Loading...

હિમાલયની ઘાટીમાં જોવા મળે છે અદભૂત બ્રહ્મકમલ: વર્ષમાં માત્ર એક રાત માટે ખીલે છે આ ફૂલ, જોવા માટે આવે છે પ્રવાસીઓ

બ્રહ્મકમલ હિમાલયના ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમ ચીનમાં મળી આવે છે

Divyabhaskar.com | Updated -Sep 08, 2018, 12:57 PM

ટ્રાવેલ ડેસ્કઃ હિમાલયની વાદીઓમાં એક એવું ફૂલ પણ છે જે વર્ષમાં માત્ર એકવાર ખીલે છે. તેનું નામ બ્રહ્મકમલ છે. આ ફૂલ ત્રણ હજાર મીટરની ઉંચાઇએ માત્ર રાત્રીના સમયે ખીલે છે. સવારે થતાં જ આ ફૂલ બંધ થઇ જાય છે. તેને જોવા માટે દેશ-વિદેશથી પ્રવાસીઓ પહોંચે છે. તાજેતરમાં જ બ્રહ્મકમલની તસવીર ભારત-તિબેટ સીમા પોલીસે જારી કરી છે. તેને ઉત્તરાખંડનું રાજ્ય પુષ્પ પણ કહેવામાં આવે છે. બ્રહ્મકમલને અલગ-અલગ સ્થળો પણ વિભિન્ન નામથી ઓળખવામાં આવે છે. જેમકે ઉત્તરાખંડમાં બ્રહ્મકમલ, હિમાચલમાં દુધાફૂલ, કાશ્મીરમાં ગલગલ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં બરગનડટોગેસ.
 
બ્રહ્મકમલ સાથે જોડાયેલી 5 વાતો
એકદમ ઠંડા વિસ્તારમાં મળે છે આ ફૂલ

બ્રહ્મકમલ હિમાલયના ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમ ચીનમાં મળી આવે છે. આ ફૂલ હિમાલયના એકદમ ઠંડા વિસ્તારમાં ખીલે છે. બદરીનાથ, કેદારનાથ સાથે ફૂલોની ઘાટી, હેમકુંડ સાહિબ, વાસુકીતાલ, વેદની બુગ્યાલ, મદ્મેશ્વર, રૂપકુંડ, તુંગનાથમાં આ ફૂલ મળે છે. ધાર્મિક અને પ્રાચીન માન્યતા અનુસાર બ્રહ્મકમલ ભગવાન શિવનું પ્રિય ફૂલ છે. તેનું નામ ઉત્પત્તિ દેવતા બ્રહ્મના નામ પરથી આપવામાં આવ્યું છે. 

 

ચીનમાં પણ ખીલે છે, કહેવાય છે તાનહુઆયિઝિયાન
બ્રહ્મકમલ સુંદર, સુંગધિત અને દિવ્ય ફૂલ કહેવાય છે. વનસ્પતિ શાસ્ત્રમાં બ્રહ્મકમલની 31 પ્રજાતિઓ જણાવવામાં આવી છે. ચીનમાં પણ આ ફૂલ ખીલે છે, જ્યાં તેને તાનહુઆયિઝિયાન કહેવામાં આવે છે. જેનો અર્થ થાય છે, પ્રભાવશાળી પરંતુ ઓછા સમય માટે જોવા મળતું. તેનું વાનસ્પતિક નામ સાઉસુરિયા ઓબુવાલાટા છે. વર્ષમાં માત્ર જુલાઇ-ડિસેમ્બરની વચ્ચે ખીલતું આ ફૂલ મધ્યરાત્રીના સમયે બંધ થઇ જાય છે. બ્રહ્મકમલનો ખાસ કરીને કેન્સર રોગની દવા માટે ઉપયોગ કરવામાં આવે છે. 

 

કેદારનાથ ધામમાં બ્રહ્મ વાટિકામાં પણ છે તેની રોનક
કેદારનાથમાં પોલિસે બ્રહ્મ વાટિકા બનાવી છે, જ્યાં આ ફૂલ ખીલે છે. આ સુરજમુખી ફેમિલી એસ્ટિરેસીનું છોડ છે. કેદારનાથ પોલિસ અનુસાર વાટિકા તૈયાર કરવા માટે અંદાજે ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 

 

ઔષધિય ગુણોના કારણે સંરક્ષિત પ્રજાતિમાં રાખવામાં આવ્યું છે
તેની સુંદરતા અને ઔધષિય ગુણોના કારણે તેને સંરક્ષિત પ્રજાતિમાં રાખવામાં આવ્યું છે. કેન્સર જેવી ગંભીર બીમારીની સારવારમાં બ્રહ્મકમલને ઘણું અસરકારક માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છેકે ઘરમાં બ્રહ્મકમલ રાખવાથી અનેક દોષ દૂર થાય છે. 

 

ઉત્તરાખંડમાં બનશે બ્રહ્મકમલની બીજ બેન્ક
વન અનુસંધાન કેન્દ્રે રાજ્ય પુષ્પ બ્રહ્મકમલની બીજ બેન્ક તૈયાર કરી છે. આ દુર્લભ ફૂલોને બચાવવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. જે હેઠળ ચમોલી જિલ્લાના રુદ્રનાથ અને મંડલ વન પ્રભાગમાં ત્રણ-ત્રણ હેક્ટરમાં છોડશાળા તૈયાર કરવામાં આવી છે. વન અનુસંધાન કેન્દ્રે વિશ્વની ધરોહરમાં સામેલ ચમોલીના ફૂલોની ઘાટીમાં મળી આવતા રાજ્ય પુષ્પ બ્રહ્મકમલ, હત્થા જડી, બ્લૂ લિલી સહિત અનેક અતિ દુર્લભ પ્રકારની બે ડઝનથી વધારે પ્રજાતિઓના ફૂલોને સંરક્ષિત કરવા માટે આ શાળા બનાવી છે. 

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: this rarest flower brahma kamal blooms once in a year during june to december
(News in Gujarati from Divya Bhaskar)