Loading...

ફ્લાઇટમાં હવે પર્સ, મોબાઇલ, ચાર્જર, ઇલેક્ટ્રોનિક સામાનને ટૂરિસ્ટ બેગમાં નહીં રાખી શકો, જાણો ટ્રાવેલ કરતા પહેલા તેનું શું કરવું પડશે

આ 38 વસ્તુઓને ફ્લાઇટમાં લઇ જવાની છે મનાઇ, જોઇ લો લિસ્ટ

Divya Bhaskar Aug 31, 2018, 02:41 PM

ટ્રાવેલ ડેસ્કઃ ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન હવે મુસાફરોએ પોતાનું પર્સ, મોબાઇલ, ચાર્જર અને અન્ય ઇલેક્ટ્રિક સામાન પોતાની બેગથી અલગ રાખવા પડશે. આ સામાનની અલગથી સ્ક્રિનિંગ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી સ્ક્રિનિંગ માટે ટ્રેમાં માત્ર લેપટોપ અને ટેબલેટ જ રાખવામાં આવતા હતા. વિચિત્ર આકારની પેનની પણ અલગથી સ્ક્રિનિંગ કરવામાં આવશે. અનેક કિસ્સાઓમાં તેમાં ચાકૂ છૂપવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

ફ્લાઇટમાં મુસાફરી કરતા પહેલા તમારે એ જાણી લેવું જોઇએ કે કેટલો સામાન સાથે રાખી શકીએ છીએ. તમારી સાથે એવો સામાન કે જેની પરવાનગી નથી જેમ કે અણીદાર વસ્તુઓ, હથિયાર, લાઇટર, બ્લેડ, કાતર, ઝેરીલી રેડિયોએક્ટિવ અને વિસ્ફોટક સામગ્રી સાથે ન રાખો. આ જ પ્રમાણે જો બાળકને સાથે લઇને મુસાફરી કરી રહ્યાં છો તો તેનું બર્થ સર્ટિફિકેટ પણ સાથે રાખવું જોઇએ. આજે અમે તમને એવી વસ્તુઓ અંગે જાણકારી આપી રહ્યાં છીએ, જેને ફ્લાઇટમાં લઇ જવાની પરવાનગી નથી. તેને સાથે લઇને જશો તો મુશ્કેલીમાં મુકાઇ શકો છો. સ્પોર્ટ્સ આઇટમ્સ જેમકે ક્રિકેટ બેટ અને બેઝબોલ બેટ, બોલ વગેરેને તમે તમારા સામાન સાથે રાખી શકો છો, પરંતુ તમારી સાથે નહીં લઇ જઇ શકાય.

આ વસ્તુઓ ફ્લાઇટમાં લઇને ન જાઓ


પર્સનલ આઇટમ્સ પર પ્રતિબંધ
લાઇટર, મેટલવાળી કાતર, હથિયાર જેવા રમકડાં.

ધારદાર વસ્તુઓ
બોક્સ કટર, આઇસ એક્સ, કોઇપણ પ્રકારનો ચાકૂ, રેજર ટાઇપ બ્લેડ, કૃપાણ અથવા તલવાર.

સ્પોર્ટ્સ આઇટમ
બેઝબોલ બેટ, તીર અને ધનુષ, ક્રિકેટ બેટ, ગોલ્ફ ક્લબ્સ, હોકી સ્ટિક્સ, લેક્રોસ સ્ટિક્સ, સ્પિયર ગન્સ વગેરે.

આ હથિયાર છે પ્રતિબંધિત
ગોળા-બારૂદ, પિસ્તોલ, ગન લાઇટર, ગન પાઉડર, પેલેટ ગન, કોઇપણ પ્રકારના હથિયાર, સ્ટાર્ટર પિસ્તોલ.

આ ટૂલ્સ પણ છે પ્રતિબંધિત
કુહાડી, કોશ(ક્રોબાર), ડ્રિલ, હથોડો, પેચક્સ, આરો વગેરે.

જ્વલનશીલ પ્રદાર્થ
એરોસોલ, ફ્યૂઅલ, ગેસોલીન, ગેસ ટોર્ચ, લાઇટર ફ્લૂડ, માચિસ, પેઇન્ટ થિનર.

આ કેમિકલ્સ પણ છે પ્રતિબંધિત
ક્લોરિન, કમ્પ્રેસ્ડ ગેસ સિલિન્ડર, લિક્વિડ બ્લીચ, સ્પ્રે પેઇન્ટ, ટીયર ગેસ વગેરે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: this 38 items prohibited and restricted baggage items when you travel in flight
(News in Gujarati from Divya Bhaskar)