Loading...

ચોમાસા બાદ લેવી જોઇએ પુષ્કરની મુલાકાત, વિકેન્ડ માટે છે બેસ્ટ પ્લેસ

શિયાળામાં આ સ્થળનું તાપમાન હોય છે 8થી 25 ડિગ્રી

Divya Bhaskar Sep 08, 2018, 05:47 PM

ટ્રાવેલ ડેસ્કઃ રાજસ્થાનમાં અનેક સ્થળો એવા સ્થળો આવેલા છે, જે વિકેન્ડમાં જોવાલાયક છે, પરંતુ ત્યાં ગરમી અને ઠંડી વધારે પડે છે. જેના કારણે અનેકવાર લોકો આ રાજસ્થાનની મુલાકાત લેવાનું ટાળતા હોય છે. જો તમે વિકેન્ડમાં રાજસ્થાન જવાનું વિચારી રહ્યા હોવ તો ચોમાસા પછી અને શિયાળો શરૂ થાય તે પહેલાંના સમયગાળા દરમિયાન અહીંના સ્થળોની મુલાકાત લઇ શકો છો. શિયાળા દરમિયાન આ સ્થળનું તાપમાન 8 ડિગ્રીથી 25 ડિગ્રી જેટલું હોય છે. આ જે અમે અહીં એવા જ એક પ્રવાસન સ્થળ અંગે માહિતી આપી રહ્યાં છીએ. જ્યાં તમે જઇ શકો છો. આ સ્થળ છે પુષ્કર.

ભારતના સૌથી પવિત્ર શહેરોમાં થાય છે ગણના
પુષ્કરને ભારતની ગણના ભારતના સૌથી પવિત્ર શહેરોમાં થાય છે. આ શહેર અજમેરથી 14 કિ.મી. દુર આવેલું છે. આ શહેરમાં 400 કરતા પણ વધારે મંદિર અને 52 જેટલા ઘાટ આવેલા છે. પુષ્કરમાં સ્થિત બ્રહ્મા મંદિર, ભારતમાં આવેલા બ્રહ્માના અમુક મંદિરોમાનું એક છે. પુષ્કરના અન્ય પ્રસિદ્ધ મંદિરોમાં વારહ મંદિર, અપ્ટેશ્વર મંદિર અને સાવિત્રી મંદિર છે. પુષ્કરમાં રહેવા માટે અનેક હોટલ, પેલેસ અને રિસોર્ટ મળી જશે. જેનું ભાડું 400 રૂપિયાથી 7 હજાર રૂપિયા સુધી છે. (અહીં જણાવેલું ભાડું ટ્રિવએડ્વાઇઝર સાઇટના આધારે લેવામાં આવ્યું છે.)

આ બાબતો પ્રવાસીઓમાં છે લોકપ્રિય
પુષ્કર ઝીલ એખ ધાર્મિક આકર્ષણ છે, પૌરાણિક કથાઓ અનુસાર બ્રહ્માએ દાનવ વજ્રનાભનું કમળના ફૂલથી વધ કર્યું હતું. જેના કારણે કમળની ત્રણ પાંખડીઓ ખરી પડી હતી, જેમાની એક પુષ્કરમાં પડી હતી, જે આ પવિત્ર ઝીલના સ્વરૂપમાં છે. કાર્તિક પૂનમે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે. એવું માનવામાં આવે છે. આ ઝીલમાં ડુબકી લગાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત શહેર મેળાઓ અને તહેવારો માટે પણ જાણીતું છે. દર વર્ષે નવેમ્બર મહિનામાં પ્રસિદ્ધ પુષ્કર પશુમેળો ભરાય છે. જે વિશ્વની સૌથી મોટી પશુ બજાર કહેવામાં આવે છે.

પુષ્કરમાં જોવાલાયક સ્થળો
પુષ્કર બજારઃ
પુષ્કર બજારમાં અનેક વસ્તુઓ, રાજસ્થાની વેશભૂષા, કઠપૂતળી, કઢાઇવાળી આઇટમ, બીટ્સ, રાજસ્થાની હસ્તશિલ્પ પણ મળે છે. પુષ્કર બજારમાં વેચવામાં આવતી મોટાભાગની વસ્તુઓ બાડમેર અને રાજસ્થાનના અન્ય ભાગોમાંથી લાવવામાં આવે છે.

મન મહેલઃ આ મહેલને આમેરના રાજા માનસિંહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે પુષ્કર ઝીલના પૂર્વ ભાગમાં છે. આ મહેલમાંથી ચારેકોર સ્થિત મંદિરો અને ઝીલના કિનારાનું શાનદાર દૃશ્ય જોવા મળે છે. મહેલમાં આવેલા ગેસ્ટ હાઉસમાં હોટલ શરૂ કરવામાં આવી છે.

ઊંટની સફારીઃ પુષ્કરમાં ઊંટની સફારી માણવાલાયક છે. આ સફારી, રણની ભવ્યતાને જાણવા માટે શ્રેષ્ઠ છે. અહીં એડ્વેન્ચર ટ્રીપ પણ કરવામાં આવે છે. જે બે દિવસથી લઇને એક મહિના સુધી હોય છે. જેમાં અનુભવી ટ્રાવેલ એસ્કોર્ટ સાથે આવે છે. જે દરમિયાન તમે ઊંટની સવારી, ડેરો નાંખવો સહિતના એડ્વેન્ચરનો આનંદ લઇ શકો છો.

પુષ્કરનો પશુ મેળોઃ આ મેળો વિશ્વભરમાં જાણીતો છે. દર વર્ષે નવેમ્બર મહિનાની કાર્તિક પૂનમ દરમિયાન તેનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો લોકો હજારી આપે છે. મેળામાં ઊંટ મુખ્ય આકર્ષણ હોય છે. આ મેળા દરમિયાન અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઊંટ રેસ પણ સામેલ હોય છે.

બ્રહ્મા મંદિરઃ આ મંદિર પુષ્કર ઝીલના કિનારે આવેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન બ્રહ્માએ પુષ્કરમાં અગ્નિની પૂજા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પૂજા દરમિયાન તેમના પત્ની સાવિત્રી તેમની સાથે ન હતા, જેના કારણે તેમને એક સ્થાનિક ગોવાળ ગાયત્રી સાથે લગ્ન કરવા પડ્યા હતા, જેનાથી સાવિત્રી ક્રોધિત થયા હતા અને બ્રહ્માજીને શ્રાપ આપ્યો હતો કે હવે પછીથી તેમની પૂજા પુષ્કર સિવાય ક્યાંય નહીં થાય. આ મંદિરને 14મી સદીમાં બનાવવામાં આવ્યું હતું.

કેવી રીતે પહોંચવું
પુષ્કરનું નજીકનું એરપોર્ટ જયપુરમાં છે. જ્યારે નજીકનું રેલવે સ્ટેશન અજમેર છે. રાજસ્થાનના મોટા શહેરો જેમકે જયપુર, જેસલમેર, ઉદયપુરથી પુષ્કર માટે બસો મળી શકે છે.

Recommended


Loading...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: pushkar best weekend tourist place for visit rajasthan after monsoon
(News in Gujarati from Divya Bhaskar)