આ દેશોમાં ભારતીય રૂપિયાની કિંમત છે વધુ, ફરવા-રહેવાનું પડશે સસ્તું

વિયેતનામમાં 1 રૂપિયાનું મૂલ્ય 338 દોંગ, આ દેશોમાં ઓછા ખર્ચે જોઇ શકો છો અનેક સ્થળો

Divyabhaskar.com Jun 12, 2018, 01:02 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે સસ્તામાં વિદેશ ફરવા માગો છો તો એવા ઘણા દેશ છે જ્યાં ભારતીય રૂપિયાની કિંમત વધારે છે. આ દેશોમાં ત્યાંની હોટલમાં રોકાવું, ખાવું-પીવું અને ફરવાનું સસ્તું છે. ફરવા માટે આ દેશોમાં અનેક સારા સ્થળો છે. તેવામાં તમે જો કોઇ દેશમાં ફરવાની યોજના બનાવી શકો છો. આજે અમે એવી જ દેશો અંગે જણાવી રહ્યાં છીએ, જ્યાં ભારતીય રૂપિયાનું મૂલ્ય વધું છે. 

 

કયા દેશ છે જ્યાં ભારતીય રૂપિયાનું મૂલ્ય વધારે છે


કોસ્ટા રિકાઃ અહીં 1 રૂપિયાની કિંમત 8.39 રીકન કોલોન્સ બરાબર છે. સેંકડો બીચની સાથે અહીનું હવામાન સોહામણું હોય છે. જ્વાળામુખી, વોટરફોલ, ફોરેસ્ટ સાથે અહીંની નાઇટ લાઇફનો નજારો જ અલગ હોય છે. તમે અહીં એડ્વેન્ચરની મજા માણી શકો છો. 
 
આઇસલેન્ડઃ અહીં 1 રૂપિયાની કિંમત 1.66 રૂપિયા જેટલી છે. આ એક વોલ્કેનિક આઇલેન્ડ છે, જ્યાં લેંડસ્કેપ યુનિક છે. ઇમ્પ્રેસિવ વોટરફોલ સાથે વિશાળ ગ્લેશિયર પણ અહીં જોવા મળશે. ઉનાળામાં અહીંનું તપમાન 10થી 15 ડિગ્રીની આસપાસ હોય છે. 

 

કમ્બોડિયાઃ અહીં રહેવાનું, ખાવાનું ઘણું સસ્તું છે. કમ્બોડિયામાં 1 રૂપિયો 60.2 રિયાલ બરોબર છે. અંગકોર ટેમ્પલ, સાઉથર્ન આઇલેન્ડ, , નેશનલ મ્યૂઝિયમ સાથે જ અનેક રોયલ પેલેસ જોવાલાયક છે. 

 

વિયેતનામઃ અહીં 1 ભારતીય રૂપિયાની કિંમત 338 દોંગ છે. અનેક બીચ, આઇલેન્ડ, સસ્તી હોટલ સાથે ઘણી હિસ્ટોરિકલ સાઇટની મુલાકાત લઇ શકાય છે. નેચરની વચ્ચે રિયલ એડવેન્ચરની મજા માણી હોય તો પણ તમે અહીંની મુલાકાત લઇ શકો છો.
 
હંગરીઃ હંગરીમાં 1 રૂપિયા બરોબર 4.02 ફોરિંટ થાય છે. બ્યૂટિફૂલ લેંડસ્કેપ ઉપરાંત લેક, રિવર્સ તથા અહીંની નાઇટ લાઇફ અને ફૂડ શાનદાર છે. મોર્ડન લાઇફસ્ટાઇલ સાથે ટ્રેડિશનલ વસ્તુઓ પણ તમને અહીં જોવા મળશે. વૈભવી મેંશન સાથે જ એફોર્ડેબલ હોટલમાં પણ રોકાઇ શકો છો. 

 

મંગોલિયાઃ અહીં 1 રૂપિયાની કિંમત 35.67 તુગરિક છે. પર્વતો, નદીની ઘાટીઓ સાથે અનેક પર્વતો છે. 

 

પેરુગ્વેઃ 1 રૂપિયા બરોબર 83.53 પેરુગ્યાન ગુરાની થાય છે. આ વિશ્વનો સૌથી સસ્તો દેશ છે. અહીં ખાવાનું અને રહેવાનું ઘણું જ સસ્તું છે.

 

બેલારૂસઃ લેંડલોક્ડ કંટ્રી બેલારૂસમાં 1 રૂપિયાની કિંમત 216 રુબલ છે. ઝરણા, જંગલ સહિત અને એવા દર્શનિય સ્થળો છે જે તમારા વેકેશનને યાદગાર બનાવી શકે છે.


આ પણ વાંચોઃ આ દેશમાં ભારતના 5 હજાર રૂ.ની કિંમત છે 10 લાખ, મોજથી ફરી શકો છો આ સ્થળો

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: આ દેશોમાં ભારતીય રૂપિયાની કિંમત છે વધુ, ફરવા-રહેવાનું પડશે સસ્તું । rupee strong in these countries where you can plan your tour
(News in Gujarati from Divya Bhaskar)