 2018, 03:52 PM

સાન ફ્રાંસિસ્કોઃ ગૂગલના CEO સુંદર પિચાઇએ ગુરૂવારે પોતાના કર્મચારીઓને કહ્યું કે હાલ તો કંપની ચીનમાં સર્ચ એન્જિન એપ લોન્ચ કરવા નથી જઈ રહ્યું. ભવિષ્યમાં આવું થઈ શકે છે, કે થશે તે પણ સ્પષ્ટ નથી. જ્યારે પણ અમે કોઈ એવી યોજનાની નજીક હશું તો ટ્રાંસપેરેન્સી જરૂરથી અમલમાં મૂકાશે. જો કે તેઓએ એમ પણ કહ્યું કે, ગૂગલને ચીનમાં ઘણો જ રસ છે, તેથી ત્યાં અનેક વિકલ્પ તપાસવામાં આવી રહ્યાં છે. હાલમાં જ ધ ઇન્સરસેપ્ટ વેબસાઈટે માહિતી આપી હતી કે ગૂગલ ચીનમાં સીક્રેટ મિશન 'ડ્રેગનફ્લાઇ' પર કામ કરી રહ્યું છે. જે અંતર્ગત ત્યાં ગૂગલ સેન્સર્ડ સર્ચ એન્જિન લોન્ચ કરશે. આ અંગે કેટલીક વેબસાઈટ્સ અને શબ્દ બ્લોક રહેશે. આ સમાચાર બાદ કંપનીના કર્મચારીઓ અને બહારનાં લોકોએ પ્રોજેક્ટ અંગે પારદર્શિતાની વાત પર જોર આપ્યું હતું.

ચીનમાં સર્ચ એન્જિન લોન્ચ કરવાની માહિતી પર 6 અમેરિકી સાંસદોએ સુંદર પિચાઇને પત્ર લખ્યો. તેઓએ પૂછ્યું કે 2010 પછી એવો કયો બદલાવ આવ્યાં, જેનાથી ગૂગલ ચીની શાસનની કઠોર સેન્સરશિપ ઉપરાંત તેનો સાથ આપવા માટે તૈયાર થઈ ગયા. સાંસદોએ ચિંતા વ્યક્ત કરતાં લખ્યું કે અંતે ગૂગલે પોતાના આ પ્રોજેક્ટની મદદથી માનવાધિકાર ઉલ્લંઘનમાં ચીનનો સાથે આપવા તૈયાર થઈ ગયા?

આઠ વર્ષ પહેલાં ગૂગલે ચીનમાં સર્ચ એન્જિન બંધ કર્યું


- ચીનમાં સેન્સરશીપના કારણે 2010માં ગૂગલે ત્યાં સર્ચ એન્જિન અને યૂટ્યૂબ બંધ કરી દીધું. તે સમયે ચીનમાં તેનું માર્કેટ શેર 30%થી પણ ઓછું હતું. ત્યાંના સ્થાનીક સર્ચ એન્જિન બૈદુના શેર 76%થી વધુ હતા. હાલ બૈદુનું માર્કેટ 80 ટકાથી પણ વધુ છે. જો કે ગૂગલે ચીનને સંપૂર્ણ રીતે છોડ્યું નથી. ત્યાં ઓફિસ અને કર્મચારીઓને બનાવી રાખ્યાં છે. ગૂગલ ચીનમાં નવી શરૂઆતના સતત પ્રયાસો કરી રહ્યાં છે. હાલમાં જ તેઓએ ટેનસેન્ટ હોલ્ડિંગ્સના સોશિયલ મીડિયા એપ 'વી ચેટ' પર આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ સાથે જોડાયેલી ગેમ લોન્ચ કરી છે. જાન્યુઆરીમાં ચીનના લાઈવ સ્ટ્રીમ મોબાઈલ ગેમ પ્લેટફોર્મવાળી કંપની ચૂઝુમાં રોકાણ કર્યું હતું.


Loading...

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Google CEO Sunder Pichai say they not stop launching a search engine app in China
(News in Gujarati from Divya Bhaskar)