હવે વગર વિઝાએ શ્રીલંકામાં ફરી શકશે ભારતીયો, આ સ્થળો છે જોવાલાયક

શ્રીલંકના પ્રવાસન સ્થળોમાં એલા જાણીતું છે. અહીં પર્વતો અને જંગલની વચ્ચેથી ટ્રેન થાય છે પસાર

Divyabhaskar.com Aug 11, 2018, 06:40 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ જો તમે શ્રીલંકા ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમને વગર વિઝાએ ત્યાં જવાની પરવાનગી મળી શકે છે. એક મીડિયા અહેવાલ પ્રમાણે શ્રીલંકાના પ્રવાસનમંત્રી જોન અમારતુંગાએ આ બાબત તરફ ઇશારો કરતા કહ્યું છે કે ત્યાંની સરકાર ભારત અને ચીનથી આવતા પ્રવાસીઓને વગર વિઝાએ પ્રવેશ આપવા અંગે વિચારી રહી છે. 

 

શું કહેવું છે શ્રીલંકના પ્રવાસનમંત્રીનું

 

અમારતુંગા અનુસાર, શ્રીલંકન સરકાર દેશમાં પ્રવાસન ક્ષેત્રને મહત્વ આપવા માટે એક કાર્યબળની રચના કરી રહી છે, જે હેઠળ એવા દેશોની યાદી બનાવવામાં આવી રહી છે, જ્યાનાં નાગરીક શ્રીલંકા ફરવા માટે આવવા માગે છે. તેમણે કહ્યું કે શ્રીલંકન સરકારના આ પગલાથી ભારત, ચીન ઉપરાંત યુરોપ અને મધ્ય એશિયાના અમુક દેશોને તેનો લાભ મળી શકે છે. પ્રવાસનમંત્રી અનુસાર આ અંગે ભલામણો મળ્યા બાદ ઓક્ટોબર-નવેમ્બર અને માર્ચ-એપ્રિલમાં તેને લાગુ કરવામાં આવશે.  નોંધનીય છે કે લિટ્ટે સમુદાયના કારણે શ્રીલંકાના પ્રવાસન ઉદ્યોગ એક દશકાથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. જોકે, હવે તે એશિયાના સૌથી મનપસંદ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.

 

શ્રીલંકાના જોવાલાયક સુંદર પ્રવાસન સ્થળ


એલાઃ શ્રીલંકના પ્રવાસન સ્થળોમાં એલા જાણીતું સ્થળ છે. અહીં પર્વતો અને જંગલની વચ્ચેથી ટ્રેન પસાર થાય છે.
એડમાસ પીકઃ શ્રીલંકાનું એડમાસ પીક એક અનોખુ પ્રવાસન સ્થળ છે. અહીં પ્રવાસી ઉગતા સૂર્યની સુંદરતાને નિહાળી શકે છે. આ સ્થળને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેઝ સાઇટ જાહેર કરવામાં આવી છે. 
સિગરિયા રોકઃ શ્રીલંકામાં પાંચમી સદીમાં આ સુંદર સ્થળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તમે અમે ઐતિહાસિક વારસાને નિહાળી શકો છો.
યાલા નેશનલ પાર્કઃ યાલા નેશનલ પાર્કને વિશ્વના સૌથી ઝડપી દિપડાઓનું ઘર પણ કહેવામાં આવે છે. આ સ્થળ ઘણું જ રમણિય અને સુંદર છે.

Share

Loading...

Recommended News

Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: now Indian tourists can visit sri lanka without visa
(News in Gujarati from Divya Bhaskar)