Loading...

9/11: પ્રેસિડન્ટ હતા બાળકો સાથે વ્યસ્ત, બીજી તરફ 19 આતંકીઓએ 3 હજાર લોકોને ઉતાર્યા મોતને ઘાટ

જુઓ, હુમલાના દિવસે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ બુશની રૅર તસવીરો અને હુમલા બાદ લોકોની સ્થિતિ

Divyabhaskar.com | Updated -Sep 11, 2018, 03:38 PM

ઇન્ટરનેશનલ ડેસ્કઃ 11 સપ્ટેમ્બર 2001ની સવાર, અમેરિકામાં દરેક દિવસોની માફક આ સવાર પણ સામાન્ય હતી. નોકરીએ જતાં લોકો પોતાની ઓફિસ માટે નિકળી ગયા હતા. વિશ્વની સૌથી ઉંચી ઇમારતોમાં સામેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં પણ અંદાજિત 18 હજાર કર્મચારીઓ રોજિંદા કામ પતાવવામાં લાગેલા હતા. અચાનક જ 8 વાગીને 46 મિનિટ પર કંઇક એવું થયું જેનાથી સામાન્ય લાગતી આ સવાર અચાનક ભયાનક બની ગઇ. નજારો જોઇને લોકો કાંપી રહ્યા હતા. આ દિવસે એવું થયું જે કોઇ સપનામાં પણ વિચાર્યુ નહતું. સુપર પાવર અમેરિકાને પણ કોઇ આતંકી પડકાર આપવાની કોશિશ કરી શકે છે તે આ દિવસે સાબિત થયું. આતંકીઓએ દુઃસાહસની તમામ હદો પાર કરી દીધી. આ દિવસે 19 આતંકીઓએ ચાર વિમાન હાઇજેક કર્યા અને પછી વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં બે વિમાનો ક્રેશ કર્યા. પહેલું વિમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે ટકરાયું, પહેલાં લોકોને લાગ્યું કે, અકસ્માત છે, પરંતુ થોડાં સમય બાદ 09.03 મિનિટે વધુ એક વિમાન સાઉથ ટાવર સાથે ટકરાયું. આ દરમિયાન થયેલા વિસ્ફોટથી ટાવર આગના ગોળામાં ફેરવાઇ ગયું. ત્યારે લોકોને અહેસાસ થયો કે, આ અકસ્માત નહીં સૌથી મોટો આતંકી હુમલો છે. ટાવરમાં કામ કરી રહેલા કર્મચારીઓ મરણચીસો પાડવા લાગ્યા, આસપાસના લોકો બેશુદ્ધ થઇને જીવ બચાવવા અહીં-તહીં ભાગવા લાગ્યા. 

 

ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટરમાં હુમલો 


- હુમલાનો સિલસિલો અહીંથી નહીં અટકતાં બંને ટાવર પર હુમલા બાદ 09.47 મિનિટે વોશિંગ્ટન સ્થિત ડિફેન્સ ડિપાર્ટમેન્ટના હેડક્વાર્ટર પર હુમલાના સમાચાર સામે આવ્યા. 
- પ્લેન ટકરાવાથી પેન્ટાગનનો એક હિસ્સો પડી ગયો. ચોથું વિમાન થોડાં સમય બાદ પીટર્સબર્ગ એરપોર્ટની નજીક અન્ય એક વિમાન સાથે ટકરાયું હોવાના સમાચાર મળ્યા. 
- હુમલામાં અંદાજિત ત્રણ હજાર લોકો કાળના ચક્રમાં સમાઇ ગયા. 

 

એક કલાકમાં જ ટ્વીન ટાવર ખાખ 


- જે શાનદાર ટ્વીન ટાવર પર અમેરિકા ગર્વ કરતું હતું, એક કલાકમાં જ તે ખાખ થઇ ગયું. આ વિમાનમાં સવાર યાત્રીઓ સહિત અંદાજિત 3000 લોકોનાં મોત થયા હતા. 
- રિપોર્ટ્સ અનુસાર, ઘટનામાં અમેરિકા સહિત 90 અન્ય દેશોના લોકો સામેલ હતા. ડિફેન્સ નિષ્ણાતોનું કહેવું છે કે, આ હુમલાનું નિશાન વ્હાઇટ હાઉસ હતું. 

 

લાદેન જવાબદાર હોવાના રિપોર્ટ 


- આ હુમલા પાછળ ઓસામા બિન લાદેનનો હાથ હોવાનું માનવામાં આવતું હતું, જેને વર્ષો સુધી શોધ્યા બાદ અમેરિકાએ મે 2011માં પાકિસ્તાનના એટબાબાદમાં એકાઉન્ટરમાં ઠાર કર્યો હતો. 

 

9/11 હુમલા માટે લાદેનને જવાબદાર નથી ગણતી તેની મા: પહેલીવાર સામે આવી કહ્યું - કેટલાંકે મારા દીકરાનું બ્રેઇન વોશ કર્યુ હતું

 

ચાર પ્લેન કર્યા હતા હાઇજેક 


- આ હુમલાને અંજામ આપવા માટે અંદાજિત 19 આતંકીઓએ ચાર પ્લેનને હાઇજેક કર્યા હતા. બે પ્લેનને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર અને એક પેન્ટાગન પર ક્રેશ કર્યા હતા. 
- ચોથું પ્લેન શેંકવિલેના ખેતરમાં ક્રેશ કરી દેવામાં આવ્યું હતું, ચારેય પ્લેનમાં કોઇ જીવિત બચ્યું નહતું. 

 

ઓસામાના પરિવારનો ખુલાસો: લાદેનનો દીકરો પિતાના મોતના બદલાની કરે છે તૈયારીઓ


હુમલા સમયે સ્કૂલમાં હતા જ્યોર્જ બુશ 


- અમેરિકાના પ્રેસિડન્ટ જ્યોર્જ બુશે આ ઘટનાને અમેરિકાના ઇતિહાસનો સૌથી કાળો દિવસ ગણાવ્યો હતો, જે સમયે જ્યોર્જ બુશને આ હુમલાની સુચના મળી ત્યારે તેઓ એક સ્કૂલના કાર્યક્રમમાં મોજૂદ હતા. 
- તેઓએ કહ્યું કે, આ હુમલા માટે જવાબદાર લોકોને સજા આપવામાં આવશે. આ હુમલાની દર્દનાક અને ભયાનક તસવીરો અનેક દિવસો સુધી અખબારો અને ટીવીમાં આવતી રહી. ટ્રેડ સેન્ટર ન્યૂયોર્કના મેનહટનમાં બનેલા બે ટાવરની ઇમારતને જોડવામાં આવી હતી. 
- આનાથી એક ટાવરનું નિર્માણ 1966માં શરૂ થયું જે 1972માં પૂર્ણ થયું. બીજું ટાવર બનવાનું કામ 1966માં શરૂ થઇને 1973માં સમાપ્ત થયું. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, હુમલાના દિવસે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્યોર્જ બુશની રૅર તસવીરો અને હુમલા બાદ લોકોની સ્થિતિ... 

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 9/11 attack, haunting photos of World Trade Centre that sum up the tragedy
(News in Gujarati from Divya Bhaskar)